શોધખોળ કરો
Advertisement
સુરતનો યુવક પ્રેમિકાને મળવા બુરખો પહેરી પહોંચ્યો નસવાડી, પ્રેમિકાના ઘરમાં પ્રેમિકા સાથે શું કરતો હતો કે પતિ-સાસુએ ઝડપી લીધો ?
ફેસબુક પર પરણીત યુવતી અને બે સંતાનની માતા સાથે મિત્રત્રા હોય મળવા આવ્યો હતો. નસવાડી પોલીસે પતિની ફરિયાદ લઈ ગેરકાયદેસર ગૃહ પ્રવેશ અને પ્રેમીએ પરિવારને મારી નાખવાની ધમકી આપી હોવાનો ગુન્હો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
નસવાડીઃ તાલુકાના તણખલા ગામે પરણીત યુવતીને સુરતથી મળવા આવેલ પ્રેમીને પરિવારે ઝડપી પાડ્યો છે. કાળો બુરખો અને પગમાં મોજડી પહેરી પ્રેમી યુવતીને મળવા આવ્યો હતો. આ અંગે પરિણીતાના પરિવારને જાણ થઈ જતા સાસુ-પતિએ પકડી પાડ્યો હતો. પ્રેમી આશિષ ભીમજી પટેલ સુરતના વરાછાનો રેહેવાસી હોવાનું બહાર આવ્યું છે.
નોંધનીય છે કે, ફેસબુક પર પરણીત યુવતી અને બે સંતાનની માતા સાથે મિત્રત્રા હોય મળવા આવ્યો હતો. નસવાડી પોલીસે પતિની ફરિયાદ લઈ ગેરકાયદેસર ગૃહ પ્રવેશ અને પ્રેમીએ પરિવારને મારી નાખવાની ધમકી આપી હોવાનો ગુન્હો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
આ અંગેની વિગતો એવી છે કે, પ્રેમી આશિષ સુરતથી તણખલા પ્રેમીકાને મળવા આવ્યો હતો. તેના ઘરની ચોકી કર્યા પછી પ્રેમિકાનો પતિ ઘરમાંથી બહાર જતા જ બુરખો પહેરીને પ્રેમિકાને મળવા તેના ઘરમાં ઘૂસી ગયો હતો. જોકે, દુકાન પર બેઠેલી પરણીતાની સાસુએ તેના પ્રેમીને જોઈ લીધો હતો. પ્રેમીએ જેવા અંદર જઈને દરવાજો લોક કર્યો કે, પરિણીતાની સાસુ ત્યાં પહોંચી ગઈ હતી. તેમજ દરવાજો ખોલવતા બુરખો પહેરી આવેલા પ્રેમીની પૂછપરછ કરતાં બુરખાની અંદર પુરુષ મળી આવ્યો હતો.
બુરખામાં આવેલા પ્રેમીને પકડી પાડી પરિણીતાની સાસુ તેને તણખલા પોલીસ સ્ટેશને લઈ ગઈ હતી. ત્યાંથી તેને નસવાડી પોલીસ સ્ટેશન લાવ્યા હતા. અહીં પ્રેમી પોતાનું મોઢું છૂપાવતો હતો અને નાટક પણ કરતો હતો. નસવાડી પોલીસે પતિની ફરિયાદ લઈ બુરખો પહેરી આવેલા પ્રેમી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
ક્રિકેટ
દુનિયા
ક્રિકેટ
Advertisement