Surat: ત્રણ પોટલી દારૂ પીધા પછી યુવકે શું પીધું કે મરી ગયો ? મહિના પછી હતાં બહેનનાં લગ્ન, પરિવારનો આર્થિક સહારો હતો....
યુવકના પરિવારે એકનો એક દીકરો ગુમાવ્યો હોવાથી તેમના માથે આભ તૂટી પડ્યું છે.
સુરતઃ સુરતમાં દેશી દારૂ પીધા બાદ યુવકે પાણીની જગ્યાએ ભૂલમાં એસિડ ગટગટાવતાં મોત થયું હોવાની ચોંકાવનારી ઘટના બની છે. યુવકના પરિવારે એકનો એક દીકરો ગુમાવ્યો હોવાથી તેમના માથે આભ તૂટી પડ્યું છે. વધારે કરૂણાજનક વાત એ છે કે, બહેનના લગ્ન લેવાના એક મહિના અગાઉ જ ઓડીસાના વતની જીતેન્દ્ર રઘાનું મોત થતાં પરિવાર માટે સુખનો પ્રસંગ આવે એ પહેલાં જ માતમનો માહોલ છે.
આ ઘટનાની પોલીસ પાસેથી પ્રાપ્ત વિગતો પ્રમાણે, સુરત માં દેશી દારૂના નશામાં ભાન ભૂલેલા પરપ્રાંતીય યુવકે ભૂલમાં પાણીની જગ્યાએ એસિડ પી લેતાં મોતને ભેટ્યો હોવાનો ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. જિતેન્દ્ર જેના સંચા કારીગર હોવાનું અને ઓડિશાનો રહેવાસી હોવાનું બહાર આવ્યું છે.
જિતેન્દ્રના મોતથી પિતાના નિધન બાદ પરિવારનો એકનો એક આર્થિક સહારો પણ છીનવાઈ જતાં પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો. આવતા મહિને બહેનના લગ્ન લેવાની તૈયારી પણ ચાલી રહી હતી. જિતેન્દ્ર રઘા જેના મૂળ ઓડિશાનો વતની હતો. જિતેન્દ્ર રઘા જેના ત્રણ મહિના પહેલાં જ રોજગારીની શોધમાં સુરત આવ્યો હતો.
પિતાના નિધન બાદ બે બહેન અને વિધવા માતાનો એકનો એક આર્થિક સહારો હતો. દારૂના નશામાં એસિડ પી લીધા બાદ તેણે કહ્યું, મેં એસિડ પી લીધું છે, એટલે તમામ રૂમ પાર્ટનર ચોંકી ગયા હતા. તાત્કાલિક સિવિલ હોસ્પિટલ લઈ આવ્યા હતા, જ્યાં તેને મૃત જાહેર કરાયો હતો..
22 વર્ષની ઉંમરે મિત્ર જિતેન્દ્રના મોતના આઘાતની વતનમાં રહેતા પરિવારને મિત્રોએ જાણ કરતાં જ પરિવાર ચોધાર આંસુએ રડી રહ્યો હતો. જિતેન્દ્ર સંચાના કારખાનામાં સંચા કારીગર તરીકે કામ કરતો હતો. ત્રણ પોટલી બહારથી પીને આવ્યો હતો. ત્રણ પોટલી સાથે લઈને આવ્યો હતો. જિતેન્દ્રની એક બહેનના આવતા મહિને લગ્ન પણ લેવાના હતા. પાંડેસરા પોલીસે રવિવારની રાત્રે બનેલી ઘટના બાદ આગળની તપાસ હાથ ધરી છે.
સુરત કોરોના કહેર યથાવત છે. સુરત મનપા હેલ્થકેર 173 વર્કર કોરોના પોઝિટિવ
સુરત કોરોના કહેર યથાવત છે. સુરત મનપા હેલ્થકેર 173 વર્કર કોરોના પોઝિટિવ છે. તો હાલ 300 કરતા વધુ દર્દી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. 22 દર્દી વેન્ટિલેટર અને 81 દર્દી ઓક્સિજ પર છે. સતત ઓક્સિજન પર પણ દર્દીઓ વધી રહ્યાં છે. છેલ્લા 24 કલાક માં 9 શાળા 59 વિધાર્થી સંક્રમિત થયા છે.
સુરતના અઠવા વિસ્તારમાં કોરોના કહેર યથાવત છે. એકબાદ એક સોસાયટી ક્લસ્ટર જાહેર કરાઇ રહી છે. ગાર્ડન પેલેસ,ગ્રીન ગાર્ડન,નેમિનાથ એપારમેન્ટ, દિવ્યપથ એપારમેન્ટ અને સુરત ના સિટીલાઈટ વિસ્તારમાં આંખે આખી સોસાયટી અને એપારમેન્ટ સમૂહ કોરોનાટાઇન છે.