શોધખોળ કરો

Vadodara: BLOની મીટીંગમાં પ્રાંત ઓફિસરે શિક્ષકને ગેટ આઉટ કહી અપમાનિત કરતા શિક્ષકો વિફર્યા, 3 કલાક મચ્યો હોબાળો

વડોદરા: પાદરામાં ચૂંટણી કામગીરીની પ્રાંત ઓફિસરની બી.એલ.ઓની યોજાયેલી મીટીંગમાં બી.એલ.ઓને ગેટ આઉટ કરી અપમાન કરતા શિક્ષકો વિફર્યા હતા અને ત્રણ કલાક સુધી હોબાળો મચાવ્યો હતો.

વડોદરા: પાદરામાં ચૂંટણી કામગીરીની પ્રાંત ઓફિસરની બી.એલ.ઓની યોજાયેલી મીટીંગમાં બી.એલ.ઓને ગેટ આઉટ કરી અપમાન કરતા શિક્ષકો વિફર્યા હતા અને ત્રણ કલાક સુધી હોબાળો મચાવ્યો હતો. શિક્ષકોએ માફી માગવાની માંગ કરી હતી. છેલ્લે પ્રાંત ઓફિસર આવ્યા અને તેઓને મિટિંગ દરમ્યાન ગેરસમજ થઈ હોવાની વાત સામે આવી છે. હવે તેનો ઉકેલ લાવવામાં આવ્યો છે. તો બીજી તરફ જે બી.એલ.ઓ શિક્ષકનું અપમાન કરવામાં આવ્યું હતું તેઓ એ જણાવ્યું કે પ્રાંત ઓફિસરે તેઓને પિતાતુલ્ય ગણાવી માફી માંગી હોવાનું જણાવતા વિવાદનો ઉકેલ આવ્યો હતો.

ગેટ આઉટ કહી અપમાન કરતા શિક્ષકો વિફર્યા

પાદરાના પ્રમુખ સ્વામી મહારાજ ટાઉન હોલ ખાતે ચૂંટણી કામગીરી અંગેની પાદરા બી.એલ.ઓ કામગીરીમાં જોતરાયેલા 215 જેટલા શિક્ષકોની મિટિંગ પ્રાંત ઓફિસર મયંક પટેલની અધ્યક્ષતામાં યોજાય હતી. જેમાં પાદરાના મામલતદાર સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આધાર કાર્ડમાં ફોટાના લિંક અંગે બી.એલ.ઓ વિજય ગોહિલે પ્રશ્ન કરતા પ્રાંત ઓફિસર મંયક પટેલે ગેરવર્તુણક કરી જાહેરમાં અપમાન કરી ગેટ આઉટ કહી અપમાન કરતા શિક્ષકો વિફર્યા હતા અને ભારે હોબાળો મચાવ્યો હતો.

પ્રાંત ઓફિસર સામે નારાજગી દર્શાવી 

જો કે પ્રાંત ઓફિસર ચાલુ મિટિંગ છોડી જતા રહ્યા હોવાનું જણાવ્યું હતું. બીજી તરફ પાદરા તાલુકા શિક્ષક સંઘના બન્ને શિક્ષક સંઘના આગેવાનો ટાઉન હોલ ખાતે દોડી આવ્યા હતા અને પ્રાંત ઓફિસર સામે નારાજગી દર્શાવી માફી માગે તેવી માંગ સાથે સુત્રોચ્ચાર કર્યા હતા. આ ઉપરાંત માફી નહિ માંગે તો બી.એલ.ઓની કામગીરીમાંથી તમામ રાજીનામાં આપશે તેવી ચિમકી આપી હતી.

