Crime: રીક્ષામાં ડ્રગ્સનો જથ્થો લઇને વેચવા નીકળેલા ત્રણને પોલીસે ઝડપ્યા, જાણો રીક્ષામાંથી શું શું મળ્યું ?
સુરતમાં ફરી એકવાર ડ્રગ્સનું સામ્રાજ્ય ફેલાવતી ગેન્ગનો પોલીસે પર્દાફાસ કર્યો છે. શહેરના વેસૂ વિસ્તારમાંથી પોલીસે ફરી એકવાર એમડી ડ્રગ્સ સાથે ત્રણ ઓરોપીએનો ઝડપી પાડ્યા છે
Surat: સુરતમાં ફરી એકવાર ડ્રગ્સનું સામ્રાજ્ય ફેલાવતી ગેન્ગનો પોલીસે પર્દાફાસ કર્યો છે. શહેરના વેસૂ વિસ્તારમાંથી પોલીસે ફરી એકવાર એમડી ડ્રગ્સ સાથે ત્રણ ઓરોપીએનો ઝડપી પાડ્યા છે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. મળતી માહિતી પ્રમાણે, સુરતના વેસુ વિસ્તારમાંથી પોલીસે ઓટો રિક્ષામાં ડ્રગ્સની હેરાફેરી કરતી ગેન્ગને ઝડપી પાડી છે. ખરેખરમાં, વેસુ વિસ્તારમાંથી સુરત DCBએ 20 ગ્રામ MD ડ્રગ્સ સાથે ત્રણ આરોપીઓને ધરપકડ કરી લીધી. સુરત શહેરમાં ક્રાઇમ બાન્ચે ડ્રગ્સનું મોટુ ઓપરેશન પાર પાડ્યુ છે, આ મુદ્દામાલની રકમ અંદાજિત 3 લાખની બતાવવામાં આવી રહી છે. પોલીસે ત્રણ લાખના એમડી ડ્રગ્સ સાથે પાંચ મોબાઈલ અને એક ઓટો રીક્ષા કબ્જે કરી છે. આ ઓટો રીક્ષમાના માધ્યમથી આરોપીઓ ડ્રગ્સનો સપ્લાય કરતા હતા. ત્રણ આરોપીઓની સુરત DCBએ આ કેસમાં ત્રણ આરોપીએ ઉંમર મોહંમદ, ઉજેર ઇકબાલ અને મોહમદ જુમેરને ઝડપી પાડ્યા હતા. આ ઉપરાંત રાંદેરના સમીર શૈખને વૉન્ટેડ જાહેર કર્યો છે.
મુસ્લિમોના કાર્યક્રમમાં જઇને પીઆઇએ આપી ચિમકી, બોલ્યા- જો કોઇ ડ્રગ્સ વેચશે તો અલ્લાહ કી કસમ.........
સુરતમાં એક જાહેર મંચ પરથી પીઆઇએ ખુલ્લેઆમ ડ્રગ્સ પેડલરો સામે લાલ આંખ કરી છે, ખરેખરમાં, સુરતના રાંદેર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટરે જાહેર મંચ પરથી ચીમકી આપતા કહ્યું હતુ કે, 'અલ્લાહ કી કસમ ડ્રગ્સ પેડલરો કો નહીં છોડુંગા'. વાત એમ છે કે, સુરતમાં શનિવારે મુસ્લિમ બિરાદરોનો એક કાર્યક્રમ યોજાયો હતો, આ દરમિયાન આમાં સામેલ થયેલા રાંદેર પોલીસ સ્ટેશનના પીઆઇ અતુલ સોનારા ડ્રગ્સ અને ડ્રગ્સ પેડલરોને લઇને ચિંતિત હતા, અને તેમને મુસ્લિમોના આ કાર્યક્રમમાં મંચ પરથી ચિમકી ઉચ્ચારતા કહ્યું હતુ કે, 'અલ્લાહ કી કસમ, ભગવાન કી કસમ ડ્રગ પેડલરો કો નહીં છોડુંગા'. આ કાર્યક્રમ સુરતમાં સુલતાનિયા જિમ ખાનામાં મૉટીવેશનલ સ્પીકરનો હતો. પીઆઇ અતુલ સોનારાએ જાહેરમાં ડ્રગ્સ પેડલરોને ચિમકી આપી હતી તેનો વીડિયો હાલમાં સોશ્યલ મીડિયા પર ખુબ જ વાયરલ થઇ રહ્યો છે.
Join Our Official Telegram Channel: https://t.me/abpasmitaofficial