શોધખોળ કરો

ગ્રીષ્મા હત્યા કેસમાં થોડીવારમાં આવી શકે છે ચુકાદો, જાહેરમાં ગ્રીષ્માની ગળું કાપીને કરી હતી કરપીણ હત્યા

ગ્રીષ્મા હત્યા કેસ મામલે આજે ચુકાદો આવવાનો છે. આરોપી દોષિત કે નહીં તેની સુનવણી થશે. સુરતના મુખ્ય ન્યાયાધીશ વિમલ કે વ્યાસની કોર્ટમાં ચુકાદો આવશે. કોર્ટમાં બંને પક્ષોની દલીલો પૂર્ણ થઈ ચૂકી છે.

સુરત: ચકચારી ગ્રીષ્મા હત્યા કેસ મામલે આજે ચુકાદો આવવાનો છે. આરોપી દોષિત કે નહીં તેની સુનવણી થશે. સુરતના મુખ્ય ન્યાયાધીશ વિમલ કે વ્યાસની કોર્ટમાં ચુકાદો આવશે. ગ્રીષ્મા હત્યા મામલે કોર્ટમાં બંને પક્ષોની દલીલો પૂર્ણ થઈ ચૂકી છે. આ કેસમાં પોલીસે 2500 પાનાની ચાર્જશીટ દાખલ કરી હતી. 300 પાનાનું આરોપીનું નિવેદન. 23 પંચનામા કરવામાં આવ્યા હતા. 90 જેટલા સાક્ષીઓ તપાસમાં આવ્યા હતા. 125 થી વધારે દસ્તાવેજો રજૂ કર્યા હતા.  આ ઉપરાંત ડોક્ટરના, ઇજાગ્રસ્ત વ્યક્તિ, મેડિકલ,  સીસીટીવી, ઘટના પેહલાના વિડિયો, ઘટના બાદ ની ઓડિયો ક્લિપ તમામ પુરાવાઓ રજૂ કરાયા છે.

સુરત કોર્ટમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો. આરોપી ફેનીલ ગોયાણીને કોર્ટમાં લવાયો છે. સુરક્ષા ને ધ્યાને રાખી પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.  

 સુરતના ચકચારી ગ્રીષ્મા હત્યા કેસમાં  બચાવ પક્ષના વકીલ હાજર ન રહેતા ગત સુનાવણી ટળી હતી. જેથી 21 એપ્રિલે એટલે કે આજે સેશન્સ કોર્ટે ચુકાદો આપી શકે છે. 12 ફેબ્રુઆરીએ પાસોદરામાં ગ્રીષ્મા વેકરિયાની જાહેરમાં ગળું કાપી કરપીણ હત્યા કરવાના આરોપી સામે કોર્ટમાં 6 એપ્રિલે દલીલો પૂર્ણ થઈ હતી. આરોપીને આકરામાં આકરી સજા થાય એવી માંગ કરવામાં આવી છે.

ગ્રીષ્મા વેકરિયાની એકતરફી પ્રેમમાં પાગલ ફેનિલ ગોયાણીએ ગળું કાપી ઘાતકી હત્યા કરી હતી.ત્યાર બાદ હાથની નસ કાપીને ઝેરી દવા પીવાનું નાટક કરી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. હાલ ફેનિલ લાજપોર જેલમાં બંધ છે. ગ્રીષ્મા હત્યા કેસમાં કોર્ટમાં 190 સાક્ષીમાંથી 105 સાક્ષીની જુબાની લેવામાં આવી છે. જ્યારે 85 સાક્ષીને ડ્રોપ કરવામાં આવ્યા હતા. ત્યાર બાદ સરકાર પક્ષે ક્લોઝિંગ આપવામાં આવ્યું હતું. જેથી કોર્ટમાં આરોપી ફેનિલનું ફર્ધર સ્ટેટમેન્ટ લેવામાં આવ્યું હતું અને 6 એપ્રિલે દલીલો પૂર્ણ થઈ હતી.ત્યારે આજની સુનાવણી ટળતા 21 એપ્રિલે કેસનો સંભવતઃ ચુકાદો આવી શકે છે.

