શોધખોળ કરો
Advertisement
સૌરાષ્ટ્ર માટે રાહતના સમાચાર, કયો જિલ્લો ફરીથી બન્યો કોરોનામુક્ત? જાણો વિગત
મોરબી જિલ્લો ફરી કોરોના મુક્ત બન્યો છે. જોકે, સાવચેતી રાખવાની જરૂર છે.
મોરબીઃ ગુજરાતમાં એક તરફ કોરોનાના કેસો સતત વધી રહ્યા છે, ત્યારે સૌરાષ્ટ્ર માટે રાહતના સમાચાર આવ્યા છે. સૌરાષ્ટ્રનો મોરબી જિલ્લો ફરીથી કોરોનામુક્ત બન્યો છે. ટંકારાના જયનગર ગામે યુવાનને કોરોના પોઝિટિવ આવ્યો હતો. અમદાવાદથી યુવાન પોતાના પરિવાર સાથે ટંકારાના જયનગર ગામે આવ્યો હતો.
કોરોના પોઝિટિવ આવતા યુવાનને રાજકોટની ક્રાઇસ્ટ હોસ્પિટલમાં રાખવામાં આવ્યો હતો. આજે સ્વસ્થ થતા રજા આપવામાં આવી છે. આ સાથે જ મોરબી જિલ્લો ફરી કોરોના મુક્ત બન્યો છે. જોકે, સાવચેતી રાખવાની જરૂર છે. મોરબી જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ ચાર કેસ નોંધાયા છે. ત્રણ દર્દીઓએ અગાઉ કોરોનાને મ્હાત આપી હતી. આજે છેલ્લા દર્દીએ પણ કોરોનાને મ્હાત આપી છે. આમ, હાલ ગુજરાતમાં એકમાત્ર મોરબી જિલ્લો કોરોનામુક્ત છે.
જોકે, તાપી જિલ્લો પણ ગમે ત્યારે કોરોનામુક્ત બની શકે છે. કારણ કે, આ જિલ્લામાં પણ એક જ એક્ટિવ કેસ છે. તેમજ છેલ્લા કેટલાય દિવસથી આ જિલ્લામાં એક પણ નવો કેસ નોંધાયો નથી. તાપી જિલ્લામાં અત્યાર સુધીમાં પાંચ દર્દીઓ કોરોનાને મ્હાત આપી ચૂક્યા છે. તેમજ આ જિલ્લામાં એક પણ વ્યક્તિનું મોત થયું નથી. આ વિગત https://gujcovid19.gujarat.gov.in પરથી લીધી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ક્રિકેટ
દેશ
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion