રાજકોટ જિલ્લાનો આ પુલ આજથી 5 દિવસ માટે રહેશે બંધ, તમામ વાહનો માટે અપાયો આ વૈકલ્પિક રસ્તો
ગોંડલનો પાંજરાપોળ રાજવીકાળનો પૂલ તારીખ 23 થી 27 નવેમ્બર સુધી બંધ કરવામાં આવ્યો છે. આ પુલની ફિટનેસ ચેક કરવા માટે આગામી પાંચ દિવસ બંધ કરવામા આવ્યો છે.
![રાજકોટ જિલ્લાનો આ પુલ આજથી 5 દિવસ માટે રહેશે બંધ, તમામ વાહનો માટે અપાયો આ વૈકલ્પિક રસ્તો This bridge in Rajkot district will be closed for 5 days from today, alternative road has not been provided for all vehicles રાજકોટ જિલ્લાનો આ પુલ આજથી 5 દિવસ માટે રહેશે બંધ, તમામ વાહનો માટે અપાયો આ વૈકલ્પિક રસ્તો](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/11/23/b71cca7ffa9bd924d0a7888b23b54f40170071893351481_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
રાજકોટ જિલ્લાના ગોંડલના પાંજરાપોળ વાળો પૂલ આજથી 5 દિવસ માટે તમામ વાહનો માટે બંધ કરવામાં આવ્યો છે. ગોંડલનો પાંજરાપોળનો રાજવીકાળનો પૂલ તારીખ 23 થી 27 નવેમ્બર સુધી બંધ કરવામાં આવ્યો છે. આ પુલની ફિટનેસ ચેક કરવા માટે આગામી પાંચ દિવસ બંધ કરવામા આવ્યો છે. પુલથી જતાં વાહનો માટે સરકારી હોસ્પિટલ બાજુથી ડાઇવર્ઝન આપવામાં આવ્યું છએ આગામી પાંચ દિવસ લાઈટ મોટર વ્હીકલ સહિતના તમામ વાહનોની અવરજવર આ પુલ પર બંધ રહેશે.
ચીફ ઓફિસર અશ્ર્વિન વ્યાસના જણાવ્યા મુજબ મારવાડી યુનિવર્સિટીના તજજ્ઞો પૂલનો લોડ બેરિંગ ટેસ્ટ કરશે. જેને લઇને આગામી 5 દિવસ આ પુલ બંધ રાખવામા આવશે. પૂલ પરનો વાહનવ્યવહાર બંધ રાખવા માટે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. આ પુલ બંધ રહેતા આ રસ્તેથી જતાં વાહનો માટે વૈકલ્પિક રસ્તો સરકારી હોસ્પિટલ પાસેથી આપવામાં આવ્યો છે. ધોઘાવદર,મોવિયા અને જેતપુર તરફથી આવતા વાહનોને માટે સરકારી હોસ્પિટલ પાસેનો પૂલ વૈકલ્પિક રસ્તો આપવામાં આવ્યો છે.
આ પણ વાંચો
Uttarkashi Tunnel Rescue Operation: આઠ વાગ્યા સુધીમાં બહાર આવી શકે છે સુરંગમાં ફસાયેલા મજૂરો, રેસ્ક્યૂ ટીમના સભ્યએ આપી જાણકારી
Israel-Hamas war: ગાઝામાં સીઝફાયર અગાઉ ઇઝરાયલના હુમલામાં 100 લોકોના મોત, હમાસ સાથેની ડીલ તૂટવાનો ખતરો
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)