શોધખોળ કરો

Vadodara: વડોદરામાં ટોળાએ પથ્થરમારો અને તોડફોડ કરી, 3 રિક્ષાને સળગાવી દીધી, 6 લોકો ઘાયલ

વડોદરા: શહેરના સમીયાલામાં કોમી હિંસાની ઘટના સામે આવી છે. ટોળાનો પથ્થરમારો આગચંપી અને તોડફોડ કરતા સમગ્ર વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી. બંને કોમના ટોળાનો મારક હથિયારો સાથે હુમલો કર્યો હતો.

વડોદરા: શહેરના સમીયાલામાં કોમી હિંસાની ઘટના સામે આવી છે. ટોળાનો પથ્થરમારો આગચંપી અને તોડફોડ કરતા સમગ્ર વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી. બંને કોમના ટોળાનો મારક હથિયારો સાથે હુમલો કર્યો હતો. આ ઘટનામાં ત્રણ રિક્ષાને સળગાવી દેવામાં આવી હતી. આ ઉપરાંત છ શખ્સોને ઇજા પહોંચી છે. ઘટનાને લઈને લોકોમાં ગભરાહટનો માહોલ છવાયો હતો. પોલીસને ઘટનાની જાણ થતા ઘટના સ્થળે પહોંચી હતી અને સ્થિતિને કાબુમાં લીધી હતી.

ગીર ગઢડામાં CRPF જવાને યુવતી પર ગુજાર્યો બળાત્કાર

ગીર ગઢડામાં CRPF જવાન વિરુદ્ધ બળાત્કારનો ગુન્હો નોંધાયો છે. ધોકડવા ગામની યુવતીએ CRPF જવાન વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. આરોપી સોહિલ દિલાવર લીંગારી સહિત 09 વિરુદ્ધ પોલીસે ગુન્હો નોંધ્યો છે. તમને જણાવી દઈએ કે, આ ઘટનામાં લવજેહાદનો મુદ્દો ઉઠ્યો હતો. ઉનાના ધારાસભ્ય કે. સી.રાઠોડ સહિત હિન્દૂ સંગઠનો દ્વારા રેલી કાઢી આવેદનપત્ર પાઠવ્યું હતું. ધોકળવા ગામની યુવતીને લવજેહાદમાં ફસાવ્યાના આક્ષેપ સાથે રેલી યોજાઈ હતી. આરોપી સોહિલ મૂળ ધોકળવા ગામનો રહેવાસી છે અને હાલ CRPF માં દિલ્હી ખાતે ફરજ બજાવે છે. આરોપીએ લગ્નની લાલચ આપી ધમકાવી બળજબરીથી અનેકવાર દુષ્કર્મ ગુજાર્યાનો પીડિતાએ આરોપ લગાવ્યો છે. પોલીસે યુવતીની ફરિયાદ આધારે આરોપી સોહિલના પરિવાર સહિત અન્ય 09 વિરુદ્ધ ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે.

મહેસાણામાં કુહાડીના ઘા મારી ખેડૂતની હત્યા

મહેસાણાના સતલાસણા તાલુકાના તખતપુરા ગામે એક ખેડૂતની હત્યા કરવામાં આવી છે. ઘઉનો પાક એકઠો કરવાા જેવી નજીવી બાબતે હત્યા કરવામાં આવી હોવાની માહિતી સામે આવી છે. કુહાડીના ઘા મારી ખેડૂતની હત્યા કરી તેની લાશને કૂવામાં ફેંકી દીધી દેવામાં આવી હતી. સમગ્ર મામલે પોલીસે બે લોકો સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. મહેસાણા જિલ્લામાં હત્યાનો સિલસિલો યથાવત રહેતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.

રાજકોટના ભાયાવદરમાં ભત્રીજાએ કરી સગા કાકાની હત્યા

રાજકોટ જિલ્લાના ભાયાવદરનાં મોટીના પાનેલી ગામે ચોંકાવનારી ઘટના સામે આવી છે. ભત્રીજાએ સગા કાકાને મોતને ઘાટ ઉતારી દીધા છે. આ અંગે સામે આવેલી વિગતો અનુસાર ભત્રીજો જીલ ભાલોડીયા નશાનાં રવાડે ચડી ગયો હોવાનું કાકા ચેતનભાઈએ પરિવારને કહેતા ભત્રીજાએ હૂમલો કર્યો હતો. ચેતનભાઈ ભાલોડિયાને ઇજાગ્રસ્ત હાલતમાં સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યા હતા. જે બાદ સારવાર દરમિયાન ચેતનભાઈનું મોત થયું હતું. ઘટનાને પગલે પરિવારમાં માતમ છવાયો છે. હાલમા ભત્રીજાની ધરપકડ કરવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

