શોધખોળ કરો

રાજ્યમાં નકલી ટોસિલિઝુમેબ ઇન્જેક્શનના કૌભાંડનો પર્દાફાશ, જાણો કેવી રીતે થયો ખુલાસો?

રાજ્યના ફુડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા સુરતમાંથી નકલી ટોસિલિઝુમેબ ઇન્જેક્શનનું કૌભાંડ ઝડપી પાડવામાં આવ્યું હતું

  સુરતઃ  રાજ્યના ફુડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા સુરતમાંથી નકલી ટોસિલિઝુમેબ ઇન્જેક્શનનું કૌભાંડ ઝડપી પાડવામાં આવ્યું હતું. ફૂડ એન્ડ ડ્રગ વિભાગના કમિશ્નર ડૉ. એચ.જી કોશીયાએ જણાવ્યું હતું કે, અમદાવાદના ભૂયંગદેવ વિસ્તારમાં આવેલી સંજીવની હોસ્પિટલમાં ફરજ બજાવતા ડોક્ટર દેવાંગ શાહને દર્દીને ટોસિલિઝુમેબ ઇન્જેક્શન આપતા સમયે શંકા ગઇ હતી. જેથી તેમણે ફરિયાદ દાખલ કરી હતી. બાદમાં અધિકારીઓએ દર્દીના સગા ઇન્જેક્શન ક્યાંથી લાવ્યા તે અંગે પૂછપરછ કરી હતી. જેમાં ખુલાસો થયો હતો કે તેઓ સાબરમતીમાં આવેલી મા ફાર્મસીના આશિષ શાહ પાસેથી 1.35 લાખ રૂપિયામાં બિલ વગર ઇન્જેક્શન લીધું હતું. તપાસનાં અંતે સુરતના સોહેલ ઇસ્માઇલ તાઇના ઘરે દરોડા પાડતા સમગ્ર કૌભાંડનો ખુલાસો થયો હતો. આ મામલે 5 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. જેમાં સોહેલ ઇસ્માઇલ, નિલેશ લાલીવાલા, અક્ષય શાહ, હર્ષ ઠાકોર અને આશિષ શાહનો સમાવેશ થાય છે. રાજયના ફુડ એન્ડ ડ્રગ કમિશ્નર ડૉ.એચ.જી.કોશિયાએ જણાવ્યુ હતું કે, સુરતમાં રહેતા શોહેલ ઈસ્માઈલ તાઈ નામના વ્યક્તિના ઘર પર દરોડો પાડી ફૂડ એંડ ડ્રગ્સ વિભાગે ઈન્જેક્શન બનાવવાના કાચા દ્રવ્યો, પેકિંગ મટિરિટલ, ફિલિંગ અને શિલિંગ મશીન સહીતની 8 લાખની મિનિ મશીનરી જપ્ત કરી હતી. શોહેલ નામનો આ શખ્સ હર્ષ ઠાકોર અને નિલેષ લાલીવાડાને સાથે રાખીને કૌભાંડ આચરતો હોવાનો પણ ખુલાસો થયો હતો. તંત્રએ મા ફાર્મસીમાં તપાસ કરતા ત્યાંથી દવાનો કોઇ જથ્થો મળી આવ્યો નહોતો.  પરંતુ તેઓ આ ઇન્‍જેક્શન હર્ષ ભરતભાઇ ઠાકોર, ચાંદખેડા, અમદાવાદ પાસેથી વગર બીલે રોકડેથી રૂ. ૮૦,૦૦૦/- માં ૪ બોક્ષ ખરીદ્યા હતા જે પૈકી ૩ બોક્ષ મા ફાર્મસીને આપેલ અને ૧ બોક્ષ પાછળથી ખબર પડતા નાશ કર્યા હતા અને તંત્ર દ્વારા હર્ષ ભરતભાઇ ઠાકોરની પુછપરછ કરતાં તેઓ આ ઇન્જેક્શન પાલડીમાં હેપી કેમીસ્ટ એન્ડ પ્રોટીન હાઉસ ધરાવતા નિલેશ લાલીવાલા પાસેથી વગર બીલે રૂ.