શોધખોળ કરો

VADODARA: પાદરામાં 120 જેટલી દુકાનો પર તંત્રએ બુલડોઝર ફેરવી દેતા વેપારીઓની રોજગારી છીનવાઈ

વડોદરા: પાદરાના વડુ ગામમાં ગત મંગળવારના રોજ ૧૨૦ જેટલી દુકાનના દબાણો દૂર કરવામાં આવતા વેપારીઓની રોજગારી છીનાવાઈ છે. જેને લઈને વિકટ પરિસ્થિતિ ઉભી થઈ હતી.

વડોદરા: પાદરાના વડુ ગામમાં ગત મંગળવારના રોજ ૧૨૦ જેટલી દુકાનના દબાણો દૂર કરવામાં આવતા વેપારીઓની રોજગારી છીનાવાઈ છે. જેને લઈને વિકટ પરિસ્થિતિ ઉભી થઈ હતી.  દુકાનદારો એ જે તે જગ્યા એ વૈકલ્પીક વ્યવસ્થા કરી આપે તેમજ સામે ઉત્તરાયણ તહેવારો હોવાથી વેપારીઓને જે તે સ્થળ પર ધંધો કરવાની છૂટ આપવામાં આવે તેવી માંગ સાથે રેલી કાઢી હતી અને પાદરા ટીડીઓ અને મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું.

દુકાનદારોની રોજી રોટી છીનવાઈ ગઈ

પાદરા તાલુકાના વડુ ગામની ભાગોળમાં ૧૨૦ જેટલા કાચી પાકી દુકાનોનો સફાયો પંચાયત દ્વારા મંગળવારના રોજ કરવામાં આવ્યો હતો. આ તમામ દુકાનો તોડી પાડવામાં આવતા દુકાનદારોની રોજી રોટી છીનવાઈ જતા બેરોજગાર બન્યા છે. જે તમામ દુકાનદારો અને નેશનલ હોક્સ ફેડરેશન સહિત સામાજિક આગેવાનો દ્વારા રેલી સ્વરૂપ પાદરા તાલુકા વિકાસ અધિકારી અને મામલતદારને આવેદનપત્ર આપી રજુઆત કરવામાં આવી હતી.

પાદરા તાલુકા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપ્યું

દુકાનદારોએ પાદરાના એસ.ટી.ડેપોએથી રેલી સ્વરૂપે ભારે સુત્રોચાર અને પ્લેકાર્ડ સાથે પાદરા તાલુકા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપ્યું હતું અને ત્યારબાદ રેલી સ્વરૂપે પાદરા મામલતદાર કચેરી પહોંચીને આવેદનપત્ર આપી રજુઆત કરી હતી. તેઓએ જણાવ્યું હતું કે દુકાનો તોડી પાડતા વડુના વેપારીઓની રોજી રોટી છીનવાઈ જતા તેઓની હાલત કફોડી બની છે. તો તેઓને ત્યાં જ વૈક્લિપક વ્યવસ્થા કરવામાં આવે અને સામે ઉત્તરાયણનો તહેવાર હોવાથી તેઓને ત્યાં જ ધંધો કરવાની છૂટ આપવામાં આવે તેવી માંગ કરી હતી.

સામાજિક આગેવાનો પણ દુકાનદારો સાથે આવ્યા

બીજી તરફ નેશનલ હોકર્સ ફેડરેશન તેમજ સામાજિક આગેવાનો પણ દુકાનદારો સાથે આવ્યા હતા અને  વડુ ગામમાં તોડવામાં આવેલ દુકાનોને તાત્કાલિક સ્ટ્રીટ વેન્ડર એક્ટ પ્રમાણે જે તે જગ્યા એ વ્યવસાય કરવા મંજૂરી આપે તેવી માંગ કરી હતી. સાથે વડુ ગામના દુકાનદારોની વ્હારે પાદરાના સામજિક કાર્યકર રાજેન્દ્રભ રામી પણ આવ્યા હતા તેઓએ પણ લેખિતમાં રજુઆત કરી હતી અને દુકાનો તોડી પાડવા આવી છે તે વેપારીઓ તે જ સ્થળે પુનઃ સ્થાપન કરવામાં નહિ આવે તો ૨૬ મી જાન્યુઆરીના રોજથી વડુ ગ્રામ પંચાયત કચેરીની સામે ગાંધી ચીંધાય માર્ગે આમરણાંત ઉપવાસ પર બેસીને આંદોલનની ચીમકી આપી હતી.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

