શોધખોળ કરો
Advertisement
નર્મદા નદીમાં ઉપરથી પાણી આવતાં ભરુચમાં ઘૂસી ગયા પાણી, લોકોમાં ફફડાટ
ભરુચમાં નર્મદાના પાણી ઘૂસી ગયા ગયા છે. ભરુચના અનેક વિસ્તારોમાં પાણી ઘૂસી જતાં લોકોમાં ફફડાટ ફેલાયો છે. લોકોના ઘરમાં પણ પાણી ઘૂસવાના શરૂ થયા છે.
ભરુચઃ નર્મદા નદીમાં ઉપરથી પાણી આવતાં નર્મદામાં પૂરની સ્થિતિ સર્જાઇ છે. જેને કારણે ભરુચમાં નર્મદાના પાણી ઘૂસી ગયા ગયા છે. ભરુચના અનેક વિસ્તારોમાં પાણી ઘૂસી જતાં લોકોમાં ફફડાટ ફેલાયો છે. ભરૂચ અને આસપાસના વિસ્તારોમાં નર્મદાના પાણી ઘૂસી ગયા છે. લોકોના ઘરમાં પણ પાણી ઘૂસવાના શરૂ થયા છે. સરદાર સરોવર ડેમથી વિપુલ માત્રમા પાણી છોડતા નર્મદા નદીમાં ઘોડાપુર આવ્યું છે. ભરૂચના ગોલ્ડન બ્રિજ ખાતે નર્મદા નદીની જળ સપાટી 32.50એ પહોંચી છે.
જીલ્લામાં ત્રણ હજાર લોકોનું કરાયુ સ્થળાંતર કરવામાં આવ્યું છે. તેમજ તમામ લોકોનું આરોગ્ય વિભાગની સૂચનાથી હેલ્થ સ્ક્રીનિંગ કરાઇ રહ્યું છે. જીલ્લામાં બે એનડીઆરએફની ટીમ મોજુદ છે. એક ટીમને સ્ટેન્ડબાય રખાઇ છે.જીલ્લા કલેક્ટર ધ્વારા સ્થળાંતર માટે મામલતદાર, નાયબ મામલતદાર, ટીડીઓ સહિતના અધિકારીઓની 50થી વધુ ટીમ બનાવવામાં આવી છે. જીલ્લાના એક માત્ર કોવિડ સમસાનમા નદીના પણી ફરી વળતા જીલ્લા પ્રશાસને વૈકલ્પિક વ્યવસ્થા કરી છે.
સરદાર સરોવરમાંથી છોડવામાં આવતા પાણીના પગલે સુનોર નર્મદા નદીના પાણીમાં વધારો થયો છે. સિનોર ખાતે નર્મદા નદીમાં પાણીનો ભારે પ્રવાહ અવિરત ચાલુ છે. પાણીની આવકમાં વધારો થતાં સિનોરનું રામજી મંદિર ઘાટના 150 પગથિયા પાણીમાં ગરકાવ થયા છે. ઘાટ પર આવેલ કોટેસ્વર મહાદેવ, મલ્હારેસ્વર મંદિરો પાણીમાં ડૂબ્યા છે. નર્મદા નદીમાં પુર આવતા ગરૂડેશ્વર નર્મદા પુલનો પાયો ધોવાયો છે. ગરૂડેશ્વર અને મોટી રાવલને જોડતા પુલમાં ગરૂડેશ્વર તરફનાં છેડે પાયો ધોવાયો છે.
સ્ટેટ હાઇવે પર આ પુલ આવેલો છે જ્યાં રાજપીપળાથી વડોદરા અને છોટાઉદેપુરને જોડે છે. અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ એચ.કે.વ્યાસે જાહેરનામું બહાર પાડ્યું છે. ધોવાણને કારણે પુલને નુકસાન થાય તો જનતાને હાનિ ન થાય તે માટે વાહન વ્યવહાર બંધ કરાયો છે. તાત્કાલિક અસરથી ટ્રાફિક ડાયવર્ટ કરાયો છે. રાજપીપળાથી ભાણદ્રા ચોકડીથી ગોરા નવા પુલ થઈ કેવડિયા-ગરૂડેશ્વર ડાઈવર્ઝન અપાયું છે. એ જ રીતે વડોદરા છોટાઉદેપુરથી આવતા વાહનો ગરૂડેશ્વરથી કેવડિયા ગોરા પુલ થઈને ભાણદ્રા ચોકડીથી રાજપીપલા તરફ આવી શકશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
ક્રિકેટ
દુનિયા
Advertisement
gujarati.abplive.com
Opinion