શોધખોળ કરો

Rajkot: તહેવાર પહેલા સિંગતેલના ભાવમાં રેકોર્ડબ્રેક વધારો, જાણો નવો ભાવ

જનમાષ્ટમીનો તહેવાર નજીક આવતા જ સિંગતેલમાં આગ જરતી તેજી જોવા મળી છે.  રાજકોટમાં બ્રાન્ડેડ સીંગતેલના પ્રતિ ડબ્બાના ભાવ 3 હજારથી 3100  સુધી પહોંચ્યા છે.

રાજકોટ: જનમાષ્ટમીનો તહેવાર નજીક આવતા જ સિંગતેલમાં આગ જરતી તેજી જોવા મળી છે.  રાજકોટમાં બ્રાન્ડેડ સીંગતેલના પ્રતિ ડબ્બાના ભાવ 3 હજારથી 3100  સુધી પહોંચ્યા છે.  સિંગતેલના ભાવમાં છેલ્લા એક મહિનામાં ડબ્બે રૂપિયા 210નો વધારો થયો છે.  કપાસિયા તેલના પ્રતિ ડબ્બાના ભાવ એક મહિનામાં 90 રુપિયા વધ્યા છે.  કપાસિયા તેલના ભાવ પ્રતિ ડબ્બે 1715 સુધી પહોંચ્યા. તેલમાં ભાવ વધારાનું મુખ્ય કારણ મગફળીમાં અછત છે.  ઓફ સિઝન હોવા છતાં અત્યાર સુધીનો રેકોર્ડબ્રેક ભાવ છે. છેલ્લા એક માસથી સિંગતેલ અને અન્ય ખાદ્યતેલના ભાવમાં વધારો થતો જાય છે. 

ઉત્તર પ્રદેશમાં ભારે વરસાદના કારણે ઉનાળુ પાક નિષ્ફળ ગયો છે.  જેના કારણે મગફળીના ભાવ પણ આસમાને પહોંચ્યા છે. સૌરાષ્ટ્રના માર્કેટિંગ યાર્ડમાં મગફળીના ભાવો પણ ઓલ ટાઈમ હાઇ છે.  ગયા વર્ષે ખેડૂતોને ઓપન માર્કેટ યાર્ડમાં જ ખૂબ સારા ભાવ મળ્યા હતા.  તેના કારણે ખેડૂતોએ ટેકાના ભાવે મગફળી વેચી ન હતી.  જેનાથી આ વર્ષે નાફેડ પાસે મગફળીનો સ્ટોક નથી.  એટલું જ નહીં મિલરો અને વેપારીઓનો મત છે કે હાલ ભાવ ઘટે તેવા કોઈ સંકેત નથી.  

17 જુલાઇથી રાજ્યમાં ફરી મેઘમહેર, આ જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી 

રાજ્યમાં ફરી વરસાદી સિસ્ટમ સક્રિય થતાં 18 જુલાઇ બાદ વરસાદનું જોર વઘશે. હવામાન વિભાગની આગાહી મુજબ 17 જુલાઇ બાદ  સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં સામાન્યથી ભારે વરસાદનું અનુમાન છે. 

હવામાન વિભાગની આગાહી મુજબ  આગામી 18 જુલાઇ બાદ ફરી ગુજરાતમાં વરસાદનું જોર વધશે તો. આગામી બેથી ત્રણ દિવસ માત્ર હળવો કે છુટછવો વરસાદ રહેશે. 18 જુલાઇ બાદ ફરી રાજ્યમાં વરસાદનો ત્રીજો રાઉન્ડ શરૂ થશે અને ખાસ કરીને 18 જુલાઇ બાદ સોરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લામાં સાર્વત્રિક સામાન્યથી ભારે વરસાદ પડી શકે છે. હવામાન વિભાગે 18 જુલાઇ બાદ આગામી 7 દિવસ વરસાદની આગાહી કરી છે.

હવામાન વિભાગે 17 અને 18 તારીખે ભારે વરસાદની આગાહી કરી છે. જેના લઇને આ બંને દિવસ  માછીમારો દરિયો ન ખેડવા સૂચના આપવવામાં આવી છે. આજે વલસાડ નવસારી સુરત  સમામાન્ય વરસાદનો અનુમાન છે.  અમદાવાદ શહેરની વાત કરીએ તો અમદાવાદમાં આગામી  24 કલાક વાદળ છાયું વાતાવરણ રહેશે.

 અમરેલીમાં વરસાદી માહોલ

આજે અમરેલી જિલ્લાના અલગ અલગ તાલુકામાં વરસાદ  વરસ્યો. સાવરકુંડલા, ધારી, બગસરા અને ધારી પંથકના કેટલાક ગામોમાં પણ  વરસાદ વરસ્યો. સરસિયા, જીરા સહિતના ગામોમાં ધીમીધારે વરસાદ  વરસ્યો. સાવરકુંડલાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદી માહોલ જામ્યો હતો. આંબરડી ગામ અને આસપાસના વિસ્તારોમાં પણ આજ  વરસાદ વરસ્યો. 

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલના અનુમાન મુજબ સૌરાષ્ટ્ર, દક્ષિણ-સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારે વરસાદ વરસી શકે છે. 17થી 20 જુલાઈ સુધી અતિભારે વરસાદનો અનુમાન અંબાલાલ પટેલે વ્યક્ત કર્યો છે. બનાસકાંઠા, સાબરકાંઠા,અરવલ્લીમાં અતિભારે  અને વડોદરા, આણંદ, ખેડામાં અતિભારે વરસાદનો અનુમાન હી અંબાલાલે વ્યક્ત કર્યો છે. ઉપરાંત આહવા, ડાંગ, અમરેલી, ગીર સોમનાથમાં પણ 17થી 20 જુલાઇબ  વરસાદની શક્યતા અંબાલાલે વ્યક્ત કરી છે. 

