(Source: ECI/ABP News/ABP Majha)
વડોદરામાં પૂર મુદ્દે ભાજપના નગરસેવક થયા ભાવુક, કહ્યું - મારા વિસ્તારમાં લોકો પાસે ખાવાનું અનાજ કે પહેરવા કપડાં નથી
તેમણે વિશ્વામિત્રી નદીના દબાણ અંગે પણ ચેતવણી આપી, કહ્યું કે જો આ દબાણો નહીં તોડવામાં આવે તો તેઓ વિરોધ કરશે અને જે પણ જરૂરી પગલાં લેવા પડશે તે લેશે.
Manish Pagar emotional flood Vadodara: ભાજપના નગરસેવક મનીષ પગાર દ્વારા સ્થાનિક પરિસ્થિતિની ગંભીર ટીકા કરી છે. વડોદરા શહેરના ભાજપના નગરસેવક મનીષ પગારે આજે સ્થાનિક વહીવટ અને પરિસ્થિતિ અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. તેમણે જણાવ્યું કે તેમના વિસ્તારમાં લોકોની સ્થિતિ એટલી કફોડી છે કે તેમની પાસે ખાવાનું અનાજ કે પહેરવા કપડાં પણ નથી. પગારે આગળ કહ્યું, "પરિસ્થિતિ એટલી વણસી ગઈ છે કે વિસ્તારમાં જવું મુશ્કેલ બન્યું છે. લોકો ગુસ્સામાં છે અને ગાળો બોલે છે."
તેમણે ઉમેર્યું કે તેઓ પોતે પાણી પુરવઠાના ચેરમેન રહી ચૂક્યા છે અને જો બે દિવસ અગાઉ પાણી છોડવામાં આવ્યું હોત, તો આ પરિસ્થિતિ ટાળી શકાઈ હોત. પગારે પાલિકાના મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સહિત પાંચેય મુખ્ય સત્તાધીશોને નિષ્ફળ ગણાવ્યા. તેમણે વિશ્વામિત્રી નદીના દબાણ અંગે પણ ચેતવણી આપી, કહ્યું કે જો આ દબાણો નહીં તોડવામાં આવે તો તેઓ વિરોધ કરશે અને જે પણ જરૂરી પગલાં લેવા પડશે તે લેશે. અંતમાં, પગારે નાના કોર્પોરેટરોની અવગણના અંગે પણ નિરાશા વ્યક્ત કરી, કહ્યું કે તેમની વાત સાંભળવા કોઈ તૈયાર નથી.
નોંધનીય છે કે, વડોદરામાં આવેલ પુરમાં અનેક વિસ્તારના લોકો 2થી 3 દિવસ પાણીમાં રહ્યા, લોકોના ઘર પાણીમાં ડૂબ્યા હતા. આ ઉપરાંત અનેક વિસ્તારમાં પહેલા માળ સુધી મકાનો ડૂબ્યા હતા. લોકો 3 દિવસ સુધી ઘરમાં અને અઠવાડિયા સુધી પાણીમાં અવરજવર કરતા લોકોના પગમાં ફંગસ થવા લાગ્યા છે. આંગળીઓ વચ્ચે અને પગ તળિયે છાલા પડી ગયા ચામડી ઉતરી રહી છે. પલળેલા જ કપડા લોકોએ 2થી 3 દિવસ પહેરી રાખતા પગ અને કમ્મરના ભાગે ફંગસ થતા શહેરની ખાનગી અને સરકારી હોસ્પિટલમાં મળી 25 હજારથી વધુ લોકો ચામડીની બીમારીની સારવાર લઈ રહ્યા છે.
આ અંગે સ્કિન સ્પેશિયાલિસ્ટ કહી રહ્યા છે કે પૂર બાદ ચામડીના દર્દીઓ ડબલ થઈ જવા પામ્યા છે. 200 જેટલી ખાનગી હોસ્પિટલમાં રોજના 40 થી 50 દર્દીઓ આવી રહ્યા છે. શહેરની સરકારી હોસ્પિટલમાં પણ ખૂબ મોટી સંખ્યામાં દર્દીઓ પહોંચી રહ્યા છે. ડોક્ટરે કહ્યું કે, લોકો પલળેલા પગને ગરમ પાણીથી ધોઈ આંગળીઓ પણ સાફ કરે ત્યાં તેલ અથવા ક્રીમ લગાવે. 2 થી 3 દિવસ પલળેલા કપડાં ગરમ પાણીમાં પલાળી ધોવે, શક્ય હોય ગંદા પાણીમાં ચાલવાનું ટાળી ડોક્ટરની સલાહ લે તે જરૂરી છે.
આ પણ વાંચોઃ
આગામી 7 દિવસ આ વિસ્તારમાં તૂટી પડશે વરસાદ, બે સિસ્ટમ સક્રીય થતાં હવામાન વિભાગે કરી આગાહી