શોધખોળ કરો

Surat: મુંબઇની યુવતીને સુરતના રિક્ષાચાલકે પ્રેમજાળમાં ફસાવી, હોટલમાં લઇ જઇ બાંધ્યા શારીરિક સંબંધ

Surat: પીડિતાએ મહિધરપુરા પોલીસમાં રિક્ષા ચાલક વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી.

Surat: સુરતમાં રહેતી મુંબઈની યુવતીને રિક્ષાચાલકે લગ્નની લાલચ આપી શારીરિક સંબંધ બાંધ્યા હતા.  જોકે બાદમાં રિક્ષાચાલક યુવકે અન્ય યુવતી સાથે બે મહિના પૂર્વે લગ્ન કરી લીધા હતાં. આ અંગે જાણ થતા ભોગ બનનાર યુવતીએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.જેના આધારે મહિધરપુરા પોલીસે રિક્ષાચાલક સમાધાન મહીરાડેની ધરપકડ કરી હતી.

યુવતીએ આરોપ લગાવ્યો હતો કે પ્રેમજાળમાં ફસાવી લગ્નની લાલચ આપી યુવક તેને અલગ-અલગ હોટલમાં લઈ જતો હતો અને શારીરિક સંબંધો બાંધતો હતો. આટલું જ નહીં ટુકડે ટુકડે કરીને લગ્ન માટે 2 લાખ 35 હજાર રૂપિયા પણ પડાવી લીધા હતાં. પોલીસની તપાસમાં એ પણ સામે આવ્યું કે ભોગ બનનાર યુવતીના મામાનો દીકરો આરોપીનો મિત્ર છે.

મુંબઈમાં નોકરી કરતી 26 વર્ષીય યુવતી મામાના ઘરે સુરતમાં પાંડેસરા આવતી હતી. તે વખતે મામાના દીકરાના મિત્ર એવા સમાધાન સાથે તેની મિત્રતા થઈ હતી.  બાદમાં તેઓ ફોન પર વાત કરતા હતા. સમયની સાથે આ મિત્રતા પ્રેમમાં પરિણમી હતી. પોતાની ફરિયાદમાં પીડિતાએ આરોપ લગાવ્યો હતો કે રિક્ષા ચાલક સમાધાન મહીરાડેએ તેને લગ્નનું વચન આપ્યું હતું અને તેને પ્રેમજાળમાં ફસાવી તેને હોટલમાં લઇ જઇને શારીરિક સંબંધ બાંધ્યા હતા. એટલું જ નહી આરોપીએ યુવતી પાસેથી 2.35 લાખની રકમ પણ પડાવી લીધી હતી.

જોકે બાદમા રિક્ષાચાલકે પીડિતાને તરછોડી બીજી યુવતી સાથે 2 મહિના પહેલા લગ્ન કરી લીધા હતા. આ ઘટનાની જાણ થતાં પીડિતાએ મહિધરપુરા પોલીસમાં રિક્ષા ચાલક વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી. પીડિતાએ આરોપ લગાવ્યો હતો કે આરોપીએ હોટેલમાં યુવતીને સિંદુર પુરી દીધું હતું. ત્રણ વર્ષ સુધી સંબંધો રાખી તેને તરછોડી હતી. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી હતી.

પાટણના ચાણસ્મા તાલુકામાં સગીરા પર દુષ્કર્મ ગુજારનારા મહેસાણાના ઉપરચી ગામના નરાધમ ભૂવા ભગા ચૌધરીના પોલીસે ત્રણ દિવસના રિમાન્ડ મેળવ્યા હતા. ભગા ચૌધરીના રિમાન્ડ મેળવી પ્રાથમિક પૂછપરછ કરતા ફરિયાદ બાદ પોલીસ પકડથી બચવા તેના ભત્રીજાના ઘરે ભાગી છૂટ્યાની કબૂલાત કરી હતી. જેથી પોલીસે ભૂવાને મદદ કરનારા અને મહેસાણામાં રહેતા ગૌરવ ચૌધરીને પણ મોડી સાંજે ઉઠાવી લીધો હતો. ભગા ઉર્ફે શંકર ચૌધરી નામના ભૂવાએ એક કિશોરીને પોતાની હવસનો શિકાર બનાવી હતી. આ પાખંડીએ સગીરા સાથે અશ્લીલ વીડિયો બનાવ્યો હતો. સગીરાના પિતાએ સમગ્ર મામલે પોલીસને જાણ કરી હતી. પોલીસમાં ફરિયાદ પણ નોંધાવી હતી.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain Forecast: રાજ્યમાં ફરી શરૂ થશે વરસાદનો રાઉન્ડ,  સિસ્ટમ સક્રિય થતાં  હવામાન વિભાગની આગાહી

