Panchmahal : પ્રેમલગ્ન કરનાર પતિને પત્નીના અન્ય યુવક સાથે શારીરિક સંબંધ હોવાની હતી આશંકા, પત્ની સૂતી હતી ને....
પતિએ આડા સંબંધનો વ્હેમ રાખી દોરડી વડે ગળે ટૂંપો આપી પત્નીને મોતને ઘાટ ઉતારી દીધી હતી. ઘોઘંબાના તરિયાવેરી ગામમાં પરિણીતાની હત્યાથી ખળભળાટ મચી ગયો છે. રાત્રીના સમયે ખાટલા ઉપર નિંદર માણી રહેલ પત્નીને દોરડી વડે ગળે ફાંસો આપી મોતને ઘાટ ઉતારી દીધી હતી. રાજગઢ પોલીસે ગુન્હો દાખલ કરી હત્યારા પતિની ધરપકડ કરી છે.
![Panchmahal : પ્રેમલગ્ન કરનાર પતિને પત્નીના અન્ય યુવક સાથે શારીરિક સંબંધ હોવાની હતી આશંકા, પત્ની સૂતી હતી ને.... Man murder of wife after doubt of affair in Panchmahal, husband arrested Panchmahal : પ્રેમલગ્ન કરનાર પતિને પત્નીના અન્ય યુવક સાથે શારીરિક સંબંધ હોવાની હતી આશંકા, પત્ની સૂતી હતી ને....](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/03/12/a3f44e6fad7fcd61c50ba946f9a05037_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
ગોધરાઃ પંચમહાલ જિલ્લામાં પતિએ પત્નીની હત્યા (Wife murder) કરી નાંખતા ચકચાર મચી ગઈ છે. ઘોઘંબામાં પતિએ પત્ની હત્યા કરી નાંખી છે. પતિએ આડા સંબંધ (wife affair)નો વ્હેમ રાખી દોરડી વડે ગળે ટૂંપો આપી પત્નીને મોતને ઘાટ ઉતારી દીધી હતી. ઘોઘંબાના તરિયાવેરી ગામમાં પરિણીતાની હત્યાથી ખળભળાટ મચી ગયો છે.
6 વર્ષ અગાઉ બંનેએ પ્રેમલગ્ન (Love marriage) કર્યા હતા. ત્યારે બીજી પત્ની લાવવાની ઈચ્છા થતા પત્ની પર આડા સંબધોનો આક્ષેપ કરી અવારનવાર ઝઘડા પતિ કર્યા કરતો હતો. રાત્રીના સમયે ખાટલા ઉપર નિંદર માણી રહેલ પત્નીને દોરડી વડે ગળે ફાંસો આપી મોતને ઘાટ ઉતારી દીધી હતી. રાજગઢ પોલીસે ગુન્હો દાખલ કરી હત્યારા પતિની ધરપકડ કરી છે.
Panchmahal : એક જ વિસ્તારમાં રહેતા યુવક-યુવતીને બંધાયા શરીરસંબંધ, યુવતીના લગ્ન બીજે નક્કી થઈ ગયા ને પછી.....
પંચંમહાલ જિલ્લામાં ઘોઘંબા તાલુકાના સાજોરા ગામની સીમમાંથી પ્રેમી પંખીડાએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. મૃતક યુવક યુવતી બંને વાવકુલ્લી ગામના રહેવાસી છે. સવારે બંનેના મૃતદેહો એક જ દોરીથી વૃક્ષ ઉપર લટકેલા મળી આવ્યા હતા. દામાવાવ પોલીસે ઘટના સ્થળે પહોચી મૃતદેહ પીએમ માટે ખસેડયા હતા.
આ અંગે મળતી વિગતો પ્રમાણે, એક જ ગામના યુવક યુવતીને પ્રેમસંબંધ બંધાયા હતા. જોકે, યુવતીના લગ્ન અન્ય યુવક સાથે પરિવારે નક્કી કરી નાંખ્યા હતા. આમ, બંનેનો પ્રેમ સમાજ નહીં સ્વીકારે અને બંને સાથે નહીં રહી શકે તેવા ડરથી બંને સોમવારે મોડી રાત્રે ઘરેથી ભાગી ગયા હતા. તેમજ સાજોરા ગામની સીમમાં બાઇક પર આવી ગયા હતા. અહીં એક વૃક્ષ પર બંનેએ નાયલોનની દોરી વડે આપઘાત કરી લીધો હતો.
બીજી તરફ યુવતી ઘરેથી ગુમ થતાં પરિવારે શોધખોળ શરૂ કરી હતી. દરમિયાન સાજોરા ગામની સીમમાં યુવક-યુવતીએ વૃક્ષ સાથે લટકીને આપઘાત કર્યો હોવાની જાણ થતાં પરિવારજનો ત્યાં તપાસ માટે પહોંચતા તેમના સંતાનો મૃત હાલતમાં મળી આવ્યા હતા. બનાવ અંગે પોલીસે અપમૃત્યુની જોગવાઈ મુજબ કાર્યવાહી કરી બંનેના મૃતદેહનું પીએમ કરાવ્યું હતું.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)