(Source: ECI/ABP News/ABP Majha)
ફિયાન્સી હોટલમાં સાથે જમવા ના આવતા યુવકે કરી આત્મહત્યા, જાણો વિગત
બનેવીના જન્મદિવસે હોટલમાં જમવાનું આયોજન કરાયું હતું, જેમાં મૃતકે પોતાની ફિયાન્સીને પણ હોટલમાં જમવા માટે આમંત્રણ આપ્યું હતું.
સુરતઃ સુરતમાં એક 20 વર્ષના યુવકે ફિયાન્સી હોટલમાં સાથે જમવા ના આવતા ગળેફાંસો ખાઇને આત્મહત્યા કરી લીધી હતી. મળતી જાણકારી અનુસાર સુરતના નાનપુરા સુથાર મહોલ્લામાં એક યુવકે બનેવીના જન્મ દિવસે જ ઘરમાં ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. મળતી જાણકારી અનુસાર, બનેવીના જન્મદિવસે હોટલમાં જમવાનું આયોજન કરાયું હતું, જેમાં મૃતકે પોતાની ફિયાન્સીને પણ હોટલમાં જમવા માટે આમંત્રણ આપ્યું હતું. પરંતુ યુવતીના પરિવારે કોઈ કારણસર નહી આવી શકે તેવું જણાવ્યું હતું જેથી સહેજાદ હતાશ થઈ ગયો હતો. ફિયાન્સી ન આવતા પોતે પણ જમવા ગયો નહોંતો અને એકલતાનો લાભ લઈ ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી.
બાદમાં પરિવાર રાત્રે હોટેલમાં ભોજન કરી ઘરે આવતા શાહનવાઝએ ઘરનો દરવાજો ખોલ્યો ન હતો. એક બાળકને જાળીમાંથી અંદર ઉતારી દરવાજો ખોલાવતા બહેન-બનેવી અને ભાણીને શાહનવાઝ ફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યો હતો. સમગ્ર મામલે અઠવા પોલીસે તપાસ શરૂ કરી હતી. નોંધનીય છે કે શાહનવાઝની 8 મહિના પહેલા જ સગાઈ થઈ હતી. એકના એક ભાઈને પતિના જન્મ દિવસે જ પંખા સાથે લટકતો જોઈ બહેન આઘાતમાં સરી પડી હતી. શાહનવાઝ વકીલને ત્યાં ટાઈપીસ્ટ તરિકે કામ કરતો હતો. 20 વર્ષની ઉંમરે જ શાહનવાઝ ઘરમાં આર્થિક રીતે મદદરૂપ થતો હતો.
પરિવારે જણાવ્યું હતું કે, શાહનવાઝ વકીલને ત્યાં ટાઈપીસ્ટ તરીકે કામ કરતો હતો. 20 વર્ષની ઉંમરે જ શાહનવાઝ ઘરમાં આર્થિક રીતે મદદરૂપ થતો હતો. આખા પરિવારે સાંજનું ભોજન હોટેલમાં કરવાનું આયોજન કર્યું હતું. જોકે નવાઝે ફિયાન્સીને બોલાવવાની બહેન સામે ઈચ્છા વ્યક્ત કરી હતી.
smartphones of 2021:આ વર્ષે આ સ્માર્ટ ફોને બજારમાં મચાવી ધૂમ, જુઓ યાદી
Hyundai Tucson ભારતમાં લોન્ચ થવા માટે તૈયાર, 10.25 ઇંચ સ્ક્રીન સાથે મળી શકે છે આ પાવરફુલ એન્જિન