Gujarat Lockdown: સુરતના કયા મોટા વેપારી સંગઠનોએ કરી લોકડાઉનની માંગ, જાણો વિગત
સુરત ફોસ્ટા (FOSTA) દ્વારા એક સપ્તાહ લોકડાઉનની માંગ કરાઈ છે. આ અંગે મુખ્યમંત્રીને પત્ર લખી રજુઆત કરાઈ છે. જે મુજબ માત્ર શનિ-રવિ બંધ રાખવાથી કોરોના ચેન તૂટશે નહીં. આખું સુરત એક સપ્તાહ માટે લોકડાઉન કરવા માંગ કરાઈ છે.
સુરતઃ રાજ્યમાં કોરોના સંક્રમણ બેકાબૂ (Surat Corona Cases) બન્યું છે. જેના કારણે ત્યારે ભયાનક પરિસ્થિતિનું નિર્માણ થયું છે. અમદાવાદ, સુરત જેવા મહાગરોની સ્થિતિ કફોડી થઇ રહી છે. આ દરમિયાન સુરતમાં લોકડાઉન (Lockdown) લગાવવાની માંગ કરી છે.
સુરત ફોસ્ટા (FOSTA) દ્વારા એક સપ્તાહ લોકડાઉનની માંગ કરાઈ છે. આ અંગે મુખ્યમંત્રીને પત્ર લખી રજુઆત કરાઈ છે. જે મુજબ માત્ર શનિ-રવિ બંધ રાખવાથી કોરોના ચેન તૂટશે નહીં. આખું સુરત એક સપ્તાહ માટે લોકડાઉન કરવા માંગ કરાઈ છે.
શહેરમાં કોરોનાની ગંભીર સ્થિતિને લઈ ડોક્ટરોની એક સપ્તાહથી લઈ 10 દિવસના લોકડાઉનની માંગ કરી છે. ડો.મહેન્દ્ર ચૌહાણ,ચેરમેન IMA ઇન્ડિયા ડિઝાસ્ટર મેનેજમેન્ટના કહેવા મુજબ સુરતમાં કોઈપણ ખાનગી હોસ્પિટલમાં (Hospital) વેન્ટિલેટર બેડની વ્યવસ્થા નથી. આજ પ્રમાણેની સ્થિતિ રહી તો ગંભીર પરીણામો ભોગવવા પડશે. કોરોનાની ચેઇન તોડવા લોકડાઉન જરૂરી છે.
સુરતમાં કોરોનાના કેસ 90 હજારને પાર
સુરત મહાનગરપાલિકા (Surat Municipal Corporation) અને જિલ્લા પ્રશાસન દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા પ્રમાણે કોરોના સંક્રમિતોનો આંકડો વધીને 90,239 પર પહોંચી ગયો છે. જ્યારે મૃત્યુઆંક વધીને 1488 પર પહોંચ્યો છે. શહેર અને જિલ્લામાંથી કોરોનામુક્ત થયેલાની સંખ્યા 74,543 પર પહોંચી ગઈ છે. હાલ શહેર અને જિલ્લામાં એક્ટિવ કેસની સંખ્યા 14,208 પર પહોંચી ગઈ છે.
ગુજરાતમાં શું છે કોરોનાનું ચિત્ર
સોમવારે છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં (Gujarat Corona Cases) પ્રથમ વખત 11,403 નવા કેસ નોંધાયા હતા. જ્યારે વધુ 117 લોકોનાં મૃત્યુ થયા છે તેની સાથે કોરોનાથી કુલ મૃત્યુઆંક વધીને 5494 પર પહોંચી ગયો છે. રાજ્યમાં આજે 4179 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. તેની સાથે અત્યાર સુધી 3,41,724 લોકો ડિસ્ચાર્જ થઈ ચૂક્યા છે. રાજ્યમાં એક્ટિવ કેસ (Active cases)ની સંખ્યા વધીને 68 હજારને પાર પહોંચી ગઈ છે. રાજ્યમાં હાલ એક્ટિવ કેસનો આંકડો 68754 પર પહોંચ્યો છે. જેમાંથી 341 લોકો વેન્ટિલેટર પર અને 68413 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 82.15 ટકા છે.