Surat: સુરતમાં સીડી નીચે પટકાતા યુવકનું મોત, પત્નીનું હૈયાફાટ રુદન
સુરત: શહેરમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે જેમાં એક યુવકનું મોત નિપજ્યું છે. ઘરે સીડી પરથી નીચે પટકાતા યુવકને ઈજા પહોંચી હતી. જે બાદ તેમે સારવાર માટે હોસ્પિટલે ખસેડાયો હતો. જે બાદ યુવકનું સારવાર દરિમાયન મોત નિપજ્યું હતું.

સુરત: શહેરમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે જેમાં એક યુવકનું મોત નિપજ્યું છે. ઘરે સીડી પરથી નીચે પટકાતા યુવકને ઈજા પહોંચી હતી. જે બાદ તેમે સારવાર માટે હોસ્પિટલે ખસેડાયો હતો. જે બાદ યુવકનું સારવાર દરિમાયન મોત નિપજ્યું હતું. પતિના મોતના સમાચાર સાંભળતા જ પત્ની પર આભ તૂટી પડ્યું હતું. પત્નીના આક્રંદથી માહોલ ગમગીન થયો હતો.
સુરતના પાંડેસરા વિસ્તારમાં યુવક ઘરે સીડીઓ ઉતરતા સમયે નીચે પટકાયો હતો.જેથી તેને સિવિલ હોસ્પિટલ ખસેડાયો હતો.જોકે,પાંચ દિવસની સારવાર બાદ યુવક મોત નિપજ્યું હતું. જેથી પરિવારમાં શોકનો માહોલ છવાઇ ગયો હતો.પત્નીના આક્રંદના કારણે સિવિલ હોસ્પિટલમાં ગમગીની છવાઈ ગઈ હતી. સુરતના પાંડેસરા વિસ્તારમાં આવેલા ગણેશનગરમાં 40 વર્ષીય સુનિલ શાંતિલાલ વસાવા પરિવાર સાથે રહેતો હતો. સુનિલ ભાડાના મકાનમાં પત્ની સાથે રહેતો હતો.બંનેને મજૂરી કરી ગુજરાન ચલાવતા હતા.

ગત 21 ઓગસ્ટના રોજ સુનિલ ઘરેથી નીકળ્યો હતો.આ દરમિયાન સીડીઓ પરથી નીચે પટકાયો હતો. જે બાદ તેના માથા પર ગંભીર ઇજા પહોંચી હતી. સુનિલ નીચે પડવાની જાણ થતાં પત્ની તાત્કાલિક સુનિલને લઈને સિવિલ હોસ્પિટલ પહોંચી હતી. જેમાં સુનિલને હાથ પર ઇજા પહોંચી હતી.આ સાથે જ માથાના ભાગે ગંભીર ઇજા પહોંચી હતી.જેથી સુનિલને સિવિલ હોસ્પિટલમાં દાખલ કરી દેવામાં આવ્યો હતો.
પાંચ દિવસની સારવાર બાદ સુનિલનું મોત નિપજ્યું હતું. માથામાં ઇજાના કારણે મોત થયું હોવાનું ડોક્ટરોએ જણાવ્યું હતું. પતિના મોતના પગલે પત્ની ચોંધાર આંસુએ રડી પડતા વાતાવરણ ગમગીન થયું હતું. સુનિલના મોતના પગલે પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો. જ્યારે આ અંગે પાંડેસરા પોલીસના જાણ કરવામાં આવતા પત્નીનું નિવેદન નોંધી પોસ્ટમોર્ટમ કરાયું હતું. ત્યાર બાદ મૃતદેહ પરિવારને સોંપી દેવામાં આવી હતો.
રાજ્યમાં હાર્ટએટેકથી વધુ એકનું મોત
રાજ્યમાં છેલ્લા સમયથી યુવાનોમાં હાર્ટ એટેકનું પ્રમાણ વધી રહ્યું છે. રાજકોટના જેતપુરમાં એક યુવાનનું હાર્ટએટેકથી નિધન થયું છે. જેતપુરના જોડિયા હનુમાન મંદિર પાસે 40 વર્ષીય અશોક ચૌધરીને કારખાનામાં એટેક આવ્યો હતો, જેના કારણે તેનું નિધન થયું હતું. હાલ યુવકના મૃતદેહને જેતપુર સરકારી હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ અર્થે ખસેડાયો છે. જેતપુર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
તાજેતરમાં માણાવદરમાં બાવાવાડી વિસ્તારમાં રહેતા રહેતા એક 28 વર્ષીય યુવાનનું હાર્ટએટેક આવતા મોત નીપજ્યું હતું. બનાવને લઈ માણાવદર શહેરમાં આવેલા અરેરાટી મચી ગઈ હતી. માણાવદર બાવાવાળી વિસ્તારમાં રહેતા કેવલ શશશીકાંતભાઈ નિમાવત (ઉં.વ.28) ફાસ્ટ ફૂડનો વ્યવસાય કરે છે અને શ્રાવણ માસમાં માણાવદરના ત્રંબકેશ્વર મહાદેવ એટલે કે મહાદેવીયા મંદિર ખાતે દર સોમવારે મેળો ભરાય છે ત્યાં ફાસ્ટ ફૂડનો સ્ટોલ નાંખે છે. મેળામાં યુવાને ફાસ્ટ ફૂડનો સ્ટોલ હોવાથી ત્યાં ગયો હતો અને અચાનક જોરદાર હાર્ટએટેક આવતા ત્યાં જ ઢળી પડ્યો હતો. હાર્ટએટેક આવતા લોકોએ તાત્કાલિક હોસ્પિટલમાં સારવારમાં ખસેડ્યો હતો પરંતુ સારવાર મળે તે પહેલાં જ યુવાનનું મોત નીપજ્યું હતું.





















