Rajkot: રાજકોટમાં નર્સની હત્યાથી ખળભળાટ, અજાણ્યા શખ્સે રાત્રિના સમયે ઉપરાછાપરી ઝીંક્યા છરીના ઘા
Rajkot News: માહિતી પ્રમાણે, રાજકોટ શહેરના યુનિવર્સિટી રૉડ પર આયુર્વેદિક હૉસ્પિટલ પાછળ આવેલી ઋષિકેશ સોસાયટીમાં રાત્રિના આ હત્યાનો બનાવ બન્યો હતો

Rajkot News: રાજકોટમાં નર્સની હત્યાની ઘટનાથી લોકોમાં ભય ફેલાયો છે, રાજકોટ શહેરમાં યુનિવર્સિટી રૉડ પર ગઇરાત્રિના સમયે નર્સની હત્યાથી થતા ખળભળાટ મચી ગયો છે, વહીવટી તંત્ર અને પોલીસ તંત્ર દોડતુ થયુ છે. શહેરમાં ઋષિકેશ સોસાયટીમાં શેરી નં.2માં રહેતા નર્સ ચૌલાબેનની હત્યા કરાઇ છે તેમની ચાર મહિના પહેલા જ અમદાવાદથી બદલી કરવામાં આવી હતી. જોકે, હત્યા કયા કારણોસર થઇ તે જાણવા મળ્યુ નથી. હાલ તપાસ ચાલુ છે.
માહિતી પ્રમાણે, રાજકોટ શહેરના યુનિવર્સિટી રૉડ પર આયુર્વેદિક હૉસ્પિટલ પાછળ આવેલી ઋષિકેશ સોસાયટીમાં રાત્રિના આ હત્યાનો બનાવ બન્યો હતો. મૂળ અમદાવાદના વતની અને હાલ રાજકોટમાં યુનિવર્સિટી રૉડ પર કિડની હૉસ્પિટલ પાસે આવેલી કેન્સર હૉસ્પિટલમાં નર્સ તરીકે નોકરી કરનારી નર્સની હત્યા થઇ, જે 52 વર્ષીય મહિલાનું નામ ચૌલાબેન પટેલ હતુ. રાત્રિના સમયે અજાણ્યા શખ્સે કોઇ કારણોસર છરીના ઘા ઝીંકી હત્યા કરી દીધી હતી. નર્સની હત્યા બાદ હવે મામલો વધુ ગરમાયો છે. GCRIના નર્સિંગ સ્ટાફમાં જોરદાર આક્રોશ જોવા મળી રહ્યો છે.
નર્સની હત્યા બાદ સમગ્ર રાજ્યમાં ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે. GCRIના નર્સિંગ સ્ટાફમાં જોરદાર આક્રોશ જોવા મળી રહ્યો છે. આડેધડ આંતરિક બદલીના કારણે ચૌલાબેનને રાજકોટ મુક્યાનો આરોપ લાગી રહ્યો છે. ડાયરેક્ટર શશાંક પંડ્યા મનમાની કરતા હોવાના પણ આરોપા લાગ્યા છે. કેન્સર હોસ્પિટલનો નર્સિંગ સ્ટાફ રજૂઆત માટે પહોંચ્યા હતો, અગાઉ કેંસર હોસ્પિટલના અનેક ડોક્ટરો પણ આ કારણોસર નોકરી છોડી ચૂક્યા છે. અણઘડ વહીવટના કારણે ન્યૂરો વિભાગના ડોક્ટરોમાં આક્રોશ હતો. જાણિતા ન્યૂરોલોજીસ્ટ પણ GCRIમાંથી નોકરી છોડી ચુક્યા છે. આરોપ છે કે સારા ડોક્ટરોને હેરાન કરાઇ રહ્યાં છે અને GCRIમાં આડેધડ બદલીઓ કરાઇ રહી છે.



















