રાજકોટ ઈ-બસના ભાડામાં વધારો કરી દેવાતા દેકારો, જાણો ભાડામાં કેટલો વધારો થયો
ડીઝલ સિટી બસમાં ટિકિટના દર રૂપિયા 29ની સામે એસી ઇ-બસમાં ટિકિટના દર રૂપિયા 45 કરવામાં આવ્યા છે.
Rajkot: રાજકોટની પ્રજા પર મોંઘવારીનો વધુ એક માર પડ્યો છે. શહેરમાં દોડતી ઈ-બસના ભાડામાં એકાએક વદારો કરી દેવાતા દેકારો બોલી ગયો છે. ઇ-બસના ફાયદાને બદલે જનતા પર મોંઘવારીનો બોજો નાંખ્યો છે. એટલું જ નહીં લોકોને જાણ કર્યા વગર ટિકિટના દરમાં વધારો કર્યો છે.
ડીઝલ સિટી બસમાં ટિકિટના દર રૂપિયા 29ની સામે એસી ઇ-બસમાં ટિકિટના દર રૂપિયા 45 કરવામાં આવ્યા છે. ગોંડલ ચોકડીથી માધાપર ચોકડી ભાવમાં રૂપિયા 10નો વધારો કરવામાં આવ્યો છે.
હાલમાં જ રાજકોટમાં લાંબા સમયથી જેની રાહ જોવાતી હતી તે રાજકોટ દર્શન બસની સેવા શરૂ કરવામાં આવી હતી. આ બસ મારફતે માત્ર 50 રૂપિયામાં ત્રિકોણબાગથી લઈને પ્રદ્યુમનપાર્ક સુધી રાજકોટના જુદા જુદા 13 સ્થળોનો પ્રવાસ કરી શકાશે. આ તકે તે સમયના મેયર પ્રદીપ ડવે કહ્યું હતું કે, રાજકોટમાં રહેતા લોકો તેમજ બહારથી આવતા લોકો શહેરનાં બધા ફરવાલાયક સ્થળોએ એકસાથે પ્રવાસ કરી શકે તે માટે 'રાજકોટ દર્શન' બસ શરૂ કરવામાં આવી છે. આ બસ ત્રિકોણ બાગથી શરૂ કરીને રામકૃષ્ણ આશ્રમ, બેબી ડોલ મ્યૂઝિયમ, સ્વામી નારાયણ મંદિર, ઇશ્વરિયા પાર્ક, રીજીનલ સાયન્સ સેન્ટર, અટલ સરોવર, જ્યુબેલી વોટ્સન મ્યુઝીયમ, ગાંધી મ્યુઝિયમ, આજી ડેમ, રામવન અને પ્રદ્યુમન પાર્ક થઈ ત્રિકોણ બાગ પરત ફરશે.
નોંધનીય છે કે જન્માષ્ટમીના તહેવાર દરમિયાન રાજકોટમાં ફરાવના સ્થલોએ લોકોનો ભારે ઘસારો રહ્યો હતો. ત્યારે રાજકોટ મનપા સંચાલિત પ્રદ્યુમનપાર્ક ખાતે પણ કુલ 76 હજાર લોકોએ મુલાકાત લીધી હતી. આ કારણે કોર્પોરેશનને 19 લાખ રૂપિયાની આવક થઈ હતી. સાથે રામવન ખાતે 28 હજાર લોકો આવ્યા હતા. જેનાથી 5.50 લાખ રૂપિયાની આવક થઈ હતી. તેમજ મહાત્મા ગાંધી મ્યુઝીયમમાં પણ 1500 જેટલા લોકોએ મુલાકાત લીધી હતી.