૭૦,૦૦૦/- માં ૪ બોક્ષની રોકડેથી ખરીદી કરી હતી. રાજયના ફુડ એન્ડ ડ્રગ કમિશ્નર ડૉ.એચ.જી.કોશિયાએ જણાવ્યુ હતું કે, હેપી કેમીસ્ટ એન્ડ પ્રોટીન હાઉસના માલીક નિલેશ લાલીવાલાની પુછતાછ કરતાં તેઓના કબજા માંથી “NANDROLONE DECANOATE 250 MG /MLના ૨ બોક્સ મળી આવેલ. જે બનાવટી ટોસીલીઝુમેબ ઇન્જેક્શનના કાર્ટનની ડિઝાઇન સાથે મળતા આવે છે. જેને ફોટોશોપમાંથી એડીટ કરી તેના ઉપર બનાવટી ટોસીલીઝુમેબ ઇન્જેક્શનનુ નામ લખી હર્ષ ભરતભાઇ ઠાકોર દ્વારા લેબલની ડીઝાઇનમાં ચેડા કરવાનું પ્રાથમીક રીતે જણાઈ આવ્યુ છે.વધુમાં નિલેશ લાલીવાલાની પુછપરછ કરતાં તેઓ આ બનાવટી ઇન્‍જેક્શન સુરત ખાતેથી સોહેલ ઇસ્માઇલ તાઇ નામની વ્યક્તિ પાસેથી મંગાવતો હતા.શોહેલ ઈસ્માઈલ નંદ રોલોન ડેસીનોટીનું પણ બનાવટી ઉત્પાદન કરતો હતો. અધિકારીઓએ સોહેલ ઇસ્માઇલ તાઇના ઘરે દરોડો પાડતાં ફિલીંગ મશીન, સિલીંગ મશીન, કોડીંગ મશીન, બનાવટના કાચા દ્રવ્યો, પેકીંગ મટીરીયલ વિગેરે મળી આવ્યું હતું. તેમણે કહ્યુ કે, આ સમગ્ર તપાસમાં સંડોવાયેલ સોહેલ ઇસ્માઇલ તાઇએ બનાવટી “NANDROLONE DECANOATE 250 MG /ML Mfg. Genic Pharmaના નામનો ઉપયોગ કરી ઉત્પાદન કરી Genic Pharma ના નામના ટોસીલીઝુમેબ ઇન્જેક્શન ૨૫૦ એમ.જી. / એમ.એલ. (એક્ટેમરા)ના બનાવટી લેબલ બનાવી હર્ષ ઠાકોર તથા નિલેશ લાલીવાલા સાથે રહીને કોભાંડ કરતા હોવાનું પકડાયુ છે. કોશિયાએ કહ્યું હતું કે, કોરોનાના કપરાકાળમાં પણ નાગરિકોને ગુણવત્તાયુકત દવાઓ મળી રહે એ માટે રાજય સરકાર સતત પ્રયત્નશીલ છે.કોરોના સામે રક્ષણ આપતુ ટોસીલીઝૂમેબ ઈન્જેકશનનુ સુરતથી નકલી વેચાણનુ રાજય વ્યાપી કૌભાંડ ઔષધ નિયમન તંત્ર દ્વારા પકડી પાડવામાં આવ્યુ છે. જરૂરિયાત ધરાવતા દર્દીઓને આ ટોસીલીઝૂમેબ ઈન્જેકશનનો જથ્થો સરળતાથી મળી રહે એ માટે મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ સતત મોનીટરીગ કરવામા આવી રહ્યુ છે અને દર્દીઓને આ ઈન્જેકશન રાજય સરકાર દ્વારા વિનામૂલ્યે પૂરા પાડવામાં આવી રહ્યા છે.

