શોધખોળ કરો

સુરત: ભાજપ અધ્યક્ષને આવકારવા લગાવવામાં આવેલા બેનરો ફાડી નાખવામાં આવતા રાજકારણ ગરમાયું

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા ગુજરાત આવી રહ્યા છે ત્યારે કડોદરા ખાતે લગાવવામાં આવેલા બેનરો ફાડી નાખવામાં આવતા ભાજપમાં રોષ જોવા મળી રહ્યો છે. રાત્રે પોણા ત્રણ વાગ્યે બેનરો ફાડી નાખવામાં આવ્યા હતા

સુરત: ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા ગુજરાત આવી રહ્યા છે ત્યારે સુરતના કડોદરા ખાતે લગાવવામાં આવેલા બેનરો ફાડી નાખવામાં આવતા ભાજપમાં રોષ જોવા મળી રહ્યો છે. રાત્રે પોણા ત્રણ વાગ્યે બેનરો ફાડી નાખવામાં આવ્યા હતા આ ઘટનાના દ્રશ્યો CCTVમાં પણ કેદ થયા છે. મોટસાયકલ ઉપર કેટલાક ઈસમો આવ્યા હતા અને બેનર ફાડી નાસી છૂટ્યા હતા. તમને જણાવી દઈએ કે, આગામી તારીખ 7 મેના રોજ જેપી નડ્ડા કડોદરા પધારવાના છે જેને લઈને ભાજપ દ્વારા તૈયારીઓ પૂરી કરી લેવામાં આવી છે. ભાજપ અધ્યક્ષના સ્વાગત માટે બેનરો લગાવવામાં આવ્યા હતા, જો કે ગત રાત્રે કોઈએ આ બેનરો ફાડી નાખતા રાજકારણ ગરમાયું છે. તો આ અંગે ભાજપ દ્વારા પોલીસ ફરિયાદ આપવાની તજવીજ હાથ ધરી છે.

વિધાનસભા ચૂંટણી પહેલા ગુજરાત આવી કોંગ્રેસ- ભાજપમાં ગાબડુ પાડશે કેજરીવાલ
Arvind Kejriwal Saurashtra visit:: ગુજરાત ભાજપના ગઢ રાજકોટમાં દિલ્હીના સીએમ કેજરીવાલ સભા ગજવવાના છે. દિલ્હીના CM અરવિંદ કેજરીવાલ 11મી એ સૌરાષ્ટ્રના પ્રવાસે આવશે. સૌરાષ્ટ્રના પાટનગર રાજકોટથી વિધાનસભા ચૂંટણી 2022ના પ્રચારનો આરંભ કરશે. રાજકોટમાં 11મેના રોજ શાસ્ત્રી મેદાનમાં કેજરીવાલની જંગી જાહેરસભા યોજાવાની છે. રાજકોટ સહીત સૌરાષ્ટ કચ્છના AAPના કાર્યકરો આ સભામાં હાજરી આપશે. રાજકોટના શાસ્ત્રી મેદાનમાં અરવિંદ કેજરીવાલની જાહેરસભાને લઇને તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. અરવિંદ કેજરીવાલ 11મી સાંજે 5 વાગ્યે જાહેરસભા સંબોધશે. આ દરમિયાન રાજકોટમાં AAPના ઇંદ્રનીલ રાજ્યગુરુ, વશરામ સાગઠીયા, રાજભા ઝાલા અને શિવલાલ બારસીયા સહીત અગ્રણીઓ તૈયારીમાં લાગ્યા છે. અરવિંદ કેજરીવાલની હાજરીમાં કોંગ્રેસ- ભાજપના કેટલાક નેતાઓ AAPની ટોપી પહેરે તેવી રાજકીય હલચલ જોવા મળી રહી છે.

નરેશ પટેલ બાદ હાર્દિક પટેલ ભાજપના નેતાઓ સાથે જોવા મળતા રાજકારણ ગરમાયું
જામનગર: છેલ્લા થોડા દિવસથી હાર્દિક પટેલ અને નરેશ પટેલને લઈને રાજકારણ ગરમાયું છે. નરશે પટેલ તાજેતરમાં જ ભાજપના નેતાઓ સાથે જોવા મળતા અટકળો વહેતી થઈ હતી કે શું તેઓ ભાજપમાં જોડાશે? તો હવે કોંગ્રેસના સ્ટેટ નેતૃત્વથી નારાજ ચાલી રહેલા હાર્દિક પટેલ ભાજપના નેતાઓ સાથે જોવા મળતા રાજકારણ ગરમાયું છે. હકિકતમાં જામનગરમાં ધારાસભ્ય હકુભા જાડેજા દ્વારા આયોજિત ભાગવત સપ્તાહમાં ગતરાત્રીએ ડાયરો યોજાયો હતો જેમા અનેક નેતાઓ જોવા મળ્યા હતા. જેમા હાર્દિક પટેલ , જીતુ વાઘાણી, રમેશ ધડુક, કાંધલ જાડેજા, જયેશ રાદડિયા સહિતના નેતાઓ હાજર રહ્યા હતા. આ દરમિયાન હાર્દિક પટેલે તમામ નેતાઓ સાથે હાથ મીલાવ્યા હતા. તેથી એવી પણ અટકળો લગવવામાં આવી રહી છે કે શું હવે હાર્દિક હાથનો સાથ છોડશે?

