(Source: Poll of Polls)
Surat: આઈસર ટેમ્પો ચાલકે 5 વર્ષના બાળકને અડફેટે લેતા ઘટનાસ્થળે જ મોત
સુરતના ભેસ્તાનનો સિદ્ધાર્થનગર વિસ્તાર જ્યાં દર્દનાક દુર્ઘટના બની છે. આઈસર ટેમ્પો ચાલકે 5 વર્ષીય બાળકને અડફેટે લેતા તેનું ઘટનાસ્થળે જ મોત થયું છે.
સુરત: સુરતના ભેસ્તાનનો સિદ્ધાર્થનગર વિસ્તાર જ્યાં દર્દનાક દુર્ઘટના બની છે. આઈસર ટેમ્પો ચાલકે 5 વર્ષીય બાળકને અડફેટે લેતા તેનું ઘટનાસ્થળે જ મોત થયું છે. પોલીસે ટેમ્પોચાલકની ધરપકડ કરી ગુનો નોંધ્યો છે. ફૂટપાથ પર ફ્રૂટ વેચી પરિવારનું ગુજરાન ચલાવતા પ્રકાશભાઈ પોતે દિવ્યાંગ છે. પરિવારમાં પત્ની અને બે બાળકો છે. તેમનો પાંચ વર્ષીય પુત્ર અનમોલ મોબાઈલ જોતો હતો. આ સમયે આઈસર ટેમ્પો ચાલકે તેને અડફેટે લીધો હતો. માથા પર ટાયર ચડી જતાં બાળકનું મોત થયું હતું. વ્હાલસોયા દીકરાના મોતથી પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો છે. મૃતક બાળકના માતા પણ બોલી કે સાંભળી શકતા નથી.
India Weather: હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી 3 દિવસ સુધી ઉત્તર પશ્ચિમ ભારતમાં હવામાનમાં કોઈ ખાસ ફેરફાર થશે નહીં.
રાષ્ટ્રીય રાજધાની દિલ્હી સહિત દેશના મોટાભાગના ભાગોમાં ભારે વરસાદ પડી રહ્યો છે. અનેક વિસ્તારોમાં કરા પણ પડ્યા છે. ભારતીય હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ઉત્તર ભારતના રાજ્યોમાં વરસાદ, આંધી અને વાવાઝોડામાં ઘટાડો થશે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર દિલ્હીના હવામાન પર નજર કરીએ તો આજે વાદળછાયું વાતાવરણ રહેશે. મહત્તમ તાપમાન 29 ડિગ્રી નોંધાશે તો લઘુત્તમ તાપમાન ઘટીને 17 ડિગ્રી થશે. હવે 30 માર્ચથી દિલ્હીમાં વરસાદી માહોલ જોવા મળશે.
જ્યારે ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌમાં વાદળછાયું વાતાવરણ રહેશે, કેટલાક ભાગોમાં સૂર્યપ્રકાશ પણ જોવા મળશે. IMD અનુસાર, મહત્તમ તાપમાન 33 ડિગ્રી સુધી જઈ શકે છે જ્યારે લઘુત્તમ તાપમાન 19 ડિગ્રી સુધી પહોંચી શકે છે. લખનૌમાં 30 માર્ચ સુધી હવામાન આવું જ રહેશે. બીજી તરફ ગાઝિયાબાદ તરફ સૂર્યપ્રકાશ જોવા મળશે, હવામાન સ્વચ્છ રહેશે. અહીં મહત્તમ તાપમાન 29 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 17 ડિગ્રી સુધી પહોંચી શકે છે.
દેશવાસીઓને હીટવેવથી મળશે રાહત...
વાસ્તવમાં, હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી 3 દિવસ સુધી ઉત્તર પશ્ચિમ ભારતમાં હવામાનમાં કોઈ ખાસ ફેરફાર થશે નહીં. જો કે 30 માર્ચથી ફરી એકવાર વરસાદી સિઝન શરૂ થતી જોવા મળી શકે છે. આ સાથે જ દેશના તમામ રાજ્યોમાં લોકોને હીટવેવથી રાહત મળતી જોવા મળશે.
આ રાજ્યોમાં વરસાદી માહોલ રહેશે
હવામાનની આગાહી કરતી એજન્સી સ્કાયમેટ અનુસાર, અરુણાચલ પ્રદેશ, જમ્મુ-કાશ્મીર, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડના ઘણા ભાગોમાં વરસાદ સહિત હિમવર્ષા થવાની સંભાવના છે. IMD અનુસાર, જમ્મુ-કાશ્મીરના મોટાભાગના વિસ્તારોમાં મહત્તમ તાપમાન 7 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન માઈનસ 3 ડિગ્રી સુધી આવી શકે છે. વરસાદ સહિત હિમવર્ષાનો સમયગાળો આગામી કેટલાક દિવસો સુધી આ રીતે ચાલુ રહેશે.