શોધખોળ કરો
Advertisement
વડોદરા: PM મોદી 21 હજાર કરોડથી વધુના કામોનું કરશે લોકાર્પણ, જાણો જનતાને શું મળશે ભેટ
પીએમ મોદી બે દિવસ ગુજરાત પ્રવાસે છે. આ દરમિયાન પીએમ અનેક કાર્યોનું લોકાર્પણ કરશે. વડોદરાના પૂર્વ વિસ્તારમાં આજવા રોડ પર આવેલા લેપ્રસી હોસ્પિટલ મેદાનમાં આજે કાર્યક્રમ રાખવામાં આવ્યો છે.
PM Modi's visit to Gujarat: પીએમ મોદી બે દિવસ ગુજરાત પ્રવાસે છે. આ દરમિયાન પીએમ અનેક કાર્યોનું લોકાર્પણ કરશે. વડોદરાના પૂર્વ વિસ્તારમાં આજવા રોડ પર આવેલા લેપ્રસી હોસ્પિટલ મેદાનમાં આજે કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. આજે પ્રધાનમંત્રી રૂપિયા 21,504 કરોડની કિંમતના શિક્ષણ, પરિવહન,પાણી પુરવઠા, મલિન જળ શુદ્ધિકરણ અને ગટર વ્યવસ્થા,આવાસ સુવિધાઓ, ઊર્જાને લગતા બહુ આયામી વિકાસ આયોજનોની જનતાને ભેટ આપશે.
આ ઉપરાંત સગર્ભાઓ તેમજ મહિલાઓના પોષણની કાળજી લઈને આરોગ્ય સાચવનારી, સંકલિત બાળ વિકાસ યોજના હેઠળની બે નવીન યોજનાઓ મુખ્યમંત્રી માતૃ શક્તિ યોજના જેના માટે રૂપિયા 811 કરોડ ફાળવવામાં આવ્યા છે. આ ઉપરાંત પોષણ સુધા યોજના માટે રુપિયા 118 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે. આ બન્ને યોજનાનું પણ આજે લોકાર્પણ થશે.
- ગ્રામ વિકાસ અને ગ્રામ ગૃહ નિર્માણ વિભાગ દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામિણ) હેઠળ રૂ.1535 કરોડના એક લાખ આવાસોનું ઈ લોકાર્પણ..
- શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી) હેઠળ રૂ.2110 કરોડના ખર્ચે નિર્મિત અને નિર્માણ પામનારા 41,070 આવાસોનું ખાતમુહૂર્ત, ઈ લોકાર્પણ.
- ઊર્જા અને પેટ્રો રસાયણ વિભાગના રૂપિયા 53 કરોડના કામોનું ઈ લોકાર્પણ.
- પાંચ જિલ્લાઓમાં પાણી પુરવઠા વિભાગના રૂ.395 કરોડના કામોનું ઈ લોકાર્પણ, રૂ.122 કરોડના આયોજિત વિકાસ કામોનું ખાતમુહૂર્ત અને રૂ.143 કરોડના સૂચિત વિકાસ કામોનું ભૂમિપૂજન.
- માર્ગ અને મકાન વિભાગ દ્વારા રૂ.23 કરોડના ખર્ચે બનાવવામાં આવેલા જિલ્લા પંચાયત ભવનોનું લોકાર્પણ, રૂ.109 કરોડના ખર્ચે બાંધવામાં આવેલા રસ્તાઓનું લોકાર્પણ
- વડોદરા મહાનગર પાલિકા આયોજિત રૂ.243 કરોડના વિકાસ કામોનું ઈ લોકાર્પણ અને રૂ.15 કરોડના નવા વિકાસ કામોનું ખાતમુહુર્ત.
- વડોદરા નજીક કુંઢેલામાં સ્થાપિત થનાર ગુજરાત કેન્દ્રીય વિશ્વવિદ્યાલયના પરિસર નિર્માણનો શિલાન્યાસ
- ભારતીય રેલવે પ્રાયોજિત રાજ્યના વિવિધ જિલ્લાઓના રેલ સેવા વિકાસના રૂ.10,749 કરોડના વિકાસ કામોના ઈ લોકાર્પણ
- વડોદરા ખાતે NAIR કેમ્પસમાં આકાર લેનારી ગતિ શક્તિ વિશ્વવિદ્યાલય ભવનના નિર્માણ સહિત વિવિધ રેલ પથ નિર્માણના રૂ.5620 કરોડના કામોનો ઇ શિલાન્યાસ
- મહિલા અને બાળ વિકાસ વિભાગની મુખ્યમંત્રી માતૃ શક્તિ યોજનાનો રાજ્યવ્યાપી શુભ આરંભ
- પોષણ સુધા યોજનાને વિસ્તારીને 14 આદિજાતિ જિલ્લાઓના 106 ઘટકોમાં યોજનાનો પ્રારંભ
- પાંચ જિલ્લાઓના અને રેલવેના રૂ.6620 કરોડથી વધુ રકમના સાકારિત વિકાસ કામોનું કરશે જન સમર્પણ..
- રેલવે સહિત પાંચ જિલ્લાઓ અને વડોદરા મહાનગર પાલિકાના રૂ.14,884 કરોડથી વધુ કિંમતના વિકાસકામોનો શિલાન્યાશ
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
સમાચાર
ક્રિકેટ
ક્રિકેટ
Advertisement
gujarati.abplive.com
Opinion