PM Modi Video Ban: પીએમ મોદીના વીડિયો પ્રતિબંધની સજા ભોગવશે ફેસબુક, સરકારે પાઠવ્યું સમન્સ

Gujarat Rain: ગુજરાતમાં આગામી 7 દિવસ માટે ભારે વરસાદની આગાહી, 4 સિસ્ટમ થઇ સક્રિય

સરકારી જમીન ફાળવણીની પ્રક્રિયા ઝડપી-સરળ બનાવવા સરકારનો નિર્ણય, જિલ્લા કલેક્ટરો અને DDOની સત્તામાં કર્યો વધારો

IND vs SL: શ્રીલંકા પ્રવાસ માટે ભારતીય ટેસ્ટ ટીમની જાહેરાત, આ ગુજરાતી ખેલાડીની વાપસી

વિડિઓઝ

Gujarat Rain Forecast : 4 વરસાદી સિસ્ટમ સક્રિય ક્યાં ક્યાં પડશે વરસાદ?
Ahmedabad Home Collapse : અમદાવાદના કાલુપુરમાં મકાન ધરાશાયી, એકનું મોત
Hun To Bolish : હું તો બોલીશ : પેપરલીક સામે કાનૂન મજબૂત
Hun To Bolish : હું તો બોલીશ : ન આપશો આફતને આમંત્રણ
ABVP Allegations: ગુજરાત યુનિવર્સિટીમાં કરવામાં આવેલી ભરતી પર ABVPએ લગાવ્યા ગંભીર આરોપ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
PM Modi Video Ban: પીએમ મોદીના વીડિયો પ્રતિબંધની સજા ભોગવશે ફેસબુક, સરકારે પાઠવ્યું સમન્સ
PM Modi Video Ban: પીએમ મોદીના વીડિયો પ્રતિબંધની સજા ભોગવશે ફેસબુક, સરકારે પાઠવ્યું સમન્સ
Gujarat Rain: ગુજરાતમાં આગામી 7 દિવસ માટે ભારે વરસાદની આગાહી, 4 સિસ્ટમ થઇ સક્રિય
Gujarat Rain: ગુજરાતમાં આગામી 7 દિવસ માટે ભારે વરસાદની આગાહી, 4 સિસ્ટમ થઇ સક્રિય
સરકારી જમીન ફાળવણીની પ્રક્રિયા ઝડપી-સરળ બનાવવા સરકારનો નિર્ણય, જિલ્લા કલેક્ટરો અને DDOની સત્તામાં કર્યો વધારો
સરકારી જમીન ફાળવણીની પ્રક્રિયા ઝડપી-સરળ બનાવવા સરકારનો નિર્ણય, જિલ્લા કલેક્ટરો અને DDOની સત્તામાં કર્યો વધારો
IND vs SL: શ્રીલંકા પ્રવાસ માટે ભારતીય ટેસ્ટ ટીમની જાહેરાત, આ ગુજરાતી ખેલાડીની વાપસી
IND vs SL: શ્રીલંકા પ્રવાસ માટે ભારતીય ટેસ્ટ ટીમની જાહેરાત, આ ગુજરાતી ખેલાડીની વાપસી
Rain Forecast: દેશમાં ધોધમાર વરસાદની આગાહી, પૂર્વ અને ઉત્તર ભારતના રાજ્યોમાં જળબંબાકારની શક્યતા

દેશના 14 રાજ્યોમાં આજે ભારે વરસાદનું એલર્ટ, કેટલીય જગ્યાએ પૂર અને ભૂસ્ખલનથી હાલ બેહાલ

Parliament Monsoon Session: આજે સંસદમાં એન્ટી પેપર લીક બિલ પર થશે ચર્ચા, વિપક્ષ સરકારને ઘેરવા તૈયાર

આવક ચાર લાખથી પણ ઓછી છે, તેમ છતાં ભરવું પડશે ITR, ખૂબ કડક છે આ છ નિયમો

Embed widget