શોધખોળ કરો
Advertisement
સુરતમાં કોંગ્રેસના ક્યા કોર્પોરેટરે માંગી 15 હજારની લાંચ ? લાંચ લેતાં સાગરિત ઝડપાયો ને કોર્પોરેટર ફરાર
ભેસ્તાનના કોંગ્રેસ કોર્પોરેટર સતીશ પટેલ પર લાંચ માંગવાનો આરોપ છે. બાંધકામ ગેરકાયદેસર હોવાનું કહી 20 હજારની લાંચની માંગ કરી હતી.
સુરત: કોંગ્રેસના કોર્પોરેટર પર લાંચનો આરોપ આરોપ લાગ્યો છે. ભેસ્તાનના કોંગ્રેસ કોર્પોરેટર સતીશ પટેલ પર લાંચ માંગવાનો આરોપ છે. બાંધકામ ગેરકાયદેસર હોવાનું કહી 20 હજારની લાંચની માંગ કરી હતી. ACBએ 2 આરોપીઓ બતાવ્યા છે. ACBએ 15 હજાર સ્વીકારતા અન્ય આરોપી અભિરાજ એજવાની ધરપકડ કરી છે. જોકે, કોંગ્રેસના કોર્પોરેટર સતીશ પટેલ ACBની રેડ દરમ્યાન મળી આવ્યા નથી.એક બાદ એક કોંગ્રેસ અને ભાજપના કોર્પોરેટર લાંચના આરોપમાં.પકડાઈ ચુક્યા છે.
વોર્ડ નં-38 ભેસ્તાનના કોર્પોરેટર સતિષ પટેલે પાંડેસરા ઈન્ડસ્ટ્રીયલમાં બાંધકામ કરી રહેલા કારખાનેદારને લાંચ ન આપે તો ડિમોલીશન કરાવી દેવાની ધમકી આપી હતી. તેમણે લાંચ પેટે 20 હજાર રૂપિયાની માંગણી કરી હતી.બાદમાં 15 હજાર આપવાનું નક્કી થયું હતું. કારખાનેદારે મિત્રની મદદથી એસીબીમાં ફરિયાદ કરતા બુધવારે બપોરે જન્માષ્ટમીના દિવસે જીઆવ રોડ, આસારામ સોસાયટી પાસે છટકું ગોઠવી કોર્પોરેટર સતિષના સાગરિત અભીરાજ ઉર્ફે અભી દેવરજન એજવા(જીઆવ રોડ,ભેસ્તાન)ને 15 હજારની લાંચ લેતા ઝડપી પાડયો હતો.
નોંધનીય છે કે, અત્યાર સુધીમાં પાલિકાના 6 કોર્પોરેટરો તેમજ તેમના પરિવારના કેટલાક સભ્ય પણ લાંચ કાંડમાં પકડાયા છે. જેમાં ભાજપના 3 અને કોંગ્રેસના 3નો સમાવેશ થાય છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
બિઝનેસ
શિક્ષણ
Advertisement
gujarati.abplive.com
Opinion