શોધખોળ કરો
Advertisement
સુરત: યુનિવર્સિટીના લેડીઝ ટોઈલેટમાં વિદ્યાર્થિનીનો વીડિયો રેકોર્ડ કરનાર વિદ્યાર્થી ઝડપાયો
બાયો સાયન્સ વિભાગમાં અભ્યાસ કરતી એક વિદ્યાર્થિની સોમવારે બપોરના સમયે વોશરૂમમાં ગઈ હતી. તે દરમિયાન તેણે જોયું કે, વોશરૂમની દિવાસ પાસે કોઈ વિદ્યાર્થીનો હાથ જોયો હતો
સુરતઃ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં આવેલા બાયો સાયન્સ ડિપાર્ટમેન્ટમાં એક વિદ્યાર્થી લેડીઝ ટોયલેટનમાં વીડિયો રેકોર્ડ કરતો ઝડપાયો હતો. આ બાબતે વિદ્યાર્થી સામે ઉમરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે. હાલ પોલીસ દ્વારા યુવકના મોબાઈલની તપાસ કરવામાં આવી રહી છે.
પોલીસ પાસેથી મળી રહેલી માહિતી પ્રમાણે, બાયો સાયન્સ વિભાગમાં અભ્યાસ કરતી એક વિદ્યાર્થિની સોમવારે બપોરના સમયે વોશરૂમમાં ગઈ હતી. તે દરમિયાન તેણે જોયું કે, વોશરૂમની દિવાસ પાસે કોઈ વિદ્યાર્થીનો હાથ જોયો હતો અને તેના હાથમાં લાલ કલરનો એક મોબાઈલ ફોન હતો. વિદ્યાર્થિનીને શંકા જતાં તે તુરંત બહાર દોડી તો એક વિદ્યાર્થી ફટાફટ દોડીને ત્યાંથી જઈ રહ્યો હતો. કોલેજમાં બોય્ઝ અને લેડીઝ ટોઈલેટની કોમન દિવાલ જ છે. બોય્ઝ ટોઈલેટની દિવાલ પરથી વિદ્યાર્થી મોબાઈલમાં વીડિયો બનાવતો હતો તેવું જાણવા મળ્યું હતું.
વિદ્યાર્થિનીએ આ સમગ્ર ઘટના અંગે પ્રિન્સિપાલને જાણ કરી હતી. પ્રિન્સિપાલે તે વિદ્યાર્થીને અટકાવ્યો હતો અને તેના મોબાઈલની તપાસ કરી હતી. કોલેજથી ઘરે ગયા બાદ વિદ્યાર્થિનીએ તેના પરિવારજનોને આ અંગે જાણ કરી હતી. આ ગંભીર ઘટનામાં વિદ્યાર્થિનીએ તે યુવક સામે ઉમરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. આ અંગે હવે પોલીસ દ્વારા વધુ તપાસ કરવામાં આવી રહી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
દેશ
દેશ
દેશ
Advertisement