‘ફેબ્રુઆરીમાં કોરોનાના નવા વેરિયન્ટ ઓમિક્રોનની પિક આવશે’, જાણો કોણે આપ્યું આ નિવેદન?
રાજ્યમાં કોરોનાના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે. તે સિવાય રાજ્યમાં કોરોનાના નવા વેરિયન્ટ ઓમિક્રોનના કેસમાં પણ વધારો થઇ રહ્યો છે
રાજકોટઃ રાજ્યમાં કોરોનાના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે. તે સિવાય રાજ્યમાં કોરોનાના નવા વેરિયન્ટ ઓમિક્રોનના કેસમાં પણ વધારો થઇ રહ્યો છે. ગઇકાલે ઓમિક્રોનના નવા 16 કેસ નોંધાયા હતા. ઓમિક્રોનના વધતા કેસો પર રાજકોટ એઈમ્સના ડાયરેક્ટરે ચિંતાનજક નિવેદન આપ્યું છે. સી.ડીએસ.કટોચનો દાવો છે કે ફેબ્રુઆરીમાં ઓમિક્રોનની પિક આવશે પણ કેટલા કેસ આવશે તે કહીં શકાય નહીં. સાથે જ તેમને દાવો કર્યો કે વાઇરસમાં જિનેટિક ચેન્જ આવે છે. વાઈરસ પોતાની પ્રકૃતિ બદલે છે અને ઓમિક્રોનના કેસ ડેલ્ટા કરતા વધુ ઝડપથી પ્રસરી રહ્યો છે. સાથે જ તેમણે દાવો કર્યો કે ઓમિક્રોન વેક્સિનનું કામ કરી રહ્યો છે. જેને થશે તેનામાં એન્ટીબોડી બનશે. તેમણે રાજકીય કાર્યક્રમોમાં લોકોની ભીડ થાય ત્યાં લોકોએ ડબલ માસ્ક પહેરી જાય તેવી પણ સલાહ આપી હતી.
રાજકોટ એઇમ્સ હોસ્પિટલના ડાયરેકટર પ્રો.સી.ડી.એસ કટોચે કહ્યું કે ઓમિક્રોનના કેસ ડેલ્ટા કરતા વધુ ઝડપ થી પ્રસરી રહ્યો છે. ઓમિક્રોન વેક્સિનનું કામ કરી રહ્યો છે, જેને થશે તેનામાં એન્ટીબોડી બનશે. રાજકીય કાર્યક્રમોમાં લોકોની ભીડ થાય ત્યાં લોકો ડબલ માસ્ક પહેરી જાય તેવી પણ તેમણે સલાહ આપી હતી. તેમણે દાવો કર્યો હતો કે ફેબ્રુઆરીમાં ઓમિક્રોનની પિક આવશે, પણ કેટલા કેસ આવશે તે કહી શકાય નહીં.
તેમણે કહ્યું કે રાજકોટ એઇમ્સ હોસ્પિટલ સુધી પહોંચવા કાચો રસ્તો છે. જે વહીવટી તંત્ર દ્વારા નવો બનાવવામાં આવશે.હાલ એક રૂમમાં બે થી ત્રણ ડોકટરોએ બેસીને કામ લેવામાં આવી રહ્યું છે. ફેઝ વનમાં બિલ્ડીંગનું કામ 40 ટકા કરતા વધુ પૂર્ણ થયું છે. કોરોનાની ત્રીજી લહેરને લઈને એઇમ્સના ડાયરેકટર સી.ડી.એસ.કટોચે કહ્યું કે કોરોનાની ત્રીજી લહેરને લઈને વહીવટી તંત્રના સંપર્કમાં છીએ. વહીવટી તંત્ર કહેશે તો કોવિડ સુવિધા શરૂ કરવામાં આવશે. ઓક્ટોબર 2023 સુધીમાં એઇમ્સ હોસ્પિટલ તૈયાર થવાની શક્યતાઓ છે.
નોંધનીય છે કે છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં ઓમિક્રોનના નવા 16 કેસ નોંધાયા છે.આજે અમદાવાદમાં 6,સુરત અને આણંદમાં 3-3 કેસ નોંધાયા છે. જ્યારે અમરેલી,બનાસકાંઠા,ભરૂચ અને જૂનાગઢમાં એક એક કેસ નોંધાયો છે.અત્યાર સુધીમાં રાજ્યમાં ઓમિક્રોન વેરિયંટના કુલ 113 કેસ નોંધાઈ ચૂક્યા છે.જે પૈકી 54 દર્દીને હોસ્પિટલમાંથી રજા અપાઈ છે.
Low Price Sunroof Cars: આ છે સનરૂફવાળી સસ્તી કાર્સ, તમારા માટે હોઇ શક છે બેસ્ટ ઓપ્શન
New Year 2022: નવા વર્ષમાં શનાયા કપૂર સહિતના આ સ્ટાર કિડસ કરશે બોલિવૂડમાં ડેબ્યૂ