ટોપ સ્ટોરી

સુરતમાં ગરબા રમતા રત્નકલાકારનું મોત, છાતીમાં દુખાવો થતાં ઢળી પડ્યા
સુરતમાં ગરબા રમતા રત્નકલાકારનું મોત, છાતીમાં દુખાવો થતાં ઢળી પડ્યા
સુરતમાં નિર્માણ પામશે બીજું ખોડલધામ: અન્નપૂર્ણા ખોડલધામ સંકુલની સત્તાવાર જાહેરાત
સુરતમાં નિર્માણ પામશે બીજું ખોડલધામ: અન્નપૂર્ણા ખોડલધામ સંકુલની સત્તાવાર જાહેરાત
સુરત ડૉ. હર્ષ પંડ્યા આપઘાત કેસમાં વધુ એક આરોપી ડૉ. અનુજ ઝડપાયો, ડૉ. નિરાલી હજુ ફરાર
સુરત ડૉ. હર્ષ પંડ્યા આપઘાત કેસમાં વધુ એક આરોપી ડૉ. અનુજ ઝડપાયો, ડૉ. નિરાલી હજુ ફરાર
Surat: ડૉ. હર્ષ પંડ્યા આત્મહત્યા કેસમાં પોલીસની મોટી કાર્યવાહી, બે મહિલા તબીબની ધરપકડ
Surat: ડૉ. હર્ષ પંડ્યા આત્મહત્યા કેસમાં પોલીસની મોટી કાર્યવાહી, બે મહિલા તબીબની ધરપકડ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : 'હર્ષ'નો ગરબો
Hun To Bolish : હું તો બોલીશ : 'ખોડલધામ' બાદ હવે 'અન્નપૂર્ણા ખોડલધામ'
Hun To Bolish : હું તો બોલીશ : વીજસંકટ ?
Ahmedabad Accident: અમદાવાદમાં રફ્તારનો કહેર! બેફામ કારચાલકનો વીડિયો વાયરલ
Surat Annapurna Khodaldham: પાટીદાર સમાજ માટે મોટા સમાચાર! સુરતમાં બનશે અન્નપૂર્ણા ખોડલધામ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ન્યૂઝીલેન્ડ પ્રવાસ માટે ભારતની વનડે અને ટેસ્ટ ટીમની જાહેરાત, જાણો કોણ બન્યું કેપ્ટન 
ન્યૂઝીલેન્ડ પ્રવાસ માટે ભારતની વનડે અને ટેસ્ટ ટીમની જાહેરાત, જાણો કોણ બન્યું કેપ્ટન 
વિરોધ પહેલા જ  દિલ્હી પોલીસે અભિજીત દિપકે અને નેહા બોરાની કરી અટકાયત
વિરોધ પહેલા જ  દિલ્હી પોલીસે અભિજીત દિપકે અને નેહા બોરાની કરી અટકાયત
Gujarat : ખેડૂતો માટે માઠા સમાચાર, NPK ખાતરના ભાવમાં થયો મોટો વધારો!
Gujarat : ખેડૂતો માટે માઠા સમાચાર, NPK ખાતરના ભાવમાં થયો મોટો વધારો!
Gold Silver Price: સોના-ચાંદીના ભાવમાં ઘટાડો, ₹11700 સુધી તૂટ્યા ભાવ, જાણો કારણ
Gold Silver Price: સોના-ચાંદીના ભાવમાં ઘટાડો, ₹11700 સુધી તૂટ્યા ભાવ, જાણો કારણ
SIP Calculator: 40 વર્ષ સુધી ઝીરો સેવિંગ બાદ પણ 60 સુધીમાં બનાવી શકો 3 કરોડનું ફંડ, કેલ્ક્યુલેશન 
SIP Calculator: 40 વર્ષ સુધી ઝીરો સેવિંગ બાદ પણ 60 સુધીમાં બનાવી શકો 3 કરોડનું ફંડ, કેલ્ક્યુલેશન 
ગુજરાતમાં ઘેરાતું વીજ સંકટ: ગ્રામીણ વિસ્તારો બાદ હવે ઉદ્યોગોમાં વીજકાપ, ઉકેલ માટે દિલ્હીમાં બેઠકોનો ધમધમાટ
ગુજરાતમાં ઘેરાતું વીજ સંકટ: ગ્રામીણ વિસ્તારો બાદ હવે ઉદ્યોગોમાં વીજકાપ, ઉકેલ માટે દિલ્હીમાં બેઠકોનો ધમધમાટ
Mangal Gochar 2026: દિવાળી બાદ ચમકશે 4 રાશિઓની કિસ્મત! મંગળ પ્રગતિની આપશે તક 
Mangal Gochar 2026: દિવાળી બાદ ચમકશે 4 રાશિઓની કિસ્મત! મંગળ પ્રગતિની આપશે તક 
RBI એ બેંકો માટે લાગુ કર્યો નવો નિયમ, શું તમારા ખાતા પર પડશે અસર?
RBI એ બેંકો માટે લાગુ કર્યો નવો નિયમ, શું તમારા ખાતા પર પડશે અસર?
Embed widget