Surat: ઘરમાં ઘૂસી ચપ્પુ બતાવી પરિણીતા પર આચર્યું દુષ્કર્મ, દોઢ વર્ષથી કરતો હતો પરેશાન
સુરતના સલાબતપુરામાં પાડોશીએ ચપ્પુ બતાવી પરિણીતા પર દુષ્કર્મ કર્યાનો આરોપ લગાવવામાં આવ્યો છે
![Surat: ઘરમાં ઘૂસી ચપ્પુ બતાવી પરિણીતા પર આચર્યું દુષ્કર્મ, દોઢ વર્ષથી કરતો હતો પરેશાન Surat: Man held for raping married woman Surat: ઘરમાં ઘૂસી ચપ્પુ બતાવી પરિણીતા પર આચર્યું દુષ્કર્મ, દોઢ વર્ષથી કરતો હતો પરેશાન](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/01/19/4d6cc4720aca480309049db28b3552491674105887125646_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
સુરતના સલાબતપુરામાં પાડોશીએ ચપ્પુ બતાવી પરિણીતા પર દુષ્કર્મ કર્યાનો આરોપ લગાવવામાં આવ્યો છે. મળતી જાણકારી અનુસાર, સુરતના સલાબતપુરા વિસ્તારમાં પાડોશીએ પરિણીતા પર દુષ્કર્મ આચર્યાનો આરોપ લાગ્યો છે. ફરિયાદમાં જણાવ્યા અનુસાર, ઇકબાલખાન નામના આરોપીએ થોડા દિવસો અગાઉ પરિણીતાની છેડતી કરી હતી અને દોઢ વર્ષથી પરિણીતાને પરેશાન કરતો હતો.
આરોપ છે કે પાડોશીની ગંદી હરકતોથી કંટાળીને પરિણીતાએ ઊંઘની ગોળીઓ ખાઈ લીધી હતી. પરિણીતા ઘરે એકલી હતી તે વખતે આરોપી ઘરે આવી દરવાજો અંદરથી બંધ કરી હથિયાર બતાવી દુષ્કર્મ આચર્યું હતું. હાલ તો ઈકબાલખાન સામે દુષ્કર્મ અને ધમકીનો ગુનો નોંધી ધરપકડ કરી હતી. આરોપી ત્રણ સંતાનોનો પિતા છે.
Morbi: ‘તું કેમ મારી પત્ની સાથે ફોન પર વાત કરે છે’, યુવકને ધમકાવી માંગ્યા 10 લાખ
મોરબીઃ મોરબી પોલીસે હનીટ્રેપકાંડનો પર્દાફાશ કર્યો હતો. મળતી જાણકારી અનુસાર, મોરબીના જૂના દેવળિયા ગામના એક યુવકને હનીટ્રેપમાં ફસાવી 10 લાખ રૂપિયાની ખંડણી માંગી હતી. પોલીસે આ મામલે એક યુવતી સહિત ચાર આરોપીની ધરપકડ કરી હતી.
પોલીસના જણાવ્યા અનુસાર, આરોપી યુવતી ફાઇનાન્સ પેઢીની કર્મચારી હોવાનું કહીને યુવકને લોન માટે વારંવાર ફોન કરતી હતી. બાદમાં એક આરોપીએ યુવકને ધમકાવ્યો હતો કે તું કેમ મારી પત્ની સાથે ફોન પર વાત કરે છે એમ કહીને ધમકાવ્યો હતો. જેનાથી ગભરાઇને યુવકે પોતાનો ફોન સ્વીચ ઓફ કરી દીધો હતો. જેનાથી આરોપીઓ પીડિત યુવકના ઘરે પહોંચી ગયા હતા અને 10 લાખ રૂપિયાની ખંડણી માંગી હતી.
આખરે કંટાળીને યુવકે પોલીસ ફરિયાદ કરતાં યુવતી સહિત 4 આરોપીને ઝડપી લીધા હતા. જયદીપસિંહ જાડેજા નામનો આરોપી ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. તેની સામે જામનગરમાં અપહરણ અને ખંડણીના ગુના નોંધાઈ ચૂક્યા છે. તો શ્યામ રબારી નામનો એક આરોપી હજુ ફરાર છે. પોલીસ તેની શોધખોળ કરી રહી છે.
યુવકની ફરિયાદ અનુસાર, દોઢ બે માસ પૂર્વે વોટસએપ કોલ કરીને પ્રિયા નામની યુવકીએ રાજકોટ દ્વારકેશ ઓટોલીંક નામની ફાયનાન્સ પેઢીમાંથી બોલતી હોવાની ઓળખ આપી કાર લોન બાબતે ફોન કરતી હતી. જેનો ગેરલાભ લઇને આરોપી શ્યામ રબારીએ યુવકને ફોન પર ધમકાવી ગાળો આપી તું મારી પત્ની સાથે ફોન પર કેમ વાતો કરે છે કહીને ઘરેથી ઉપાડી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી અને આરોપી જયદીપસિંહ મહેન્દ્રસિંહ જાડેજા તેમજ રવિ દિલીપ ખટાણા વચ્ચે પડી મુખ્ય આરોપી શ્યામ રબારી સાથે સમાધાનની વાત થઇ ગયેલ છે અને દસ લાખ તેને ચૂકવી દીધા છે જે રૂપિયા તારે આપવા પડશે કહીને ધમકી આપી હતી
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)