Surat: IT એન્જિનિયરને સ્પાના નામે ફાર્મહાઉસમાં બોલાવી 10 લાખનો તોડ,જાણો વધુ વિગતો
સુરત શહેરમાં હનીટ્રેપનો કિસ્સો સામે આવ્યો છે. IT એન્જિનિયરને હનીટ્રેપમાં ફસાવવામાં આવ્યો છે. એન્જિનિયરને સ્પાના નામે ફાર્મહાઉસમાં બોલાવી રૂપિયા પડાવી લેવામાં આવ્યા છે.
સુરત : સુરત શહેરમાં હનીટ્રેપનો કિસ્સો સામે આવ્યો છે. આ હનીટ્રેપમાં એક IT એન્જિનિયરને ફસાવવામાં આવ્યો છે. એન્જિનિયર યુવકને હનીટ્રેપમાં ફસાવીને તેની પાસેથી 10 લાખ રુપિયાનો તોડ કરવામાં આવ્યો છે. એન્જિનિયરને સ્પાના નામે ફાર્મહાઉસમાં બોલાવી રૂપિયા પડાવી લેવામાં આવ્યા છે. IT એન્જિનિયર પાસેથી 10 લાખ રૂપિયા પડાવવામાં આવ્યા છે. હનીટ્રેપની આ ઘટનાને લઈ સુરતમાં હાહાકાર મચી ગયો છે. સુરત શહેરમાં છેલ્લા ઘણા સમયથી હનીટ્રેપમાં કિસ્સામાં મોટાપાયે વધારો થયો છે. મહિલાઓ દ્વારા યુવકોને ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે. વિદ્યાર્થીઓ, ઉદ્યોગપતિઓ અને નામાંકિત લોકને ટાર્ગેટ કરી તેમની પાસેથી પૈસા પડાવવામાં આવે છે. છેલ્લા ઘણા સમયથી હનીટ્રેપમાં કેસમાં સતત વધારો જોવા મળી રહ્યો છે.
ત્રણ મહિલાએ IT એન્જિનિયરને હનીટ્રેપમાં ફસાવ્યો
ચાર પુરૂષ અને ત્રણ મહિલાએ IT એન્જિનિયરને હનીટ્રેપમાં ફસાવ્યો હતો. પોલીસ તરીકેની ઓળખ આપી યુવક પાસેથી 10 લાખ રુપિયાનો તોડ કરવામાં આવ્યો છે. અમેરિકાના ખાતામાંથી રૂપિયા ટ્રાન્સફર કરાવ્યા હતા. અગાવ અનેક લોકોને આ ગેંગ નિશાન બનાવી ચૂકી છે. અલથાણ પોલીસે આ સમગ્ર કેસમાં એક મુખ્ય આરોપીની ધરપકડ કરી છે.
સારવાર માટે આવેલી અમદાવાદની યુવતીને ઘરમાં લઈ ગયો ડોક્ટર, બેડરુમમાં પહોંચતાં જ...
રાજ્યમાં હનીટ્રેપના કિસ્સા દિવસેને દિવસે વધી રહ્યા છે. સ્વરુપવાન યુવતીઓ પોતાની મોહજાળમાં યુવકોને ફસાવી મોકી રકમ પડાવી લેશે. આવો જ કિસ્સો સામે આવ્યો છે આણંદના ઉમરેઠમાં. અહીં એક ડોક્ટર હનીટ્રેપની જાળમાં ફસાયો છે. હનીટ્રેપમાં ફસાયેલા ડોક્ટર પાસે અમદાવાદની યુવતી અને તેના સાગરીતોએ 50 લાખની માંગણી કરી હતી.
આ કિસ્સા અંગે સામે આવેલી વિગતો અનુસાર અમદાવાદની યુવતી સારવારના બહાને હોસ્પિટલમાં આવી હતી. જે બાદ ઉમરેઠના ડોક્ટરના સાથે પ્રેમ ભરી વાતો કરવા લાગી. આમ ડોક્ટર યુવતીની જાળમાં ફસાઈ ગયા. ડોક્ટરના ઘરે કોઈ ન હોવાથી યુવતી ડોક્ટર સાથે તેમના ઘરે પહોંચી હતી. ડોક્ટર અને યુવતી વાત વાતમાં બેડરૂમ સુધી પહોંચી ગયા હતા. જો કે, ત્યાં જ એકાએક પાંચ યુવાનો અને એક યુવતી આવી જતા આ લોકોએ ડોક્ટર પર યુવતી સાથે બળાત્કારનો આરોપ લગાવ્યો હતો. આરોપ બાદ પાંચ યુવક અને યુવતીએ 50 લાખની માંગણી કરી હતી. જે બાદ ઉમરેઠના ડોક્ટર પ્રિયંક બેન્કરે અમદાવાદ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. હવે આ મામલે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.