શોધખોળ કરો

રાજકોટ-જેતપુર હાઇવે પર ટોલ ટેક્સમાં મોટો ઘટાડો, સ્થાનિકોની જીત

પીઠડીયા ટોલ પ્લાઝા પર રાતોરાત 25% ઘટાડો લાગુ, ભરૂડી ટોલ પર યથાવત દર.

Rajkot-Jetpur toll tax: રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રના વાહનચાલકો માટે એક મોટા રાહતના સમાચાર સામે આવ્યા છે. રાજકોટ અને જેતપુર વચ્ચેના ટોલ ટેક્સમાં રાતોરાત મોટો ઘટાડો કરવામાં આવ્યો છે. સ્થાનિક લોકોના સતત આંદોલનની અસર જોવા મળી છે અને તેના પરિણામે પીઠડીયા ટોલ પ્લાઝા પર લગભગ 25 ટકા જેટલો ઘટાડો લાગુ કરવામાં આવ્યો છે.

અગાઉ, ફોરવીલર વાહનો માટે રાજકોટથી જેતપુર તરફની એક તરફી મુસાફરી માટે ભરૂડી ટોલ પ્લાઝા પર 45 રૂપિયા અને પીઠડીયા ટોલ પ્લાઝા પર પણ 45 રૂપિયા વસૂલ કરવામાં આવતા હતા. પરંતુ, આજથી પીઠડીયા ટોલ નાકા પર ટોલ ટેક્સના દર ઘટાડીને 35 રૂપિયા કરી દેવામાં આવ્યા છે. આ માટેનું જાહેરનામું પણ બહાર પાડી દેવામાં આવ્યું છે અને તાત્કાલિક અસરથી આ નોટિફિકેશન અમલમાં આવી ગયું છે.

પીઠડીયા ટોલ પ્લાઝા પર કાર, જીપ, વાન અથવા અન્ય લાઈટ મોટર વ્હીકલ માટે એક દિવસની રિટર્ન મુસાફરી માટે અગાઉ 95 રૂપિયાનો ટોલ વસૂલવામાં આવતો હતો, જે હવે ઘટાડીને માત્ર 70 રૂપિયા કરી દેવામાં આવ્યો છે. આમ, વાહનચાલકોને સીધો 25 રૂપિયાનો ફાયદો થશે.

જો કે, ગોંડલ નજીક આવેલા ભરૂડી ટોલ ટેક્સમાં કોઈ પણ પ્રકારનો ઘટાડો કરવામાં આવ્યો નથી. ત્યાં પહેલાની જેમ જ 45 રૂપિયાનો ટોલ વસૂલવામાં આવશે. આમ, જેતપુર તરફ જતા વાહનચાલકોને પીઠડીયા ટોલ પર રાહત મળશે, પરંતુ ગોંડલ તરફ જતા વાહનચાલકોએ પહેલાના દરે જ ટોલ ચૂકવવો પડશે.

ઉલ્લેખનીય છે કે છેલ્લા બે વર્ષથી રાજકોટથી જેતપુર વચ્ચે સિક્સ લાઈનનું કામ ચાલી રહ્યું છે, જેના કારણે વાહન ચાલકોને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. રસ્તા પર વારંવાર ટ્રાફિક જામ અને ખાડાઓના કારણે વાહન ચાલકો ભારે પરેશાન હતા અને આ બાબતે અનેકવાર વિરોધ પણ નોંધાવવામાં આવ્યો હતો. ગોંડલના એક વકીલ દ્વારા આ મુદ્દે આંદોલન પણ કરવામાં આવ્યું હતું.

