Surat News: લાંચિયા પોલીસકર્મીની ધરપકડ, કાપોદ્રા પોલીસ સ્ટેશનનો હેડ કોન્સ્ટેબલ ACBના છટકામાં ઝડપાયો
Surat News: કાપોદ્રા પોલીસ મથકમાં નોંધાયેલા પોસ્કોના કેસમાં આરોપી અને યુવતીના પિતા વચ્ચે સમાધાન કરાવી દેવા 15 હજારની લાંચ માંગવામાં આવી હતી.
Surat ACB Trap: લાંચિયા કર્મચારીઓ સામે એસીબી સતત કામગારી કરી રહ્યું છે, તેમ છતાં કેટલાક સુધરવાનું નામ નથી લઈ રહ્યા. સુરતા કોપોદ્રા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ જયદીપ મહારુ પાટીલની લાંચ કેસમાં ધરપકડ કરવામાં આવી છે. તેની સાથે અન્ય ખનગી વ્યક્તિની પણ ધરપકડ કરાઈ છે. કાપોદ્રા પોલીસ મથકમાં નોંધાયેલા પોસ્કોના કેસમાં આરોપી અને યુવતીના પિતા વચ્ચે સમાધાન કરાવી દેવા 15 હજારની લાંચ માંગવામાં આવી હતી. આરોપી લાંચ આપવા માંગતા ન હોવાથી ACB નો સંપર્ક કરાયો હતો . ACB એ કોન્સ્ટેબલ વતી 15 હજાર ની લાંચ લેતા ખાનગી વ્યક્તિ સાથે કોન્સ્ટેબલની ધરપકડ કરી હતી.
આરોપી : (૧) જયદિપ મહારુ પાટીલ અ.હે.કો. નોકરી કાપોદ્રા પોલીસ સ્ટેશન, સુરત શહેર
(૨) સુરેશભાઇ વાઘજીભાઇ હિરપરા (પ્રજાજન)
ગુનો બન્યા : તા.૦૩/૦૧/૨૦૨૪
લાંચની માંગણીની રકમ : રૂપિયા ૧૫,૦૦૦/-
લાંચ સ્વીકારેલ રકમ : રૂપિયા ૧૫,૦૦૦/-
લાંચની રીકવર કરેલ રકમ : રૂપિયા ૧૫,૦૦૦/-
ગુનાનુ સ્થળ : કાપોદ્રા સિધ્ધકુટીર ઇગ્લીંશ મીડીયમ હાઇસ્કુલના મુખ્ય ગેટની ડાબી બાજુ જાહેર રોડ પર
ગુનાની ટુંક વિગત : આ કામના ફરીયાદીના કૌટુંબિક ભાઇ કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં પોસકોનો ગુનો દાખલ થયો હતો. જે ગુનાના કામે ફરિયાદીના કૌટુંબિક ભાઈ તથા બીજા ત્રણ વ્યક્તિઓ લાજપોર જેલમાં હોય અને નામદાર કોર્ટમાં જામીન મેળવવા અરજી કરી હતી અને ભોગબનનારના પિતા સાથે સમાધાન કરાવવાના અવેજ પેટે જયદીપ પાટીલે રૂ.૧૫,૦૦૦ લાંચની માંગણી કરી સુરેશ હીરપરાને આપી દેવા જણાવ્યું હતું.
જે લાંચની રકમ ફરીયાદી આપવા માંગતાં ન હોય, જેથી ફરીયાદીએ એસીબીનો સંપર્ક કરી, ફરીયાદ આપતા જે ફરીયાદ આધારે લાંચના છટકાનું આયોજન કરતા, આ કામના આરોપીઓએ લાંચના છટકા દરમ્યાન ફરીયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી જયદીપ પાટીલના કહેવાથી સુરેશ હીરપરા લાંચની રકમ રૂ.૧૫,૦૦૦- સ્વીકારતા સ્થળ પર પકડાઇ ગયા હતા. બન્ને આરોપીઓને એ.સી.બી.એ ડીટેઇન કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.
ટ્રેપીંગ અધિકારી : ડી.એમ.વસાવા, પોલીસ ઇન્સ્પેકટર, વલસાડ અને ડાંગ એ.સી.બી. પો.સ્ટે. સુરત તથા એ.સી.બી. સ્ટાફ
સુપર વિઝન અધિકારી આર.આર.ચૌધરી, મદદનીશ નિયામક, એ.સી.બી. સુરત એકમ, સુરત
રાજ્યની 14 યુનિવર્સિટીમાં લાગુ પડશે ગુજરાત કોમન એડમિશન સર્વિસીસ પોર્ટલ, જાણો શું છે વિશેષતા
મોડલ દિવ્યા પાહુજા મર્ડર કેસમાં 3ની ધરપકડ, BMW કારમાં ડેડબોડી લઇ જતાં હોવાના મળ્યા CCTV