શોધખોળ કરો

Surat: 'એક કરોડ આપ, નહીં તો તું જે વૉર્ડમાં રહેતો હોય ત્યાં આવીને પતાવી દઇશ' - જમીન વિવાદમાં કંપનીના મેનેજરને સ્થાનિકની ધમકી

સુરતમાં વધુ એક મોટી ગુનાખોરીની ઘટનાથી પોલીસ હચમચી ગઇ છે, હાલમાં જ શહેરના હજીરા વિસ્તારમાં આવેલી AM/NS કંપનીના મેનેજરને કોઇ અજાણ્યા યુવકે હત્યાની ધમકી આપી છે

Surat Crime News: સુરતમાં વધુ એક મોટી ગુનાખોરીની ઘટનાથી પોલીસ હચમચી ગઇ છે, હાલમાં જ શહેરના હજીરા વિસ્તારમાં આવેલી AM/NS કંપનીના મેનેજરને કોઇ અજાણ્યા યુવકે હત્યાની ધમકી આપી છે, આ પછી કંપનીના મેનેજરે હજીરા પોલીસમાં હત્યા અને ધમકી અંગે ફરિયાદ નોંધવી છે. ખરેખરમાં, જમીન વિવાદને લઇને સ્થાનિકે કંપનીના મેનેજરને જ્યાં હોય ત્યાં જઇને હત્યા કરવાની ધમકી આપતા માહોલ ગરમાયો હતો.

મળતી માહિતી પ્રમાણે, સુરત શહેરમાં હજીરા વિસ્તારમાં આવેલી AM/NS કંપનીના મેનેજરને સ્થાનિકે એક કરોડ રૂપિયાની માંગણી કરી અને બાદમાં ધમકી આપી હતી, આ અંગે હાલમાં મેનેજરે હજીરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. વાત એમ છે કે, સુરતમાં હજીરામાં આવેલી AM/NS કંપનીના મેનેજરને કોઇ જમીન અંગે વિવાદ ચાલી રહ્યો છે, આ મામલે એક સ્થાનિકે તેમને હત્યાની ધમકી આપી છે, સ્થાનિકે ધમકી આપતાં કહ્યું કે મને એક કરોડ રૂપિયા આપી દે, એક કરોડની માંગણી કરી અને બાદમાં હવે મેનેજરને જ્યાં હોય ત્યાં જઇને હત્યા કરવાની ધમકી આપી છે. સ્થાનિકે કહ્યું કે, તારા ચમચા પણ જશે અને તું પણ જઇશ, તું સુરતમાં જે વૉર્ડમાં રહેતો હોઇશ ત્યાં આવીને તારુ ખૂન કરી નાંખીશ. આ ઘટનામાં જમીન પર કબજો કરવાની વાતને લઇને હજીરાની AM/NS કંપનીના મેનેજરને સ્થાનિકે ધમકી આપી છે, મેનેજરનું નામ વિકાસ પટેલે છે, જેને આ અંગે હજીરા પોલીસમાં દામકાના કેશવ ગોવિંદભાઈ પટેલ સામે ખંડણી અને ધમકીની ફરિયાદ નોંધાવી છે. પોલીસે આ ઘટનાને લઇને તપાસ શરૂ કરી દીધી છે.

ભૂજ જમીન કૌભાંડમાં તત્કાલિન ડેપ્યુટી કલેક્ટરની CID ક્રાઈમે કરી ધરપકડ

ભૂજ જમીન કૌભાંડમાં તત્કાલિન ડેપ્યુટી કલેક્ટરની ધરપકડ કરવામાં આવી હતી. મળતી જાણકારી અનુસાર, ભૂજની ૧.૩૮ એકર સરકારી ખરાબાની જમીન લાગુની જમીન તરીકે મંજૂર કરવાના અને બાદમાં તેને રહેણાંક હેતુ બિનખેતી કરી આપવાના ગુનામાં ભૂજના તત્કાલિન નાયબ કલેકટર અને હાલમાં વડોદરામાં નર્મદા રિ-સેટલમેન્ટ પ્રોજેક્ટના જોઈન્ટ ડિરેક્ટર તરીકે ફરજ બજાવતા એસ.એલ.ગલચરની સીઆઇડી ક્રાઇમે ધરપકડ કરી હતી. તેઓ સીઆઇડી ક્રાઇમ સમક્ષ હાજર થયા હતા અને બાદમાં તેમની ધરપકડ કરાઇ હતી. કોર્ટમાંથી એક દિવસના રિમાન્ડ મેળવ્યા હતા. રિમાન્ડ પૂર્ણ થતા તેમને પાલારા જેલમાં ધકેલી દેવાયા હતા.

