શોધખોળ કરો
ગુજરાતમાં કોરોનાનાં ઈજેક્શનનાં કાળાં બજાર કરતી આ યુવતી છે ફાર્મા કંપનીની માલિક, કોના ખાતામાં રકમ થતી જમા ?
સુરતની ફાર્મા કંપનીના મહિલા માલિક ઉમા કેજરીવાલથી દલાલોની મારફતે સિવિલ સુધીના આ નેટવર્કનો પર્દાફાશ થયો છે.
![ગુજરાતમાં કોરોનાનાં ઈજેક્શનનાં કાળાં બજાર કરતી આ યુવતી છે ફાર્મા કંપનીની માલિક, કોના ખાતામાં રકમ થતી જમા ? Sarthak Pharma's Uma Kejriwal involved in black market of covid-19 injection tosilizumeb ગુજરાતમાં કોરોનાનાં ઈજેક્શનનાં કાળાં બજાર કરતી આ યુવતી છે ફાર્મા કંપનીની માલિક, કોના ખાતામાં રકમ થતી જમા ?](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/07/09154725/Surat-scam.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
સુરતઃ ગુજરાત સહિત સમગ્ર દેશમાં હાલ કોરોના મહામારી ચાલી રહી છે, ત્યારે સુરતમાં કોરોનાની સારવાર માટે રામબાણ ગણાતા ટોસીલોઝુમેબ ઇંજેક્શનની કાળાબજારીનો સૌથી મોટો પર્દાફાશ થયો છે. આ કાળાબજારીમાં સુરતની ફાર્મા કંપનીના મહિલા માલિકનું નામ સામે આવ્યું છે.
સુરતની ફાર્મા કંપનીના મહિલા માલિક ઉમા કેજરીવાલથી દલાલોની મારફતે સિવિલ સુધીના આ નેટવર્કનો પર્દાફાશ થયો છે. સુરતના સાર્થક ફાર્માના મહિલા માલિકથી લઈને અમદાવાદ સિવિલ હોસ્પિટલના કર્મચારી ઘનશ્યામ વ્યાસના ખાતામાં ઈંજેક્શનના રૂપિયા જમા થયા. તો સાર્થક ફાર્માના માલિક ઉમા કેજરીવાલ પ્રિસ્ક્રિપ્શન વગર જ દવાનું વેચાણ કરતા હતા.
ઉમા કેજરીવાલની પૂછપરછમાં ઘટસ્ફોટ થયો કે આ દવાની ખરીદી તેમણે સુરતના અડાજણ વિસ્તારમાં શાંતિ મેડિસિન્સના માલિક મિતુલ શાહ પાસેથી કરી હતી. આ માટે એકના 50 હજાર રૂપિયા બીલ વગર ચુકવવામાં આવ્યા હતા. મિતુલ શાહે ઈંજેક્શનની ખરીદી અમદાવાદના અમિત મંછારામાની પાસેથી કરી હતી અને તેના નંગ દીઠ 45 હજાર રૂપિયા અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવતા ઘનશ્યામ વ્યાસના ખાતામાં જમા થતા હતા. અમિત મંછારામાની અમદાવાદની અસારવાની કે.બી.વી ફાર્મા એજંસીના જવાબદાર વ્યક્તિ છે અને અમિતે એક જ પ્રિસ્ક્રિપ્શનનો વારંવાર ઉપયોગ કરીને ખરીદી કરી હોવાનું પણ તપાસમાં ખુલ્યું છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગાંધીનગર
દેશ
ગુજરાત
ગુજરાત
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)