રોંગ સાઈડથી આવતા ટ્રકની ટક્કરે ઈકોનો કચ્ચરઘાણ : વડોદરાના 6 શ્રદ્ધાળુઓના કરૂણ મોત
રોંગ સાઈડથી આવતા ટ્રકની ટક્કરે ઈકોનો કચ્ચરઘાણ : વડોદરાના 6 શ્રદ્ધાળુઓના કરૂણ મોત
વડોદરામાં એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ મોટી કાર્યવાહી,  362 કિલો જથ્થો ઝડપાયો
વડોદરામાં એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ મોટી કાર્યવાહી,  362 કિલો જથ્થો ઝડપાયો
Baroda Dairy: બરોડા ડેરીમાં દિનુ મામાનો દબદબો યથાવત, ફરીથી બન્યા ચેરમેન
Baroda Dairy: બરોડા ડેરીમાં દિનુ મામાનો દબદબો યથાવત, ફરીથી બન્યા ચેરમેન
વડોદરામાં 2 દિવસના વિરામ બાદ મેઘમહેર: જાણો ગુજરાતમાં આગામી 7 દિવસ કેવું રહેશે હવામાન
વડોદરામાં 2 દિવસના વિરામ બાદ મેઘમહેર: જાણો ગુજરાતમાં આગામી 7 દિવસ કેવું રહેશે હવામાન

વિડિઓઝ

Patan Congress: પાટણ કૉંગ્રેસમાં કકળાટ યથાવત, કિરીટ પટેલના સમર્થનમાં કોંગ્રેસના નેતાઓ મેદાને
Jamnagar news: જામનગરમાં મહિલા સશક્તિકરણના દાવાની ખુલ્લી પોલ
Gujarat Rain Forecast: ગુજરાતમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય, બે દિવસ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી
Chandipura Virus : ચાંદીપુરા વાયરસનો કહેર યથાવત, અત્યાર સુધીમાં 23 બાળકોના મોત
Gujarat Rain : આગાહી વચ્ચે ક્યાં શરૂ થયો વરસાદ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આગામી 7 દિવસ દેશના આ રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, હવામાન વિભાગે જાહેર કર્યું મોટું એલર્ટ
આગામી 7 દિવસ દેશના આ રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, હવામાન વિભાગે જાહેર કર્યું મોટું એલર્ટ
18 જીલ્લામાં મેઘરાજા ધબધબાટી બોલાવશે, આગામી 48 કલાક ભારે વરસાદની આગાહી, IMD નું એલર્ટ
18 જીલ્લામાં મેઘરાજા ધબધબાટી બોલાવશે, આગામી 48 કલાક ભારે વરસાદની આગાહી, IMD નું એલર્ટ
OPS પર સરકારનો મોટો ખુલાસો: જૂની પેન્શન યોજના લાગુ કરવા મુદ્દે લોકસભામાં મંત્રીનું મોટું નિવેદન
OPS પર સરકારનો મોટો ખુલાસો: જૂની પેન્શન યોજના લાગુ કરવા મુદ્દે લોકસભામાં મંત્રીનું મોટું નિવેદન
2027 વનડે વર્લ્ડ કપ પહેલા નવો વિવાદ, ICC ના ફોર્મેટ પર બે ટીમોએ ઉઠાવ્યા સવાલ
2027 વનડે વર્લ્ડ કપ પહેલા નવો વિવાદ, ICC ના ફોર્મેટ પર બે ટીમોએ ઉઠાવ્યા સવાલ
આગામી 3 કલાકમાં સમગ્ર ગુજરાતમાં વરસાદ ખાબકશે, 15 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર, જુઓ લેટેસ્ટ વેધર અપડેટ
આગામી 3 કલાકમાં સમગ્ર ગુજરાતમાં વરસાદ ખાબકશે, 15 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર, જુઓ લેટેસ્ટ વેધર અપડેટ
આ તારીખથી વરસાદ ફરી ભુક્કા કાઢશે, ચોમાસાના નવા રાઉન્ડ અંગે અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી
આ તારીખથી વરસાદ ફરી ભુક્કા કાઢશે, ચોમાસાના નવા રાઉન્ડ અંગે અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી
Ahmedabad Rain: બે દિવસના ઉકળાટ બાદ અમદાવાદ શહેરમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી
Ahmedabad Rain: બે દિવસના ઉકળાટ બાદ અમદાવાદ શહેરમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી
Gujarat Rain: ગુજરાતમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય, બે દિવસ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી
Gujarat Rain: ગુજરાતમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય, બે દિવસ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી
Embed widget