ટોપ સ્ટોરી

સુરતમાં ગરબા રમતા રત્નકલાકારનું મોત, છાતીમાં દુખાવો થતાં ઢળી પડ્યા
સુરતમાં ગરબા રમતા રત્નકલાકારનું મોત, છાતીમાં દુખાવો થતાં ઢળી પડ્યા
સુરતમાં નિર્માણ પામશે બીજું ખોડલધામ: અન્નપૂર્ણા ખોડલધામ સંકુલની સત્તાવાર જાહેરાત
સુરતમાં નિર્માણ પામશે બીજું ખોડલધામ: અન્નપૂર્ણા ખોડલધામ સંકુલની સત્તાવાર જાહેરાત
સુરત ડૉ. હર્ષ પંડ્યા આપઘાત કેસમાં વધુ એક આરોપી ડૉ. અનુજ ઝડપાયો, ડૉ. નિરાલી હજુ ફરાર
સુરત ડૉ. હર્ષ પંડ્યા આપઘાત કેસમાં વધુ એક આરોપી ડૉ. અનુજ ઝડપાયો, ડૉ. નિરાલી હજુ ફરાર
Surat: ડૉ. હર્ષ પંડ્યા આત્મહત્યા કેસમાં પોલીસની મોટી કાર્યવાહી, બે મહિલા તબીબની ધરપકડ
Surat: ડૉ. હર્ષ પંડ્યા આત્મહત્યા કેસમાં પોલીસની મોટી કાર્યવાહી, બે મહિલા તબીબની ધરપકડ

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | નહીં ચાલે ડાયરી
Hun To Bolish | હું તો બોલીશ | કંદમૂળનો કેચઅપ
Hun To Bolish | હું તો બોલીશ | સમાજ સુધારણાના નવા નિયમ
Hun To Bolish | હું તો બોલીશ | મનમાની કોની ?
Mumbai | મુંબઈની ઈમારતમાં આગ લાગતા એકનું મોત, 10થી વધુ લોકોનું કરાયું રેસ્ક્યૂ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતમાં ઘેરાતું વીજ સંકટ: ગ્રામીણ વિસ્તારો બાદ હવે ઉદ્યોગોમાં વીજકાપ, ઉકેલ માટે દિલ્હીમાં બેઠકોનો ધમધમાટ
ગુજરાતમાં ઘેરાતું વીજ સંકટ: ગ્રામીણ વિસ્તારો બાદ હવે ઉદ્યોગોમાં વીજકાપ, ઉકેલ માટે દિલ્હીમાં બેઠકોનો ધમધમાટ
ગુજરાત ST નિગમના કર્મચારીઓ માટે મોટા સમાચાર: મોંઘવારી ભથ્થામાં 2% નો વધારો, હવે મળશે 60% DA
ગુજરાત ST નિગમના કર્મચારીઓ માટે મોટા સમાચાર: મોંઘવારી ભથ્થામાં 2% નો વધારો, હવે મળશે 60% DA
24.7 KM માઈલેજ, કિંમત 10 લાખથી ઓછી, Mahindra XUV 3XO ZNG લોન્ચ 
24.7 KM માઈલેજ, કિંમત 10 લાખથી ઓછી, Mahindra XUV 3XO ZNG લોન્ચ 
હવે ડીઝલ ટ્રકોનો ખેલ ખતમ! માર્કેટમાં આવી રહ્યા છે ઇલેક્ટ્રિક ટ્રક, જાણો ફીચર્સ
હવે ડીઝલ ટ્રકોનો ખેલ ખતમ! માર્કેટમાં આવી રહ્યા છે ઇલેક્ટ્રિક ટ્રક, જાણો ફીચર્સ
PM Kisan 24th Instalment: કયા મહિને મળશે આગામી હપ્તો, ચેક કરો તમામ વિગતો
PM Kisan 24th Instalment: કયા મહિને મળશે આગામી હપ્તો, ચેક કરો તમામ વિગતો
સુરતમાં નિર્માણ પામશે બીજું ખોડલધામ: અન્નપૂર્ણા ખોડલધામ સંકુલની સત્તાવાર જાહેરાત
સુરતમાં નિર્માણ પામશે બીજું ખોડલધામ: અન્નપૂર્ણા ખોડલધામ સંકુલની સત્તાવાર જાહેરાત
અમેરિકાની સ્કૂલમાં વધુ એક ફાયરિંગની ઘટના, 3 બાળકો સહિત 5નાં મોત, મચી ગઇ નાસભાગ
અમેરિકાની સ્કૂલમાં વધુ એક ફાયરિંગની ઘટના, 3 બાળકો સહિત 5નાં મોત, મચી ગઇ નાસભાગ
Diwali Bonus 2026: દિવાળી પહેલા સરકારે બોનસની કરી જાહેરાત,જાણો કયા કર્મચારીઓને મળશે?
Diwali Bonus 2026: દિવાળી પહેલા સરકારે બોનસની કરી જાહેરાત,જાણો કયા કર્મચારીઓને મળશે?
Embed widget