કૉંગ્રેસમાં જોડાવાની ચર્ચા વચ્ચે નરેશ પટેલે શું આપ્યું મોટું નિવેદન, જાણો શું કહ્યું
ખોડલધામ પ્રમુખ તેમજ પાટીદાર અગ્રણી નરેશ પટેલને પોતાના પક્ષમાં જોડવા દરેક પક્ષ આતુર છે. દરેક પક્ષના નેતાઓ તેમના સંપર્કમાં છે.
RAJKOT : ગજરાતના રાજકારણમાં હાલ એક પ્રશ્નની સૌથી વધુ ચર્ચા થઇ રહી છે, અને એ પ્રશ્ન છે, નરેશ પટેલ (NARESH PATEL) ક્યાં પક્ષમાં જોડાશે? ખોડલધામ પ્રમુખ તેમજ પાટીદાર અગ્રણી નરેશ પટેલને પોતાના પક્ષમાં જોડવા દરેક પક્ષ આતુર છે. દરેક પક્ષના નેતાઓ તેમના સંપર્કમાં છે. આ ગતિવિધિમાં નરેશ પટેલે ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોર (PRASHANT KISHOR) સાથે મુલાકાત કરી હતી. ત્યારબાદ નરેશ પટેલ દિલ્હી જતા એવા પણ સમાચારો વહેતા થયા હતા કે નરેશ પટેલ સોનિયા ગાંધી સહીતના કોંગ્રેસ અગ્રણીઓને મળશે. જો કે આ તમામ બાબતો અનેગ નરેશ પટેલે પોતે ખુલાસો કર્યો છે અને ક્યારે રાજકારણમાં જોડાશે એ પણ કહ્યું.
દિલ્હી પ્રવાસે ગયેલા નરેશ પટેલ રાજકોટ આવી પહોંચ્યા હતા. રાજકોટ એરપોર્ટ પર તેમણે મીડિયા સાથેની વાતચીત દરમિયાન કહ્યું કે તેઓ એક લગ્નપ્રસંગે દિલ્હી ગયા હતા અને ત્યાં પ્રશાંત કિશોર અને અન્ય પાર્ટીના નેતાઓ સાથે પણ મુલાકાત થઇ હતી. પણ કોંગ્રેસના કોઈ રાષ્ટ્રીય કક્ષાના નેતા સાથે બેઠક થઇ નથી.
આ સાથે નરેશ પટેલે કહ્યું કે તમામ રાજકીય પક્ષો તેનો સંપર્ક કરી રહ્યાં છે, નરેશ પટેલ ક્યારે રાજકારણમાં જોડાશે એ પ્રશ્નનો જવાબ આપતા નરેશ પટેલે કહ્યું કે 15 મેં સુધીમાં તેઓ નિર્ણય લેશે કે તેઓ ક્યાં પક્ષમાં જોડાશે.
નરેશ પટેલના રાજકારણમાં જોડાવા અંગે સસ્પેન્સ હજી પણ યથાવત
સૌરાષ્ટ્રના પાટીદાર અગ્રણી તેમજ ખોડલધામના પ્રમુખ નરેશ પટેલના રાજકારણમાં જોડાવા અંગે સસ્પેન્સ હજી પણ યથાવત છે. છેલ્લે થયેલી પ્રેસ કોન્ફરન્સમાં નરેશ પટેલે કહ્યું હતું કે પાટીદાર સહીત અન્ય સમજો સાથે બેઠકો શરૂ છે. આ ઉપરાંત ખોડલધામ દ્વારા પણ સર્વે કરવામાં આવી રહ્યો છે. અગાઉ ખોડલધામના નરેશભાઈ પટેલે કહ્યું કે તમામ રાજકીય પક્ષના નેતાઓ સંપર્કમાં છે. એપ્રિલના ત્રીજા સપ્તાહ સુધીમાં રાજકારણમાં જોડાવા અંગે નિર્ણય કરશું, સમગ્ર ગુજરાતમાં ખોડલધામનું નેટવર્ક છે અને જિલ્લા અને તાલુકા લેવલે સમિતી છે તેમાં સર્વે ચાલી રહ્યો છે.