કચ્છ ચકચારી જમીન પ્રકરણમાં સરદાર સરોવરમાં ફરજ બજાવતા અધિક કલેકટર એસ. એલ. ગલચરે ૧૬ નવેમ્બરે સીઆઈડી સમક્ષ આત્મસમર્પણ કર્યું હતું. એક દિવસના રીમાન્ડ બાદ ૧૮ નવેમ્બરે કૉર્ટે તેમને પાલારાની જેલમાં મોકલ્યા હતા. આ કૌભાંડ બદલ તત્કાલિન કલેક્ટર પ્રદીપ શર્મા અને નિવાસી નાયબ કલેક્ટર સામે ફરિયાદ નોંધાવી હતી.
જમીન કૌભાંડ કેસમાં અત્યાર સુધીમાં પ્રદીપ શર્મા, તત્કાલિન નિવાસી અધિક કલેક્ટર ફ્રાન્સિસ એ. સુવેરા, નાયબ કલેક્ટર એસ.એલ. ગલચર, તત્કાલિન મામલતદાર અને હાલ તાપી વ્યારામાં અધિક કલેક્ટર તરીકે ફરજ બજાવતાં રજનીકાંત જે. વલવી અને તત્કાલિન સર્કલ ઓફિસર સુરેન્દ્ર દવે, બિલ્ડર સંજય શાહ અને તેના પાર્ટનર પ્રકાશ વજીરાણી એમ પાંચ સરકારી અધિકારી મળી સાત આરોપીની ધરપકડ થઈ ચૂકી છે.

આ કેસમાં ધરપકડ થવાના ડરે તત્કાલિન નાયબ કલેકટર એસ.એલ. ગલચરે કોર્ટમાં આગોતરા જામીન માંગ્યા હતા. જોકે કોર્ટે આગોતરા જામીનની અરજી ફગાવી દેતા ગલચર ૧૬ નવેમ્બરના રોજ સીઆઇડી ક્રાઇમ પોલીસ મથકે હાજર થયા હતા. જેમને કોર્ટમાં રજૂ કરીને પોલીસે એક દિવસના રિમાન્ડ મોકલ્યા હતા. પરંતુ બાદમાં રિમાન્ડ પૂર્ણ થતા ગલચરને પાલારા જ્યુડીશીયલ કસ્ટડીમાં મોકલી અપાયા હતા.

પૂર્વ IASની પણ બોગસ સિંચાઇ કૌભાંડમાં કરાઇ ધરપકડ

દાહોદ અને છોટા ઉદેપુરમાં બોગસ સિંચાઈ કૌભાંડમાં પૂર્વ IAS બી ડી નિનામાની ધરપકડ કરવામાં આવી હતી.  છોટાઉદેપુરમાં કાગળ ઉપર આખે આખી ખોટી સરકારી કચેરી જ ઉભી કરીને કરોડોનું કૌભાંડ આચરવામાં આવ્યું હોવાનો ચોંકાવનારો ખુલાસો થતા ખળભળાટ મચી ગયો હતો.

