Milk Price Hike: ગુજરાતના આ શહેરમાં દૂધના ભાવમાં થયો વધારો, ગોલ્ડની થેલી હવે 62 રૂપિયાની, બીજી બ્રાન્ડમાં કેટલા થયા ભાવ ?
Milk Price: અમૂલ દ્વારા તાજેતરમાં દૂધમાં પ્રતિ લીટરે બે રૂપિયા વધારો કરવામાં આવ્યો હતો. જે બાદ હવે સુરતની સુમુલ ડેરીએ પણ દૂધનો ભાવ વધાર્યો છે.
Milk Price: અમૂલ દ્વારા તાજેતરમાં દૂધમાં પ્રતિ લીટરે બે રૂપિયા વધારો કરવામાં આવ્યો હતો. જે બાદ હવે સુરતની સુમુલ ડેરીએ પણ દૂધનો ભાવ વધાર્યો છે. સુરતમાં સુમુલની ગોલ્ડની થેલીનો લીટરનો ભાવ 60 રૂપિયાથી વધીનો 62 રૂપિયા થઈ ગયો છે.
ભાવ વધારાથી લોકો પર દૈનિક કેટલો બોજ પડશે
પરિવહન ખર્ચ વધતા સુમુલે દૂધના ભાવમાં લીટરે 2 રૂપિયાનો વધારો કર્યો છે. જેના કારણે ગોલ્ડ દૂધ હવે 62 રૂપિયા લીટર, ગાય દૂધ હવે 50 રૂપિયા લીટર અને તાજા દૂધ હવે 48 રૂપિયા લીટરના ભાવથી મળશે. ભાવ વધારાના કારણે લોકો પર દૈનિક 24 કરોડનો બોજો પડશે.
9 મહિના પહેલા પણ કર્યો હતો વધારો
સુમુલ દરરોજ 12 લાખ લીટર દૂધનું વેચાણ કરે છે. જો કે, સુમુલ પાસે જૂના ભાવની કોથળી હોવાને લીધે અમૂલે દૂધના ભાવ વધાર્યા તેના 12 દિવસ બાદ સુમુલ દ્વારા દૂધના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. ત્યારે 9 મહિના પહેલા પણ જૂનમાં સુમુલ દ્વારા દૂધના ભાવમાં 2 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો.
આ પણ વાંચોઃ
Coronavirus Cases Today: કોરોનાના નવા કેસ અને મૃત્યુઆંકમાં થયો વધારો, જાણો આજનો આંકડો