About the author abp asmita

ABP Asmita is an Indian 24-hour regional news channel broadcasting in the Gujarati language. It operates from Ahmedabad, Gujarat. It is owned by ABP Group. 
Read More

ટોપ સ્ટોરી

સુરતમાં ફૂડ પોઈઝનિંગની ઘટના બાદ તંત્ર લાલઘૂમ, 330 હોટલ-રેસ્ટોરન્ટમાં તપાસ, 17 ને કરાઈ બંધ
સુરતમાં ફૂડ પોઈઝનિંગની ઘટના બાદ તંત્ર લાલઘૂમ, 330 હોટલ-રેસ્ટોરન્ટમાં તપાસ, 17 ને કરાઈ બંધ
સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ
સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ
Surat News: સુરતમાં બે દિવસમાં બીજી દારૂની મહેફિલ ઝડપાઈ, ડુમસના બેલિઝામાંથી 6 વેપારી રંગેહાથ ઝડપાયા
Surat News: સુરતમાં બે દિવસમાં બીજી દારૂની મહેફિલ ઝડપાઈ, ડુમસના બેલિઝામાંથી 6 વેપારી રંગેહાથ ઝડપાયા
Surat Ragging Case: મૃતકના પિતાએ 4 સિનીયર તબીબ વિરૂદ્ધ નોંધાવી ફરિયાદ, ગમે ત્યારે થઈ શકે છે ધરપકડ
Surat Ragging Case: મૃતકના પિતાએ 4 સિનીયર તબીબ વિરૂદ્ધ નોંધાવી ફરિયાદ, ગમે ત્યારે થઈ શકે છે ધરપકડ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : મંડળીઓમાં સભાસદોને કેટલો સહકાર ?
Hun To Bolish : હું તો બોલીશ : શ્રાવણીયો જુગાર કેટલો અયોગ્ય ?
Hun To Bolish : હું તો બોલીશ : અધિકારી માટે અદભુત પ્રેમ
Surat food poisoning : સુરતમાં પરિવારના પાંચ સભ્યોને ફુડ પોઈઝનિંગ, પાંચ વર્ષની બાળકીનું મોત
Bardoli Sugar Election: બારડોલી સુગર મિલની ચૂંટણીમાં ઉલટફેર , કિસાન પરિવર્તન પેનલની ભવ્ય જીત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
AMC નો મોટો નિર્ણય: 11,123 રેસ્ટોરન્ટના રસોડામાં CCTV લાગશે, ગ્રાહકો લાઈવ જોઈ શકશે
AMC નો મોટો નિર્ણય: 11,123 રેસ્ટોરન્ટના રસોડામાં CCTV લાગશે, ગ્રાહકો લાઈવ જોઈ શકશે
આવતીકાલનું હવામાનઃ 21 રાજ્યોમાં 75 કિમીની ઝડપે પવન સાથે મુશળધાર વરસાદ ખાબકશે, IMD ની લેટેસ્ટ આગાહી
આવતીકાલનું હવામાનઃ 21 રાજ્યોમાં 75 કિમીની ઝડપે પવન સાથે મુશળધાર વરસાદ ખાબકશે, IMD ની લેટેસ્ટ આગાહી
ભાવનગર લઠ્ઠાકાંડ: રોયલ સ્ટેગ દારૂ ન પીવા પોલીસની અપીલ, 4 ના મોત, અમદાવાદમાં 300થી વધુ કેસ
ભાવનગર લઠ્ઠાકાંડ: રોયલ સ્ટેગ દારૂ ન પીવા પોલીસની અપીલ, 4 ના મોત, અમદાવાદમાં 300થી વધુ કેસ
બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે ગુજરાત સરકારની મોટી જાહેરાત, લોનની આવક મર્યાદામાં કર્યો વધારો
બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે ગુજરાત સરકારની મોટી જાહેરાત, લોનની આવક મર્યાદામાં કર્યો વધારો
સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો: માતા-પિતા સંતાનોને મિલકતમાંથી બેદખલ કરી શકે છે
સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો: માતા-પિતા સંતાનોને મિલકતમાંથી બેદખલ કરી શકે છે
Bhavnagar: નકલી દારુથી 3 લોકોના મોતની કલેક્ટરે કરી પુષ્ટી, 19 લોકો સારવાર હેઠળ
Bhavnagar: નકલી દારુથી 3 લોકોના મોતની કલેક્ટરે કરી પુષ્ટી, 19 લોકો સારવાર હેઠળ
ભાવનગર દારુકાંડમાં 3 મોતથી કુંભકર્ણ ઊંઘમાંથી જાગી પોલીસ, રાજ્યમાં દારૂ અડ્ડા પર દરોડાના DGP ના આદેશ 
ભાવનગર દારુકાંડમાં 3 મોતથી કુંભકર્ણ ઊંઘમાંથી જાગી પોલીસ, રાજ્યમાં દારૂ અડ્ડા પર દરોડાના DGP ના આદેશ 
IND vs SL 1st Test: ભારતે 165 રનોથી જીતી ગાલે ટેસ્ટ, માનવ સુથારે 10 વિકેટ લઈ રચ્યો ઈતિહાસ 
IND vs SL 1st Test: ભારતે 165 રનોથી જીતી ગાલે ટેસ્ટ, માનવ સુથારે 10 વિકેટ લઈ રચ્યો ઈતિહાસ 
Embed widget