સુપ્રીમ કોર્ટે પલટ્યો મદ્રાસ હાઇકોર્ટનો ચુકાદો, કહ્યું- 'ચાઇલ્ડ પોર્નોગ્રાફી જોવી અને સ્ટોર કરવી ગુનો '

PM મોદીએ ન્યૂયોર્કમાં ટેક કંપનીઓના CEO સાથે કરી બેઠક, સુંદર પિચાઇ અને શાંતનુ નારાયણ પણ થયા સામેલ

અમેરિકામાં પેલેસ્ટાઇનના રાષ્ટ્રપતિને મળ્યા PM મોદી,  ગાઝાની સ્થિતિ પર વ્યક્ત કરી ચિંતા
અમેરિકામાં પેલેસ્ટાઇનના રાષ્ટ્રપતિને મળ્યા PM મોદી, ગાઝાની સ્થિતિ પર વ્યક્ત કરી ચિંતા
Advertisement
ABP Premium

વિડિઓઝ

Rajkot BJP | દારૂ કેસમાં ભાજપ નેતાની સંડોવણીનો પર્દાફાશ, નેતાને બચાવવા કોર્પોરેટરના ધમપછાડાAhmedabad News | શું અમદાવાદમાં થયું ગેરકાયદે ધર્માંતરણ? પોલીસ તપાસમાં શું થયો મોટો ખુલાસો?Patan Crime | પાટણમાં સગીરાને બ્લેકમેલ કરી ભૂવાએ ગુજાર્યું દુષ્કર્મ | કેવી રીતે થયો પર્દાફાશ?Gujarat Rain Forecast | આજથી ફરી શરૂ થશે વરસાદનો રાઉન્ડ, ક્યાં ક્યાં વરસાદની આગાહી?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain Forecast: રાજ્યમાં ફરી શરૂ થશે વરસાદનો રાઉન્ડ,  સિસ્ટમ સક્રિય થતાં  હવામાન વિભાગની આગાહી
Gujarat Rain Forecast: રાજ્યમાં ફરી શરૂ થશે વરસાદનો રાઉન્ડ, સિસ્ટમ સક્રિય થતાં હવામાન વિભાગની આગાહી
સુપ્રીમ કોર્ટે પલટ્યો મદ્રાસ હાઇકોર્ટનો ચુકાદો, કહ્યું- 'ચાઇલ્ડ પોર્નોગ્રાફી જોવી અને સ્ટોર કરવી ગુનો '
સુપ્રીમ કોર્ટે પલટ્યો મદ્રાસ હાઇકોર્ટનો ચુકાદો, કહ્યું- 'ચાઇલ્ડ પોર્નોગ્રાફી જોવી અને સ્ટોર કરવી ગુનો '
PM મોદીએ ન્યૂયોર્કમાં ટેક કંપનીઓના CEO સાથે કરી બેઠક, સુંદર પિચાઇ અને શાંતનુ નારાયણ પણ થયા સામેલ
PM મોદીએ ન્યૂયોર્કમાં ટેક કંપનીઓના CEO સાથે કરી બેઠક, સુંદર પિચાઇ અને શાંતનુ નારાયણ પણ થયા સામેલ
અમેરિકામાં પેલેસ્ટાઇનના રાષ્ટ્રપતિને મળ્યા PM મોદી,  ગાઝાની સ્થિતિ પર વ્યક્ત કરી ચિંતા
અમેરિકામાં પેલેસ્ટાઇનના રાષ્ટ્રપતિને મળ્યા PM મોદી, ગાઝાની સ્થિતિ પર વ્યક્ત કરી ચિંતા
Surat: મુંબઇની યુવતીને સુરતના રિક્ષાચાલકે પ્રેમજાળમાં ફસાવી, હોટલમાં લઇ જઇ બાંધ્યા શારીરિક સંબંધ
Surat: મુંબઇની યુવતીને સુરતના રિક્ષાચાલકે પ્રેમજાળમાં ફસાવી, હોટલમાં લઇ જઇ બાંધ્યા શારીરિક સંબંધ
મજૂરના દીકરા, પાર્ટી ચીન સમર્થક... જાણો કોણ છે શ્રીલંકાના નવા રાષ્ટ્રપતિ અનુરા દિસાનાયકે

જો તમે પણ વધુ મીઠુ ખાતા હોવ તો થઇ જાવ સાવધાન, હાર્ટ જ નહી પરંતુ આ અંગો પર પણ થશે ખરાબ અસર

'દુનિયાને બરબાદ કરવામાં અમારી કોઇ ભૂમિકા નથી... ', PM મોદીએ અમેરિકામાં કેમ કરી આ વાત

Embed widget