વારંવાર વાહન ચાલકોના વિરોધને ધ્યાનમાં રાખીને નેશનલ હાઇવે ઓથોરિટી દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. અગાઉ પણ વિરોધ વચ્ચે નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા રાજકોટથી જેતપુર વચ્ચે માત્ર 10 રૂપિયાનો નજીવો ઘટાડો કરવામાં આવ્યો હતો, પરંતુ આ વખતે પીઠડીયા ટોલ પર 25 ટકા જેટલો મોટો ઘટાડો થવાથી સ્થાનિક લોકોમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

16 વર્ષમાં અમેરિકાએ કેટલા ભારતીયોને પાછા તગેડી મુક્યા? વિદેશ મંત્રાલયે સંસદમાં માહિતી આપી

ગુજરાતના ગામેગામ થશે ડિજિટલ ક્રાંતિ! નાણાંપંચ લાવ્યું પંચાયતો માટે જોરદાર પ્લાન!

રીલના કીડાઓ સાવધાન, રોલા પાડવા ભારે પડશે! વડોદરામાં તલવારથી કેક કાપતા થઈ જેલ

પ્રજાના પૈસે રાજ્ય સરકારના તાગડધિન્ના.... 2 વર્ષમાં વિમાન અને હેલિકોપ્ટર પાછળ કર્યો 61,97,00,000નો ખર્ચ

ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કેમ ઉછેરો છો રાક્ષસી વૃક્ષ ?Hun To Bolish : હું તો બોલીશ : ગોંડલમાં ગુનેગાર કોણ?Gondal Crime :  ગોંડલમાં પાટીદાર દીકરાને માર મારવા મુદ્દે જયેશ રાદડિયાએ શું કહ્યું?Gondal Crime : ગોંડલ સૌરાષ્ટ્રનું મીરઝાપુર, કયા પાટીદાર નેતાએ કહ્યું આવું?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
16 વર્ષમાં અમેરિકાએ કેટલા ભારતીયોને પાછા તગેડી મુક્યા? વિદેશ મંત્રાલયે સંસદમાં માહિતી આપી
16 વર્ષમાં અમેરિકાએ કેટલા ભારતીયોને પાછા તગેડી મુક્યા? વિદેશ મંત્રાલયે સંસદમાં માહિતી આપી
ગુજરાતના ગામેગામ થશે ડિજિટલ ક્રાંતિ! નાણાંપંચ લાવ્યું પંચાયતો માટે જોરદાર પ્લાન!
ગુજરાતના ગામેગામ થશે ડિજિટલ ક્રાંતિ! નાણાંપંચ લાવ્યું પંચાયતો માટે જોરદાર પ્લાન!
રીલના કીડાઓ સાવધાન, રોલા પાડવા ભારે પડશે! વડોદરામાં તલવારથી કેક કાપતા થઈ જેલ
રીલના કીડાઓ સાવધાન, રોલા પાડવા ભારે પડશે! વડોદરામાં તલવારથી કેક કાપતા થઈ જેલ
પ્રજાના પૈસે રાજ્ય સરકારના તાગડધિન્ના.... 2 વર્ષમાં વિમાન અને હેલિકોપ્ટર પાછળ કર્યો 61,97,00,000નો ખર્ચ
પ્રજાના પૈસે રાજ્ય સરકારના તાગડધિન્ના.... 2 વર્ષમાં વિમાન અને હેલિકોપ્ટર પાછળ કર્યો 61,97,00,000નો ખર્ચ
ગોંડલ એટલે સૌરાષ્ટ્રનું મિર્ઝાપુર, ગુંડાગીરી જગજાહેર: સહકારી આગેવાન પરસોતમ પીપળીયાનો બળાપો

હવે આ લોકોને જ ટ્રેનની લોઅર બર્થ મળશે, રેલ્વે મંત્રીએ જણાવ્યું કારણ

દિલ્હીમાં હાર બાદ કેજરીવાલે પાર્ટીમાં કર્યા ધરખમ ફેરફાર, આ નેતાને બનાવ્યા ગુજરાતના પ્રભારી

Gujarat Weather Update: રાજ્યમાં 23 માર્ચ બાદ આ શહેરોમાં 40 ડિગ્રી પાર જશે તાપમાન, હિટવેવની આગાહી

Embed widget