શોધખોળ કરો

SURAT: સુરતના કોન્સ્ટેબલની દિલ્લી પોલીસે ધરપકડ કરતા પોલીસ બેડામાં ચકચાર, જાણો શું છે કિસ્સો

સુરત: શહેરના એક પોલીસ જવાનની દિલ્હી પોલીસે ધરપકડ કરતા ચકચાર મચી ગઈ છે. સુરત શહેરના કાપોદ્રામાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ વિપુલ રણછોડ કોરડીયાની દિલ્હી પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે.

સુરત: શહેરના એક પોલીસ જવાનની દિલ્હી પોલીસે ધરપકડ કરતા ચકચાર મચી ગઈ છે. સુરત શહેરના કાપોદ્રામાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ વિપુલ રણછોડ કોરડીયાની દિલ્હી પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. આ અંગે સામે આવેલી વિગતો અનુસાર વિપુલ નામનો આ કોન્સ્ટેબલ પોતાનો હોદ્દાનો ઉપયોગ કરીને ગુપ્ત રાહે સીડીઆર પુરા પાડતો હતો. જે બાબત ખુલતા જ દિલ્હી પોલીસ દ્વારા કાર્યવાહી કરીને ધરપકડ કરવામાં આવી હતી. તે બાદ સુરત પોલીસ દ્વારા તેને સસ્પેન્ડ કરવામાં આવ્યો છે. વિપુલનું પોસ્ટિંગ કાપોદ્રામાં હતું પણ છેલ્લા 7 મહિનાથી તે ફરજ પર હાજર રહેતો ન હતો. જોકે આ ગંભીર બાબત ધ્યાનમાં આવતા દિલ્હી પોલીસ દ્વારા સુરતથી આ કોન્સ્ટેબલની ધરપકડ કરાતા સુરત પોલીસ ક્ષોભજનક સ્થિતિમાં મુકાઈ છે.

આ ટોળકીએ તાજેતરમાં 500થી વધુ CDR વેચ્યા હતા

વાસ્તવમાં તાજેતરમાં જ દિલ્હી પોલીસે ડિટેક્ટીવ એજન્સીઓ અને પોલીસના એક રેકેટનો પર્દાફાશ કર્યો છે. જે વ્યક્તિઓ ગેરકાયદેસર રીતે લોકોના કોલ ડિટેલ રેકોર્ડ્સ (સીડીઆર) મેળવવા અને વેચવામાં કથિત રીતે સામેલ છે. આ કેસમાં મુખ્ય શંકાસ્પદની ધરપકડ કરવામાં આવી છે જ્યારે આ ગુનામાં સામેલ અન્યને પકડવા માટે દરોડા ચાલુ છે. પોલીસને શંકા છે કે આ ટોળકીએ તાજેતરમાં 500થી વધુ CDR વેચ્યા હતા.

 સીડીઆરની આપલે માટે મોટી રકમ વસૂલવામાં આવે છે

દિલ્હી પોલીસને ખાનગી ડિટેક્ટીવ એજન્સી માટે કામ કરતા એક વ્યક્તિ વિશે માહિતી મળી હતી, જે ગેરકાયદેસર રીતે સીડીઆર આપે છે. તેને રંગે હાથે પકડવા માટે, પોલીસે એક માણસને ગ્રાહક તરીકે ઉભો કર્યો અને ફોન નંબરના CDR માટે એજન્સીનો સંપર્ક કર્યો. પોલીસ દ્વારા છટકું ગોઠવવામાં આવ્યું અને આરોપીઓની એક પછી એક ધરપકડનો દોર શરૂ કરવામાં આવ્યો હતો. આરોપીઓ પાસેથી ફોન નંબરની સીડીઆર અને રૂ. 25,000 ધરાવતી પેન ડ્રાઇવ મળી આવી હતી. પોલીસના જણાવ્યા પ્રમાણે આવી ઘણી એજન્સીઓ આવા કામમાં રોકાયેલી છે અને લોકોની અંગત માહિતી અને સીડીઆરની આપલે માટે મોટી રકમ વસૂલવામાં આવે છે.

