Gujarat Election : વિધાનસભા ચૂંટણી પહેલા કોંગ્રેસને વધુ એક ઝટકો, સુરતના કયા દિગ્ગજ નેતા જોડાશે ભાજપમાં?
ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસને એક પછી એક ઝટકા લાગી રહ્યા છે. કોંગ્રેસના પૂર્વ પ્રમુખ ભાજપમાં જોડાશે. મોહન પટેલ ઉર્ફે મોહન ભાટિયા ભાજપમાં જોડાશે.
સુરતઃ ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસને એક પછી એક ઝટકા લાગી રહ્યા છે. કોંગ્રેસના પૂર્વ પ્રમુખ ભાજપમાં જોડાશે. મોહન પટેલ ઉર્ફે મોહન ભાટિયા ભાજપમાં જોડાશે. 12 વર્ષથી જિલ્લા કોંગ્રેસના પ્રમુખ હતા. અન્ય આગેવાનો પણ જોડશે ભાજપમા.
Arvind Kejriwal Gujarat Visit: જેમ-જેમ ગુજરાતની ચુંટણીઓ નજીક આવી રહી છે તેમ તેમ રાજકીય નેતાઓનો પ્રવાસ અને સભાઓનો દૌર વધી રહ્યો છે, ત્યારે ગુજરાત વિધાનસભામાં પગ પેસારો કરવા માટે આમ આદમી પાર્ટી પણ તાકાત લગાવી રહી છે, ત્યારે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ હાલમાં ગુજરાતના પ્રવાસે છે. આ દરમિયાન તેમણે જામનગર, વડોદરા અને બોડેલી ખાતે સભા કરી હતી. તો બીજી તરફ વિધાનસભાની ચૂંટણી પહેલા ભાજપને મોટો ફટકો લાગ્યો છે. જામનગરના પૂર્વ મેયર અને ભાજપના વરિષ્ઠ નેતા કનકસિંહ જાડેજા આમ આદમી પાર્ટીમાં જોડાયા છે. કનકસિંહ જાડેજા અરવિંદ કેજરીવાલની હાજરીમાં પાર્ટીમાં જોડાયા હતા.
અરવિંદ કેજરીવાલે આ પ્રવાસ દરમિયાન સૌ પહેલા જામનગરમાં ઓશવાલ સેન્ટર ખાતે શહેરના વેપારીઓ સાથે વાતચીત કરી અને તેની સમસ્યાઓ જાણવાના એક કાર્યક્રમમાં તેવો હાજર રહ્યા હતા. કેજરીવાલે કહ્યું કે ગુજરાતના લોકો તરફથી બહુ જ સમર્થન મળી રહ્યું છે જેને કારણે ભાજપને તકલીફ થઇ રહી છે અને ભાજપને બહુ અહંકાર આવી ગયો છે. તો વેપારીઓ સાથેની વાતચીત દરમિયાન ગુજરાતમાં દારૂબંધીને લઈને પણ કેજરીવાલે સરકાર પર પ્રહારો કર્યા ને કહ્યું કે ગુજરાતમાં દારૂબંધી વચ્ચે જોઈએ તે બ્રાન્ડનો દારુ હોમ ડીલેવરીથી મળે છે. આ ઉપરાંત કેજરીવાલે લઠાકાંડને લઈને પણ સી.આર.પાટીલ અને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને આડે હાથ લીધા હતા.
Lumpy Virus: કોંગ્રેસ નેતા લલીત કગથરાએ ક્યા નેતાઓની સરખામણી ગીધ સાથે કરી
Lumpy Virus: લમ્પી વાયરસ મામલે આજે કોગ્રેસે કચ્છમાં આક્રમક વિરોધ કર્યો હતો. આ અગાઉ કચ્છની બે દિવસની મુલાકાતે આવેલા કોગ્રેસના આગેવાનોએ આજે કચ્છમાં ગૌ સંવેદના સંમેલન યોજ્યુ હતુ. જેમાં ભાજપ સરકાર પર પ્રહારો સાથે આંકડાકીય રમત રમી સરકાર ગાયો મુદ્દે ગંભીર ન હોવાનો કોગ્રેસે આક્ષેપ કર્યો હતો. તાત્કાલીક સહાયની માંગ પણ કોગ્રેસના ધારાસભ્યોએ કરી હતી.
લમ્પી વાયરસથી સૌથી અસરગ્રસ્ત કચ્છ જીલ્લામાં મૃત્યુનો આંકડો છુપાવી સરકાર સંવેદનશીલ રીતે કામ કરી રહી હોવાના આક્ષેપ સાથે આજે ભુજમાં કોગ્રેસે સંમેલન યોજ્યુ હતુ. જેમાં ગાયોની સ્થિતી અંગે વર્ણન સાથે કોગ્રેસના ધારાસભ્ય લલીત કગથરાએ ભાજપ પર ગંભીર આરોપ મુકી લુપ્ત થઇ રહેલા ગીધ ગાંધીનગર ભેગા થયા હોય તેવો કટાક્ષ કર્યો હતો. આ નિવેદન મુદ્દે વર્તમાન સ્થિતી અને મતો માટે પ્રજા વચ્ચે જતા ભાજપના નેતાઓને આ રીતે ગીધ સાથે સરખાવ્યા હોવાનો ખુલાસો લલીત કગથરાએ કર્યો હતો. કગથરાએ લુપ્ત થતા ગીધો ગાંધીનગર આવ્યા હોય તેમ કહ્યુ હતુ.
તો આંકડાકીય રીતે કેન્દ્ર રાજ્ય સરકાર અને સ્થાનીક તંત્ર દ્રારા અલગ-અલગ આંકડાઓ જે રીતે જાહેર કરાઇ રહ્યા છે. તેથી ક્યાક સરકાર ગંભીર ન હોવાના આક્ષેપ પણ કોગ્રેસે કર્યા હતા. આજે ગાયના પુજન સાથે જાહેર સંમેલન બાદ કોગ્રેસે કલેકટર કચેરીમાં ઉગ્ર વિરોધ કર્યો હતો. અને કોગ્રેસના તમામ આગેવાનોને પ્રવેશ ન મળતા કોગ્રેસે કલેકટર ચેમ્બરમાં જ વિરોધ નોંધાવ્યો હતો. રામધુન સુત્રોચાર સાથે તાત્કાલીક સહાય ચુકવવા માટે કોગ્રેસે માંગ કરી હતી. કોગ્રેસ આગેવાનોએ સરકાર કે સ્થાનીક તંત્ર ગંભીર ન હોવાનુ જણાવી ન્યાય અપાવવાની માંગ સાથે ગાયોના નિભાવ માટેની તૈયારી દર્શાવી હતી.
લમ્પી વાયરસની સ્થિતીને લઇને કોગ્રેસ પહેલાથી જ રાજકીય રીતે સરકારને ધેરવાના મુડમાં છે. જો કે આજે કોગ્રેસે આ રાજકીય મુદ્દો નહી પરંતુ સંવેદનનો મુદ્દો છે તેવુ નિવેદન આપી પશુપાલકોને બનતી તમામ મદદની ખાતરી સાથે સરકાર પાસે વિવિધ માંગણીઓ મુકી હતી સાથે આગામી દિવસોમાં ઉગ્ર લડતની ચીમકી પણ ઉચ્ચારી હતી.