શોધખોળ કરો
Advertisement
યોગી સરકારે પણ ઘટાડ્યા RT-PCR ટેસ્ટના ભાવ, હવે ચુકવવા પડશે માત્ર આટલા રૂપિયા
ઉત્તર પ્રદેશમાં છેલ્લા 24 કલાકમાં કોવિડ-19થી 29 લોકોના મોત થયા છે અને 1702 નવા કેસ નોંધાયા છે.
લખનઉઃ રાજસ્થાન, દિલ્હી અને ગુજરાત બાદ હવે ઉત્તર પ્રદેશે પણ કોરના ટેસ્ટિંગના ભાવ ઘટાડ્યા છે. ઉત્તર પ્રદેશમાં કોરોનાના RT-PCR ટેસ્ટ માટે હવે 700 રૂપિયા ચુક્વવા પડશે. જ્યારે ઘરેથી સેમ્પલ કલેક્ટ કરવા પર 900 રૂપિયા ચુકવવા પડશે. સપ્ટેમ્બર મહિનામાં યોગી સરકારે કોરોના ટેસ્ટિંગ ફી 2500થી ઘટાડીને 1600 રૂપિયા રી હતી.
ઉત્તર પ્રદેશમાં છેલ્લા 24 કલાકમાં કોવિડ-19થી 29 લોકોના મોત થયા છે અને 1702 નવા કેસ નોંધાયા છે. રાજ્યમાં હાલ 24,099 એક્ટિવ કેસ છે. જ્યારે 5,12,028 લોકો કોરોનાને મ્હાત આપી ચુક્યા છે. જ્યારે 7761 લોકોના કોરોનાથી મોત થયા છે.
ગુજરાત સરકારે ખાનગી લેબમાં RTPCR ટેસ્ટના ભાવ આજે જાહેર કર્યા હતા. હવે ખાનગી લેબમાં 800 અને ઘરે બેઠા 1100 રૂપિયા ચાર્જ ચુકવવો પડશે. અગાઉ લેબમાં 1500 રૂપિયા હતો. તેમજ ઘરે આવે તો 2000 રૂપિયા વસૂલવામાં આવતા હતા. નીતિન પટેલે આ જાહેરાત કરી હતી.
આ પહેલા રાજસ્થાન અને દિલ્હી આરટીપીસીઆર ટેસ્ટના દર ઘટાડવાની જાહેરાત કરી ચુક્યા છે.
Corona Vaccine: સરકારે કહ્યું- સમગ્ર દેશમાં રસીકરણની જરૂર નથી, ICMR એ કહ્યું- અમારો હેતુ ટ્રાન્સમિશન તોડવાનો
Gujarat Corona Cases Update: રાજ્યમાં કોરોનાથી કુલ મૃત્યુઆંક 4 હજારને પાર, આજે 1477 નવા કેસ નોંધાયા
મોદી અમદાવાદમાં ઝાયડસની મુલાકાતે પંકજ પટેલની BMW કારમાં નહોતા આવ્યા ? તો પછી કોની છે આ લક્ઝુરીયસ કાર ? જાણો મહત્વની વિગત
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
શિક્ષણ
દેશ
Advertisement