Surat: ‘જે વ્યક્તિ પર વિશ્વાસ કર્યો એ તૂટી ગયો’, સુરતમાં મહિલા કોન્સ્ટેબલે કરી આત્મહત્યા
Surat: સિંગણપોર પોલીસને મહિલા કોન્સ્ટેબલના રૂમમાંથી એક સુસાઇડ નોટ પણ મળી આવી છે
સુરતના સિંગણપોર વિસ્તારમાં મહિલા કોન્સ્ટેબલે પોતાના જ ઘરે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતા ચકચાર મચી ગઈ હતી. મળતી જાણકારી અનુસાર, સિંગણપોર પોલીસમાં મહિલા કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા 24 વર્ષીય હર્ષનાબેન ચૌધરીએ પોતાના ઘરમાં ગળેફાંસો ખાઈ લીધો હતો. જોકે આત્મહત્યા ક્યાં કારણોસર કરી તે કારણ હજુ સ્પષ્ટ થયું નથી.
સિંગણપોર પોલીસને મહિલા કોન્સ્ટેબલના રૂમમાંથી એક સુસાઇડ નોટ પણ મળી આવી છે. જેમાં માતા અને બહેનને સંબોધીને લખ્યું હતું કે મને માફ કરજો... જે વ્યકિત પર વિશ્વાસ કર્યો હતો એ વિશ્વાસ તૂટી ગયો છે. હાલ તો સિંગણપોર પોલીસે સુસાઇડ નોટના આધારે કોને વિશ્વાસ તોડ્યો તે દિશામાં તપાસ શરૂ કરી છે.
પરિવારજનોએ યોગ્ય તપાસની માંગ કરી હતી. સુસાઇડ નોટમાં ક્યા વ્યક્તિનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે તેની તપાસ કરવાની પણ તેઓએ માંગ કરી હતી. પ્રેમ પ્રકારણમાં આપઘાત થયો છે કે કેમ તે દિશામાં પોલીસે તપાસ શરૂ કરી હતી.
અગાઉ સુરતમાં મોબાઈલની લતના કારણે માનસિક રીતે અસ્વસ્થ 20 વર્ષીય યુવતીએ પોતાના જ ઘરમાં ગળેફાંસો લગાવીને આપઘાત કરી લેતા પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું હતુ. સુરતની આ યુવતી મોબાઇલ દ્વારા સતત ગૂગલનો ઉપયોગ કરતી હતી. આ યુવતીના પરિવારજનો સાથે વાતચીત કરતા જાણવા મળ્યું હતું કે, સતત ગૂગલના ઉપયોગના કારણે તે ગૂગલમય બની ગઇ હતી અને ગૂગલમાં જોઇને જ કસરત કરતી હતા અને કહેતી કે મને જ્યાં જોઉં છું મોબોઇલ અને ગૂગલ જ દેખાય છે. ગૂગલ મને કહે છે ખાવાનું બંધ કરી દે અને મરી જા. આખરે માનસિક રીતે અસ્વસ્થ થયેલી આ યુવતીએ આપઘાત કરી લીધો હતો.
સુરતના ગોપીપુરા વિસ્તારમાં આવેલ મોટી છીપવાડમાં રહેતા નરેન્દ્રભાઈ રાણાની 20 વર્ષીય દીકરીએ પોતાના જ ઘરમાં ગળેફાંસો લગાવીને આપઘાત કરી લીધો. પરિવારના જણાવ્યાનુસાર,20 વર્ષીય વિશાખા ઘણા સમયથી મોબાઈલની આદિ બની ગઈ હતી.જ્યાં મોબાઈલમાં ગૂગલ પર ફેસ એક્સસાઈઝ કરી રહી હતી.જે દરમ્યાન તેણીનું મોઢું વળી જતા તાત્કાલિક સારવાર અર્થે ખાનગી હોસ્પિટલ લઈ ગયા ગયા હતા.જ્યાં તેણીની સારવાર ચાલી રહી હતી.પરંતુ તેણીના સ્વાસ્થ્યમાં કોઈ સુધાર નહિ આવતા છેલ્લા બે માસથી માનસિક વિભાગના તબીબ પાસે તેની સારવાર શરૂ કરવામાં આવી હતી.જ્યાં માનસિક રોગની સારવાર આપવામાં આવી રહી હતી.