Join Our Official Telegram Channel: https://t.me/abpasmitaofficial

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

રાજકોટમાં ખખ્ખર પરિવારનો સામૂહિક આપઘાત: PWDના નિવૃત કર્મચારી સહિત 3ના મોત
રાજકોટમાં ખખ્ખર પરિવારનો સામૂહિક આપઘાત: PWDના નિવૃત કર્મચારી સહિત 3ના મોત
Rajkot:  દુબઈથી મુંબઈ જતી ફ્લાઈટમાં આગની આશંકાથી હડકંપ, રાજકોટ એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ
Rajkot:  દુબઈથી મુંબઈ જતી ફ્લાઈટમાં આગની આશંકાથી હડકંપ, રાજકોટ એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ
સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની અંબાલાલ પટેલની આગાહી, મોરબીનો મચ્છુ-2 ડેમ ઓવરફ્લો, સાણંદ-વિરમગામ હાઈવે બંધ
સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની અંબાલાલ પટેલની આગાહી, મોરબીનો મચ્છુ-2 ડેમ ઓવરફ્લો, સાણંદ-વિરમગામ હાઈવે બંધ
સૌરાષ્ટ્રમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ: ભાદર 2 ડેમના 5 દરવાજા ખોલાયા, વીરપુરમાં પૂરના પાણીમાં કાર તણાઈ, લીલીયામાં બાઇક સવારનું રેસ્ક્યૂ
સૌરાષ્ટ્રમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ: ભાદર 2 ડેમના 5 દરવાજા ખોલાયા, વીરપુરમાં પૂરના પાણીમાં કાર તણાઈ, લીલીયામાં બાઇક સવારનું રેસ્ક્યૂ

વિડિઓઝ

Plastic currency India : હવે પ્લાસ્ટિકની નોટ આવશે ચલણમાં, RBIએ આપી મંજૂરી
Rajkot Suicide Case : રાજકોટમાં એક જ પરિવારના 3 સભ્યોનો આપઘાત
Rajkot Crime : રાજકોટમાં યુવકની હત્યા, શું છે કારણ?
Gujarat Rain Forecast : 4 વરસાદી સિસ્ટમ સક્રિય ક્યાં ક્યાં પડશે વરસાદ?
Ahmedabad Home Collapse : અમદાવાદના કાલુપુરમાં મકાન ધરાશાયી, એકનું મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ambalal Patel: 5 સિસ્ટમના કારણે આ તારીખ બાદ વરસાદ ભૂક્કા બોલાવશે, અંબાલાલ પટેલની અતિભારે વરસાદની આગાહી
Ambalal Patel: 5 સિસ્ટમના કારણે આ તારીખ બાદ વરસાદ ભૂક્કા બોલાવશે, અંબાલાલ પટેલની અતિભારે વરસાદની આગાહી
Gujarat: આર્થિક રીતે પછાત વર્ગને મળી શકે છે રાહત, સરકારના નિર્ણયથી લાખો પરિવારને થશે ફાયદો
Gujarat: આર્થિક રીતે પછાત વર્ગને મળી શકે છે રાહત, સરકારના નિર્ણયથી લાખો પરિવારને થશે ફાયદો
Japan Earthquake: જાપાનમાં 7.1 ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ, સુનામીની ચેતવણી જાહેર
Japan Earthquake: જાપાનમાં 7.1 ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ, સુનામીની ચેતવણી જાહેર
Gujarat Rain: 7 દિવસ વીજળીના કડાકા-ભડાકા સાથે ધોધમાર વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં તૂટી પડશે
Gujarat Rain: 7 દિવસ વીજળીના કડાકા-ભડાકા સાથે ધોધમાર વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં તૂટી પડશે
PM Modi Video Ban: પીએમ મોદીના વીડિયો પ્રતિબંધની સજા ભોગવશે ફેસબુક, સરકારે પાઠવ્યું સમન્સ
PM Modi Video Ban: પીએમ મોદીના વીડિયો પ્રતિબંધની સજા ભોગવશે ફેસબુક, સરકારે પાઠવ્યું સમન્સ
Gold Silver Rate: ચાંદીમાં ₹4000 નો કડાકો, સોનું પણ થઈ ગયું સસ્તું, જાણો આજના ભાવ 
Gold Silver Rate: ચાંદીમાં ₹4000 નો કડાકો, સોનું પણ થઈ ગયું સસ્તું, જાણો આજના ભાવ 
Gujarat Rain: ગુજરાતમાં આગામી 7 દિવસ માટે ભારે વરસાદની આગાહી, 4 સિસ્ટમ થઇ સક્રિય
Gujarat Rain: ગુજરાતમાં આગામી 7 દિવસ માટે ભારે વરસાદની આગાહી, 4 સિસ્ટમ થઇ સક્રિય
સરકારી જમીન ફાળવણીની પ્રક્રિયા ઝડપી-સરળ બનાવવા સરકારનો નિર્ણય, જિલ્લા કલેક્ટરો અને DDOની સત્તામાં કર્યો વધારો
સરકારી જમીન ફાળવણીની પ્રક્રિયા ઝડપી-સરળ બનાવવા સરકારનો નિર્ણય, જિલ્લા કલેક્ટરો અને DDOની સત્તામાં કર્યો વધારો
Embed widget