RAJKOT : સૌરાષ્ટ્રના ખખડધજ હાઇવે અંગે ટ્રાન્સપોર્ટ એસોસિએશન આંદોલન કરશે, જાણો વિગત
RAJKOT NEWS :ટ્રાન્સપોર્ટ એસોસિએશન ભંગાર હાઇવે મુદ્દે 29 ઓગસ્ટથી આંદોલન છેડશે.
RAJKOT : સૌરાષ્ટ્રના ખખડધજ રસ્તાઓને લઈને હવે ટ્રાન્સપોર્ટ એસોસિએશન મેદાનમાં આવ્યુ છે.રાજકોટ સહીત સૌરાષ્ટ્રમાં મુખ્ય હાઇવે ભંગાર થઈ ગયા છે. નાના વાહન ચાલકો તો પરેશાન છે, પરંતુ મોટા વાહનચાલકો પણ પરેશાન છે. કેમકે હાઈવે પર મસમોટા ખાડાથી વાહનો તૂટી રહ્યા છે.
ટ્રાન્સપોર્ટ એસોસિએશન ભંગાર હાઇવે મુદ્દે 29 ઓગસ્ટથી આંદોલન છેડશે. હાઇવે ઓથોરિટી દ્વારા ટોલટેક્સ ઉઘરાવવા ઉત્સાહ અને હાઇવે સુધારવા ઉદાસીનતા જોવા મળે છે. રાજકોટથી ગોંડલ,જેતપુર,પોરબંદર ચોટીલા, અમદાવાદ, ભાવનગર ટોલ રોડમાં મસમોટા ખાડા જોવા મળે છે.
સોમવારે રાજકોટ ટ્રાન્સપોર્ટ એસોસિએશને કલેકટરને આવેદન આપી ટોલપ્લાઝામાં આંદોલનાત્મક કાર્યક્રમ કરવાનું એલાન કરવામાં આવ્યું છે. આજે રાજકોટ ટ્રાન્સપોર્ટ એસોસિએશનના સેક્રેટરી પરમરાજસિંહ રાણાએ નિવેદન આપ્યું હતું. સૌરાષ્ટ્રના ભંગાર રોડ રસ્તાને લઈને નિવેદન આપ્યું હતું.
દિનેશ ચોવટીયાએ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને લખ્યો પત્ર
નેશનલ હાઇવેની બિસ્માર હાલતને લઈને કોંગ્રેસના પૂર્વ નેતાનો પત્ર પાટીદાર અગ્રણી અને ખેડૂત નેતા દિનેશ ચોવટીયાએ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને પત્ર લખ્યો છે. પત્રમાં તેમને જ્યાં સુધી હાઈવેની હાલત ન સુધરે ત્યાં સુધી ટોલ ટેક્સ વસુલાત બંધ કરવા માંગ કરી છે.
તેમણે આક્ષેપ કર્યો કે રાજ્ય સરકાર દર વર્ષે સારા રસ્તાઓ બનાવવા પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ કરે છે તેમ છતાં થોડા વરસાદમાં રસ્તાઓની હાલત ખરાબ થઈ જતી હોવાનો આક્ષેપ કર્યો છે.
આ સાથે દિનેશ ચોવટીયાએ નેશનલ હાઇવે ઓથોરિટીને સણસણતાં સવાલો કર્યા છે. તેમણે ગોંડલના રાજવી સર ભગતસિંહજીના સમયમાં બનેલા રસ્તાને યાદ કર્યા.આજના સમયમાં અદ્યતન ટેકનોલોજી અને કુશળ ઇજનેરો હોવા છતાં હાઇવે પર ખાડા પડયા હોવાનો પત્રમાં ઉલ્લેખ કર્યો અને પ્રજા પર ટોલટેક્સ નો બોજો નાખો છો તો શા માટે રસ્તાઓ સારા ન બની શકે તેવો સવાલ કર્યો.
આ પણ વાંચો :
Ghulam Nabi Azad Resigns: કોંગ્રેસના આ દિગ્ગજ નેતાએ હાથનો સાથ છોડ્યો, આપ્યું રાજીનામું
India Playing XI: પાકિસ્તાન સામે આવી હશે ભારતની પ્લેઇંગ 11, રોહિત સાથે ઓપનિંગ કરશે આ ખેલાડી!
JioPhone Plans: 5G રેસમાં દરેકને પછાડવા માટે આવી રહ્યો છે Jioનો સ્માર્ટફોન, જુઓ કેટલી હશે કિંમત