શોધખોળ કરો
Advertisement
છેલ્લા 24 કલાકમાં દક્ષિણ ગુજરાતમાં કઈ જગ્યાએ કેટલા ઈંચ વરસાદ ખાબક્યો? જાણો વરસાદના આંકડા
છેલ્લા 24 કલાક દરમિયાન દક્ષિણ ગુજરાતમાં સૌથી વધારે વરસાદ ખાબક્યો છે. 24 કલાક દરમિયાન દક્ષિણ ગુજરાતમાં સરેરાશ બે ઈંચ વરસાદ ખાબક્યો છે. સૌથી વધારે વરસાદ વલસાડ જિલ્લાના વાપીમાં 14.28 ઈંચ ખાબક્યો છે.
વલસાડ: છેલ્લા 24 કલાક દરમિયાન દક્ષિણ ગુજરાતમાં સૌથી વધારે વરસાદ ખાબક્યો છે. 24 કલાક દરમિયાન દક્ષિણ ગુજરાતમાં સરેરાશ બે ઈંચ વરસાદ ખાબક્યો છે. સૌથી વધારે વરસાદ વલસાડ જિલ્લાના વાપીમાં 14.28 ઈંચ ખાબક્યો છે. વલસાડ જિલ્લામાં સિઝનનો 9.20 ટકા વરસાદ પડી ગયો છે. છેલ્લા 24 કલાક દરમિયાન વલસાડ જિલ્લામાં સરેરાશ 10.28 ઈંચ વરસાદ નોંધાયો છે.
ગુજરાતમાં અત્યાર સુધી સિઝનનો 15.13 ટકા વરસાદ પડ્યો છે. જૂન-2019માં રાજ્યમાં સરેરાશ 108.59 મિલીમીટર વરસાદ નોંધાયો છે. અત્યાર સુધી પડેલા વરસાદમાં છ તાલુકા એવા છે જ્યાં 20 ઈંચ કરતાં પણ વધારે વરસાદ પડ્યો છે. જ્યારે 44 તાલુકા એવા છે જ્યાં બે ઈંચ કરતા ઓછો વરસાદ નોંધાયો છે. 119 તાલુકા એવા છે જ્યાં બેથી પાંચ ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે.
વાપીમાં 357 મીમી (14.28 ઇંચ), વલસાડ 336 મીમી (13.44 ઇંચ), ઉમરગામ 285 મીમી (11.4 ઇંચ), પારડી 253 મીમી (10.2 ઇંચ), ધરમપુર 164 મીમી (6.56 ઇંચ) અને કપરાડા 149 મીમી (5.96 ઇંચ) વરસાદ ખાબક્યો હતો.
આ ઉપરાંત બારડોલી 33 મીમી, ચોર્યાસી 38 મીમી, માંગરોળ 70 મીમી, પલસાણા 45 મીમી, ઉમરપાડા 53 મીમી, ખેરગામ 205 મીમી, ચીખલી 60 મીમી, ગણદેવી 58 મીમી, જલાલપોર 75 મીમી અને ડાંગમાં છેલ્લા 24 કલાકમાં 8 ઈંચ વરસાદ ખાબક્યો છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
આઈપીએલ
ગુજરાત
અમદાવાદ
ટેકનોલોજી
Advertisement
gujarati.abplive.com
Opinion