આરોપી કોઈ મોટા રેકેટનો ભાગ

પોલીસને આશંકા છે કે આરોપી કોઈ મોટા રેકેટનો ભાગ છે. પૂછપરછ દરમિયાન, ડિટેક્ટીવ એજન્સીનો માલિક અને છેલ્લા ચાર-પાંચ વર્ષથી આ ગેરકાયદેસર પ્રવૃત્તિમાં ભાગ લેનાર વ્યક્તિની ભૂમિકા બહાર આવી હતી. અમને શંકા છે કે ગેંગ દ્વારા 500થી વધુ સીડીઆર વેચવામાં આવ્યા હશે. ગ્રાહકો ફોન નંબર દ્વારા તેમનો સંપર્ક કરતા હતા. આરોપીઓએ ક્લાયન્ટ દ્વારા આપવામાં આવેલા ઈમેલ આઈડીમાં ડ્રાફ્ટ દ્વારા સીડીઆર પણ પૂરા પાડ્યા હતા. અન્ય એક અધિકારીએ જણાવ્યું હતું કે મોટાભાગના સીડીઆર વૈવાહિક વિવાદો અથવા લગ્નેતર સંબંધોની શંકા સાથે સંબંધિત છે. 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Rain News: સુરતમાં અઠવાડિયાના વિરામ બાદ ફરી વરસાદી માહોલ, ભાવનગરમાં પણ મેઘરાજાની એન્ટ્રી
Rain News: સુરતમાં અઠવાડિયાના વિરામ બાદ ફરી વરસાદી માહોલ, ભાવનગરમાં પણ મેઘરાજાની એન્ટ્રી
Gujarat Rain: દક્ષિણ ગુજરાતમાં ફરી મેઘરાજાની ધમાકેદાર બેટિંગ, વલસાડ-વાપી-પારડીમાં ધોધમાર વરસાદ 
Gujarat Rain: દક્ષિણ ગુજરાતમાં ફરી મેઘરાજાની ધમાકેદાર બેટિંગ, વલસાડ-વાપી-પારડીમાં ધોધમાર વરસાદ 
Gujarat Flood: સુરત ખાડી પૂર અને રાજ્યમાં વરસાદને કારણે નુકસાનને લઈ રાજ્ય સરકારની મોટી જાહેરાત, જાણો કેટલી સહાય ચૂકવાશે?
Gujarat Flood: સુરત ખાડી પૂર અને રાજ્યમાં વરસાદને કારણે નુકસાનને લઈ રાજ્ય સરકારની મોટી જાહેરાત, જાણો કેટલી સહાય ચૂકવાશે?
સુરત નાસીરનગર ડિમોલિશન કેસમાં નવો વળાંક: એન્જિનિયરે હાઈકોર્ટમાં વોટ્સએપ ચેટ રજૂ કરી કમિશનર પર લગાવ્યા ગંભીર આરાપો
સુરત નાસીરનગર ડિમોલિશન કેસમાં નવો વળાંક: એન્જિનિયરે હાઈકોર્ટમાં વોટ્સએપ ચેટ રજૂ કરી કમિશનર પર લગાવ્યા ગંભીર આરાપો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : આતંકીઓ ક્યાં ફોડવાના હતા બોમ્બ ?
Hun To Bolish : હું તો બોલીશ : દીકરીઓને વાસી ભોજન કેમ ?
Hun To Bolish : હું તો બોલીશ : વિદ્યાર્થીઓ માટે મુશ્કેલ અમેરિકા
Ambalal Patel Forecast: 20 જુલાઈ બાદ જામશે વરસાદી માહોલ : અંબાલાલ પટેલની આગાહી
Geniben Thakor : કોંગ્રેસ સાંસદ ગેનીબેન ઠાકોરે ફરી અંધશ્રદ્ધા મુદ્દે મહિલાઓને કરી ટકોર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
કાલે દેશના 15 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 70 કિમીની ઝડપે પવન ફૂંકાશે, IMD અપડેટ 
કાલે દેશના 15 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 70 કિમીની ઝડપે પવન ફૂંકાશે, IMD અપડેટ 
લોર્ડ્સમાં અંતિમ મેચ રમશે રોહિત શર્મા? હીટમેનની નિવૃતીના સમાચાર પર BCCI એ તોડ્યું મૌન
લોર્ડ્સમાં અંતિમ મેચ રમશે રોહિત શર્મા? હીટમેનની નિવૃતીના સમાચાર પર BCCI એ તોડ્યું મૌન
Earthquake: મેક્સિકોના દરિયાકાંઠે 7.4ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ, સુનામીની ચેતવણી 
Earthquake: મેક્સિકોના દરિયાકાંઠે 7.4ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ, સુનામીની ચેતવણી 
Ambalal Patel: ગુજરાતમાં આ તારીખથી વરસાદનો નવો રાઉન્ડ! અંબાલાલ પટેલની મોટી આગાહી
Ambalal Patel: ગુજરાતમાં આ તારીખથી વરસાદનો નવો રાઉન્ડ! અંબાલાલ પટેલની મોટી આગાહી
MutualFund: મહિને ₹5,000ની SIPથી બની શકો કરોડપતિ! જાણો ₹1 કરોડ બનતા કેટલો સમય લાગે?
MutualFund: મહિને ₹5,000ની SIPથી બની શકો કરોડપતિ! જાણો ₹1 કરોડ બનતા કેટલો સમય લાગે?
ક્રિકેટના સૌથી 'મહાન ઓલરાઉન્ડર'નું 89 વર્ષની વયે નિધન, ક્રિકેટ જગતમાં શોકનો માહોલ
ક્રિકેટના સૌથી 'મહાન ઓલરાઉન્ડર'નું 89 વર્ષની વયે નિધન, ક્રિકેટ જગતમાં શોકનો માહોલ
Valsad Rain: વલસાડ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ, સ્થાનિક નદીઓમાં ઘોડાપુરની સ્થિતિ
Valsad Rain: વલસાડ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ, સ્થાનિક નદીઓમાં ઘોડાપુરની સ્થિતિ
Gujarat Rain: એક સાથે ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય, આ જિલ્લાઓમાં તૂટી પડશે ભારે વરસાદ
Gujarat Rain: એક સાથે ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય, આ જિલ્લાઓમાં તૂટી પડશે ભારે વરસાદ
Embed widget