4 કરોડ 15 લાખ રૂપિયાની ગ્રાન્ટ મેળવી

છોટા ઉદેપુરના બોડેલીમાં સંદીપ રાજપૂત નામના ભેજાબાજે કાર્યપાલક ઈજનેર શ્રી સિંચાઈ પ્રોજેક્ટ બોડેલી નામના બોગસ ડોક્યુમેન્ટથી ખોટી સરકારી કચેરી બનાવી નાખી હતી. કાગળ પર બનેલી આ કચેરીથી તેણે 2021થી સરકારને ચૂનો લગાવવાનું શરૂ કર્યું અને કુલ 93 કામની આદિજાતિ પ્રયોજના વિભાગની કચેરીમાંથી 4 કરોડ 15 લાખ રૂપિયાની ગ્રાન્ટ મેળવીને ઉચાપત કરી નાખી હતી.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Russia cancer Vaccine: રશિયાએ આખરે બનાવી લીધી કેન્સરની વેક્સિન, કેન્સરના દર્દી માટે મફતમાં આપવાની જાહેરાત
Russia cancer Vaccine: રશિયાએ આખરે બનાવી લીધી કેન્સરની વેક્સિન, કેન્સરના દર્દી માટે મફતમાં આપવાની જાહેરાત
Ahmedabad News: ખ્યાતિ હોસ્પિટલ કાંડમાં મોટો ખુલાસો, PMJAY કાર્ડ બનાવતી કંપની સાથે સાંઠગાંઠનો પર્દાફાશ
Ahmedabad News: ખ્યાતિ હોસ્પિટલ કાંડમાં મોટો ખુલાસો, PMJAY કાર્ડ બનાવતી કંપની સાથે સાંઠગાંઠનો પર્દાફાશ
ટ્રમ્પે ભારત માટે આ ચૌંકાવનારો નિર્ણય લેવાની કરી જાહેરાત, જો બાઇડને અયોગ્ય ઠેરાવ્યો
ટ્રમ્પે ભારત માટે આ ચૌંકાવનારો નિર્ણય લેવાની કરી જાહેરાત, જો બાઇડને અયોગ્ય ઠેરાવ્યો
રાજ્યસભામાં અમિત શાહ બોલ્યા-
રાજ્યસભામાં અમિત શાહ બોલ્યા- "ભાજપ સરકાર દરેક રાજ્યમાં યુનિફોર્મ સિવિલ કોડ લાવશે."
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : જમીનના જીવલેણ ઝઘડા !Hun To Bolish : હું તો બોલીશ : દર્દીઓને ચીરવાનો અને સરકારને ચૂનો લગાડવાનો પર્દાફાશAhmedabad Crime : ભુવાલડીમાં જમીન વિવાદમાં હથિયારો સાથે આતંક મચાવનાર 10 આરોપીઓની ધરપકડSurat Accident CCTV : સુરતમાં રોડની સાઇડમાં સાયકલ લઈ જતી વિદ્યાર્થિનીને ટ્રકે અડફેટે લેતા મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Russia cancer Vaccine: રશિયાએ આખરે બનાવી લીધી કેન્સરની વેક્સિન, કેન્સરના દર્દી માટે મફતમાં આપવાની જાહેરાત
Russia cancer Vaccine: રશિયાએ આખરે બનાવી લીધી કેન્સરની વેક્સિન, કેન્સરના દર્દી માટે મફતમાં આપવાની જાહેરાત
Ahmedabad News: ખ્યાતિ હોસ્પિટલ કાંડમાં મોટો ખુલાસો, PMJAY કાર્ડ બનાવતી કંપની સાથે સાંઠગાંઠનો પર્દાફાશ
Ahmedabad News: ખ્યાતિ હોસ્પિટલ કાંડમાં મોટો ખુલાસો, PMJAY કાર્ડ બનાવતી કંપની સાથે સાંઠગાંઠનો પર્દાફાશ
ટ્રમ્પે ભારત માટે આ ચૌંકાવનારો નિર્ણય લેવાની કરી જાહેરાત, જો બાઇડને અયોગ્ય ઠેરાવ્યો
ટ્રમ્પે ભારત માટે આ ચૌંકાવનારો નિર્ણય લેવાની કરી જાહેરાત, જો બાઇડને અયોગ્ય ઠેરાવ્યો
રાજ્યસભામાં અમિત શાહ બોલ્યા-
રાજ્યસભામાં અમિત શાહ બોલ્યા- "ભાજપ સરકાર દરેક રાજ્યમાં યુનિફોર્મ સિવિલ કોડ લાવશે."
one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ
one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ
Gold Rate Today: સોનાની કિંમતમાં ફરી મોટો ઉલટફેર, જાણો આજે પ્રતિ 10 ગ્રામનો ભાવ 
Gold Rate Today: સોનાની કિંમતમાં ફરી મોટો ઉલટફેર, જાણો આજે પ્રતિ 10 ગ્રામનો ભાવ 
IND W vs WI W: વેસ્ટઈન્ડિઝની શાનદાર બેટિંગ સામે ટીમ ઈન્ડિયા ફ્લોપ, બીજી ટી20માં 9 વિકેટથી હાર 
IND W vs WI W: વેસ્ટઈન્ડિઝની શાનદાર બેટિંગ સામે ટીમ ઈન્ડિયા ફ્લોપ, બીજી ટી20માં 9 વિકેટથી હાર 
વજન ઘટાડવામાં મદદ કરશે જામફળ, જાણો અન્ય ફાયદાઓ  વિશે
વજન ઘટાડવામાં મદદ કરશે જામફળ, જાણો અન્ય ફાયદાઓ વિશે
Embed widget