Surat: યુવતીએ માતા-પિતા સહિત પરિવારને ઘેનની દવાના પરોઠા ખવડાવીને સૂવડાવી દીધો, પ્રેમીને રાત્રે ઘરે બોલાવ્યો ને પછી.............
પરિવારનાં લોકો પરોઠાના ઘેનમાંથી બહાર આવ્યા પછી ફરિયાદ કરતાં પોલીસે યુવતીને ઝડપીને માતા પિતા સમક્ષ હાજર કરી હતી.
સુરત : સુરતના ડિંડોલી વિસ્તારમાં પ્રેમમાં પાગલ છોકરીએ ભરેલા પગલાએ ચકચાર જગાવી છે. આ છોકરીએ માતા-પિતાને ઘેનની દવાવાળા પરોઠા ખવડાવી દીધા હતા. ત્યાર બાદ પરિવારનાં લોકો ઘેનમાં સૂઈ જતાં રાત્રે પ્રેમીને ઘરે બોલાવ્યો હતો ને પછી તેની સાથે ભાગી જઈને પ્રેમી સાથે લગ્ન કરી લીધાં હતાં.
પરિવારનાં લોકો પરોઠાના ઘેનમાંથી બહાર આવ્યા પછી ફરિયાદ કરતાં પોલીસે યુવતીને ઝડપીને માતા પિતા સમક્ષ હાજર કરી હતી. યુવતીએ આશ્ચર્યજનક રીતે જેની સાથે લગ્ન કરી લીધાં હતાં તે યુવકની સાથે રહેવાનો નિર્ણય કર્યો હતો. દીકરી પાછી ફરતાં યુવતીના પિતાએ પુત્રી અને તેના પ્રેમી તથા પ્રેમીના પિતા વિરૂધ્ધ ફરિયાદ કરી છે.
પોલીસ પાસેથી મળતી માહિતી અનુસાર ડિંડોલી વિસ્તારમાં રહેતા પરિવારની યુવતીએ ધોરણ 10 સુધી અભ્યાસ કર્યો છે. અઢી વર્ષ પહેલાં સોસાયટીમાં જ રહેતા એક યુવક સાથે પ્રેમ સંબંધ બંધાયો હતો. ત્યાર બાદ યુવતી એક વખત યુવક સાથે ભાગી ગઇ હતી. યુવતીનો પરિવાર યુવકના મામાના ઘરેથી તેને સમજાવીને પરત લઇ આવ્યા હતા.
દરમિયાનમાં 12 સપ્ટેમ્બરના રોજ સાંજે યુવતીએ આલુ પરોઠા બનાવ્યા હતા. યુવતીએ પરોઠામાં ઘેનની દવા ભેળવી દીધી હતી. પરિવારે પરોઠા ખાધા હતા અને સૂઇ ગયા હતા. બીજા દિવસે સવારે પરિવાર ઉંઘમાંથી જાગતા ચક્કર આવી રહ્યા હતા અને પુત્રી ગાયબ હતી. પુત્રીને શોધતા તે મળી નહોતી. તેના પ્રેમી યુવકના ઘરે તપાસ કરતા તે પણ હાજર નહોતો. યુવતીનો પરિવાર પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો અને પોલીસમાં ફરિયાદ કરતાં પોલીસે તેમને ઝડપી લીધા હતા. જો કે યુવતીએ પોતાના પ્રેમી સાથે જ રહેવાનું કહેતા યુવતીના પિતાએ ફરિયાદ દાખલ કરાવી હતી.