રાજ્યના આ ગામમાં મૃતકોના નામે શૌચાલયના નિર્માણનો તૈયાર કર્યો રેકોર્ડ, ગ્રામજનોએ કર્યો મોટા કૌભાંડનો પર્દાફાશ
બનાસકાંઠાના ડીસા તાલુકાના ગેનાજી ગોળીયા ગ્રામ પંચાયતમાં શૌચાલય કૌભાંડ સામે આવ્યું છે. અહીં મૃતકોના નામે ખોટા રેકર્ડ પર શૌચાલય બનાવ્યાંનું કૌભાંડ સામે આવ્યું છે.
બનાસકાંઠાના ડીસા તાલુકાના ગેનાજી ગોળીયા ગ્રામ પંચાયતમાં શૌચાલય કૌભાંડ સામે આવ્યું છે. અહીં મૃતકોના નામે ખોટા રેકર્ડ પર શૌચાલય બનાવ્યાંનું કૌભાંડ સામે આવ્યું છે.
બનાસકાંઠાના ડીસા તાલુકાના ગેનાજી ગોળીયા ગ્રામ પંચાયતમાં શૌચાલય કૌભાંડ સામે આવ્યું છે. અહીં મૃતકોના નામે ખોટા રેકર્ડ પર શૌચાલય બનાવ્યાંનું કૌભાંડ સામે આવ્યું છે. આ સમગ્ર ઘટનાની જાણ ગ્રામજનોએ કરતા સમગ્ર મામલો સામે આવ્યો છે.જાગૃત ગ્રામજનોએ જિલ્લાના વિકાસ અધિકારીને રજુઆત કરતા જિલ્લાના વિકાસ અધિકારી એ આપ્યા આ મામલે તપાસના આદેશ આપ્યાં છે.
ઉલ્લેખનિય છે કે, હવે આ મામલે ફરિયાદ બાદ જિલ્લા વિકાસ અધિકારી સ્વનિલ ખરે સ્થળ પર જઈ શૌચાલય કૌભાંડની તપાસ કરશે.
ગાયત્રી સખી મંડળના સંચાલકે શોચાલય કૌભાંડ આચર્યું હોવાનું આવ્યું સામે આવ્યું છે. ગેનાજી ગ્રામ પંચાયતના સરપંચ અને તલાટીની મિલી ભગતથી આ કૌભાંડ અચરાયું હોવાની પણ આશંકા સેવાઇ રહી છે. ગ્રામજનોનો આક્ષેપ છે કે, સમગ્ર કૌભાંડ પર ઢાંકપિછોડો કરવા માટે નવા સૌચાલય બનાવવાના શરી કરી દીધા છે.
આ પણ વાંચો
કોંગ્રેસ નેતા ભરતસિંહ સોલંકી સાથે કોણ હતી છોકરી, ખુદ ભરતસિંહ વાયરલ વીડિયો અંગે કરશે ખુલાસો
અમદાવાદમાં આજે રહેશે હિટવેવ, તો વિસ્તારમાં રહેશે વરસાદી વાતાવરણ, જાણો હવામાન વિભાગે શું કરી આગાહી