શોધખોળ કરો
Advertisement
સુરત: સચિન રોડ પર હિટ એન્ડ રનની ઘટનામાં રોડ ક્રોસ કરી રહેલા યુવકનું મોત
સુરતના સચિન રોડ પર હિટ એન્ડ રનની ઘટના બની છે. આ ઘટનામાં રોડ ક્રોસ કરી રહેલા એક યુવકનું મોત થયું છે.
સુરત: સુરતના સચિન રોડ પર હિટ એન્ડ રનની ઘટના બની છે. આ ઘટનામાં રોડ ક્રોસ કરી રહેલા એક યુવકનું મોત થયું છે. અકસ્માત બાદ કાર ચાલક કાર લઈને ફરાર થઈ ગયો હતો. ઘટનાની જાણ થતા પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે.
સુરતના સચિન રોડ પર પૂર ઝડપે દોડી રહેલી કારના ચાલકે રસ્તો ઓળંગતા યુવકને અડફેટે લીધો હતો. કારની ટક્કર વાગતા જ યુવક ફંગોળાઈને દૂર પટકાયો હતો. જ્યાં માથાના ભાગે ગંભીર ઈજાઓ થવાથી યુવકનું મોત નિપજ્યું હતું. અકસ્માત સર્જી કાર ચાલક ફરાર થઈ ગયો હતો. અકસ્માતની આ ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે.પોલીસે બનાવની નોંધ કરી અકસ્માત સર્જીને ભાગી છૂટેલા કાર ચાલકની શોધખોળ હાથ ધરી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
બિઝનેસ
ક્રિકેટ
Advertisement