Surat: હોટલમાં યુવતી સાથેના વીડિયોને લઈને આખરે ભુપત ભાયાણીએ તોડ્યું મૌન, જાણો AAP ધારાસભ્યએ શું કર્યો ખુલાસો
સુરત: આમ આદમી પાર્ટીના નેતા અને વિસાવદરના ધારાસભ્ય ભુપત ભાયાણી હાલમાં એક વિવાદમાં સપડાયા છે. ધારાસભ્ય ભુપત ભાયાણીનો એક વીડિયો હાલમાં વાયરલ થઈ રહ્યો છે.
![Surat: હોટલમાં યુવતી સાથેના વીડિયોને લઈને આખરે ભુપત ભાયાણીએ તોડ્યું મૌન, જાણો AAP ધારાસભ્યએ શું કર્યો ખુલાસો MLA Bhupat Bhayani gave a statement regarding the video with the Woman in the hotel Surat: હોટલમાં યુવતી સાથેના વીડિયોને લઈને આખરે ભુપત ભાયાણીએ તોડ્યું મૌન, જાણો AAP ધારાસભ્યએ શું કર્યો ખુલાસો](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/06/22/567ee4a0f418922a38e5714e541320fd1687438498089397_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
સુરત: આમ આદમી પાર્ટીના નેતા અને વિસાવદરના ધારાસભ્ય ભુપત ભાયાણી હાલમાં એક વિવાદમાં સપડાયા છે. ધારાસભ્ય ભુપત ભાયાણીનો એક વીડિયો હાલમાં વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં ભુપત ભાયાણી સુરતની એક હોટલમાં એક અજાણી યુવતી સાથે જોવા મળી રહ્યા છે. જેને લઈને હવે રાજકારણ ગરમાયું છે.
મળતી માહિતી પ્રમાણે આ વીડિયો સુરતના કડોદરાની એક હોટલનો હોવાનું કહેવામાં આવી રહ્યું છે. આમ આદમી પાર્ટીના ધારાસભ્ય યુવતી સાથે સુરતની હોટલમાં ઝડપાયા હોવાનો વાયરલ વિડીયોમાં દાવો કરવામાં આવી રહ્યો છે. જ્યારે ભુપત ભાયાણી આ યુવતી સાથે હોટેલમાં હતા ત્યારે યુવતીના પતિએ રંગેહાથે ઝડપતાં મોઢે રૂમાલ રાખીને ધારાસભ્ય ભાગ્યા હોવાની વાતો વહેતી થઈ હતી.
તો બીજી તરફ AAPના MLA ભુપત ભાયાણીએ વાયરલ થયેલા સીસીટીવી મુદ્દે મોટો ખુલાસો કર્યો છે. હોટલમાં મહિલા સાથેના CCTV ફૂટેજ મુદ્દે ભાયાણીએ પહેલીવાર પ્રતિક્રિયા આપી છે. સુરતની હોટલના વાયરલ વીડિયો મુદ્દે પ્રથમ વખત મૌન તોડ્યુ છે. તેમણે કહ્યું કે, વીડિયો મોર્ફ કરેલો અને ખોટો છે. ભાયાણીએ દાવો કર્યો છે કે, આ રાજકીય ષડયંત્ર છે. ખોટી રીતે ફસાવવા આ વીડિયો વાયરલ કરવામાં આવ્યો છે.
ચાર વર્ષની બાળકી પર દુષ્કર્મ કેસમાં ક્રાઇમ બ્રાન્ચને મળી મોટી સફળતા
સુરતમાં ચાર વર્ષની બાળકી પર દુષ્કર્મના કેસમાં સુરત ક્રાઇમ બ્રાન્ચને મોટી સફળતા મળી હતી. ક્રાઇમ બ્રાન્ચે ગણતરીના કલાકોમાં આરોપી અજય રાયની અટકાયત કરી હતી. આરોપીને ઇચ્છાપોર RJD પાર્ક પાસેથી ઝડપી લેવામાં આવ્યો હતો. આરોપી સીસીટીવી કેમેરામાં કેદ થયો હતો. નોંધનીય છે કે સુરતના ઈચ્છાપુરમાં ચાર વર્ષીય બાળકી સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું હતુ. સુરતના ઇચ્છાપુરમાં RJD પાર્કમાં ચાર વર્ષની બાળકી પર દુષ્કર્મ આચર્યાની ઘટના બનતા ચકચાર મચી ગઇ હતી. આરજેડી પાર્કમાં નવનિર્મિત બાંધકામ સાઈટ પર રહેતો પરિવાર રાત્રે બે વાગ્યાની આસપાસ બાળકીના રડવાનો અવાજ સાંભળતા જાગી ગયો હતો.
પરિવારે જોયું કે બાળકી લોહીલુહાણ હાલતમાં છે. જેથી તેને તાત્કાલિક 108ની મારફતે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. બાળકીની હાલત ગંભીર હોવાથી સારવાર ચાલી રહી છે. ઘટનાની જાણ થતા ઈચ્છાપુર પોલીસ સિવિલ હોસ્પિટલમાં પહોંચી હતી અને તપાસ શરૂ કરી હતી. પોલીસે પરિવારનું નિવેદન લઇ દુષ્કર્મની ફરિયાદ નોંધવાની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે સીસીટીવી કેમેરાના આધારે અજાણ્યા વ્યક્તિની શોધ શરૂ કરી હતી.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)