(Source: ECI/ABP News/ABP Majha)
Rajkot: પગપાળા દ્વારકા જઇ રહ્યો હતો સંઘ, કારે બે મહિલાને કચડતા મોત
રાજકોટના ઉપેલટા નજીક અકસ્માતમાં બે મહિલાના મૃત્યુ થયા છે. જ્યારે એક મહિલા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા હોસ્પિટલ ખસેડાઇ હતી.
ઉપલેટાઃ રાજકોટના ઉપેલટા નજીક અકસ્માતમાં બે મહિલાના મૃત્યુ થયા છે. જ્યારે એક મહિલા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા હોસ્પિટલ ખસેડાઇ હતી. મળતી જાણકારી અનુસાર, વડોદરાના પાદરાથી એક સંઘ માનતા પૂરી કરવા પગપાળા દ્વારકા જઈ રહ્યો હતો ત્યારે ઉપલેટા નજીક મોજ નદીના પૂલ પાસે પાછળથી આવતા કારચાલકે ત્રણ મહિલાઓ પર કાર ચઢાવી દીધી હતી. જેમાં બે મહિલાના ઘટનાસ્થળે જ મૃત્યુ થયા હતા. અમદાવાદથી પોરબંદર જતા કારચાલકની પોલીસે અટકાયત કરી હતી.
નોંધનીય છે કે વડોદરાના પાદરા ગામમાંથી 90 પુરૂષ અને કેટલીક મહિલાઓ પગપાળા દ્વારકા માનતા પૂરી કરવા માટે જતા હતા. પરંતુ ઉપલેટા નજીક મોજ નદીના પુલ પાસે પાછળથી આવતી કારના ચાલકે ત્રણ મહિલા પર કાર ચઢાવી દીધી હતી. જેમાં કૈલાસબેન ચૌહાણ અને કૈલાસબેન ગોહિલના ઘટનાસ્થળે જ મોત થયું હતું જ્યારે એક મહિલાને ગંભીર ઇજાઓ પહોંચી હતી. ઘટનાની જાણ થતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને ઇજાગ્રસ્ત મહિલાને સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યા હતા અને બે મહિલા મૃતકોના મૃતદેહને પીએમ માટે ઉપલેટાની સરકારી હોસ્પિટલમાં ખસેડાયા હતા.
Mutual Funds: કરોડપતિ બનવું છે સહેલું ?
મ્યુચ્યુઅલ ફંડ રોકાણ બજારના જોખમને આધીન છે, પરંતુ જો રોકાણકાર લાંબા સમય સુધી રોકાણ કરે છે, તો જોખમ પરિબળ ઘટે છે જ્યારે મ્યુચ્યુઅલ ફંડનું વળતર મહત્તમ થાય છે. એવા ઘણા મ્યુચ્યુઅલ ફંડ નિયમો છે જે રોકાણ કરતી વખતે રોકાણકારે યાદ રાખવાની જરૂર છે અને મ્યુચ્યુઅલ ફંડનો 15 X 15 X 15 નિયમ તેમાંથી એક છે.
15 વર્ષ સુધી દર મહિને કરો 15 હજારનું રોકાણ
15 X 15 X 15 નો આ મ્યુચ્યુઅલ ફંડ SIP (સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન) નિયમ કહે છે કે જો કોઈ રોકાણકાર 15 વર્ષ માટે દર મહિને ₹15,000નું રોકાણ કરે છે, તો વ્યક્તિ એક કરોડ મેચ્યોરિટી રકમ મેળવવાની અપેક્ષા રાખી શકે છે. કારણ કે વળતર લગભગ 15 ટકા હશે. વાર્ષિક રોકાણકાર તેની જોખમ લેવાની ક્ષમતાના આધારે સ્મોલ-કેપ, મિડ-કેપ અથવા લાર્જ-કેપ ફંડ પસંદ કરી શકે છે.
ગુજરાતના ક્યા મંત્રીની હાજરીમાં જ ભાજપના જિલ્લા પંચાયત પ્રમુખે અધિકારી સામે મૂક્યો ભ્રષ્ટાચારનો આક્ષેપ, જાણો શું કહ્યું ?
નવા વર્ષની શરૂઆતમાં આ નવો નિયમ લાગૂ કરવાની તૈયારીમાં કેન્દ્ર સરકાર, 10 જાન્યુઆરી સુધીમાં બનશે નિયમ
કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરનું 130 બેઠકો જીતવાનું લક્ષ્ય પાર પડે એવી ભાજપના ક્યા દિગ્ગજ નેતાએ આપી શુભેચ્છા ?
BJPના અલ્પેશ ઠાકોરની પદયાત્રાામાં કોંગ્રેસના ક્યા ધારાસભ્યનાં લાગ્યાં બેનર ? ભાજપના નેતાઓ વચ્ચે કોંગ્રેસના બેનરથી તર્કવિતર્ક...