સુખદ સમાધાન થયું હોવાનું પ્રાંત ઓફિસરે જણાવ્યું

બીજી તરફ કલાકો સુધી હોબાળો થતા આખરે પ્રાંત ઓફિસર મંયક પટેલ પરત પાદરાના પ્રમુખ સ્વામી હોલ આવ્યા હતા અને શિક્ષકોને મળ્યા હતા. જો કે, બી.એલ.ઓને જાહેરમાં કરવામાં આવેલા અપમાન અંગે તેઓ જણાવ્યું હતું કે ગેરસમજ હતી તેનું સુખદ સમાધાન થયું હોવાનું પ્રાંત ઓફિસરે જણાવ્યું હતું. જો કે,  જે  બી.એલ.ઓ શિક્ષક વિજય ગોહિલનું અપમાન કર્યું હતું તેઓની માફી માંગી હોવાનું જણાવી શિક્ષકને પિતા તુલ્ય ગણાવ્યા હોવાનું બી.એલ.ઓ વિજય ગોહિલએ જણાવ્યું હતું જેથી થયેલા વિવાદનો અંત આવ્યો હતો.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાતમાં એનાલોગ પનીર પર 1 વર્ષનો પ્રતિબંધ, સરકારે ગેઝેટ જાહેર કર્યું, નિયમ તોડનાર સામે કડક કાર્યવાહી

Weather Update: ગુજરાત સહિત 18 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ, હવામાન અપડેટ

Asaram Medical Bail: આસારામને ઝટકો, દુષ્કર્મ કેસમાં વચ્ચગાળાના જામીન આપવાનો સુપ્રીમ કોર્ટનો ઇન્કાર

8th Pay Commission: ડેડલાઈન સમાપ્ત, હવે પગાર-પેન્શન પર થશે કામ...8માં પગાર પંચ પર મોટું અપડેટ!

વિડિઓઝ

યુક્રેન પર રશિયાનો ભીષણ હુમલો, 21 લોકોના થયા મોત
આણંદમાં મહિલાની સોનાની ચેઈન ખેંચીને ભાગ્યો શખ્સ, બાઈક ખાડામાં પડતા ઝડપાયો
ભરૂચના જંબુસરમાં દીપડાનો આતંક, પાંચ પશુનો કર્યો શિકાર
Rajkot | અમદાવાદ બાદ હવે રાજકોટમાં નકલી દારૂના રેકેટનો પર્દાફાશ, દારૂની મોંઘી બોટલોમાં સસ્તો દારુ ભરીને વેચતા
Surat: સુરતના પાંડેસરામાં જાહેર રોડ પર જન્મદિવસની ઉજવણીનો વીડિયો વાયરલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતમાં એનાલોગ પનીર પર 1 વર્ષનો પ્રતિબંધ, સરકારે ગેઝેટ જાહેર કર્યું, નિયમ તોડનાર સામે કડક કાર્યવાહી
ગુજરાતમાં એનાલોગ પનીર પર 1 વર્ષનો પ્રતિબંધ, સરકારે ગેઝેટ જાહેર કર્યું, નિયમ તોડનાર સામે કડક કાર્યવાહી
Weather Update: ગુજરાત સહિત 18 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ, હવામાન અપડેટ
Weather Update: ગુજરાત સહિત 18 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ, હવામાન અપડેટ
Asaram Medical Bail: આસારામને ઝટકો, દુષ્કર્મ કેસમાં વચ્ચગાળાના જામીન આપવાનો સુપ્રીમ કોર્ટનો ઇન્કાર
Asaram Medical Bail: આસારામને ઝટકો, દુષ્કર્મ કેસમાં વચ્ચગાળાના જામીન આપવાનો સુપ્રીમ કોર્ટનો ઇન્કાર
8th Pay Commission: ડેડલાઈન સમાપ્ત, હવે પગાર-પેન્શન પર થશે કામ...8માં પગાર પંચ પર મોટું અપડેટ!
8th Pay Commission: ડેડલાઈન સમાપ્ત, હવે પગાર-પેન્શન પર થશે કામ...8માં પગાર પંચ પર મોટું અપડેટ!
Rajkot: એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ રાજકોટમાં આરોગ્ય વિભાગનું કડક ચેકિંગ, 3 ડેરી પેઢીઓ કરાઈ સીલ

Russia-Ukraine War: રશિયા-યૂક્રેન યુદ્ધ બન્યું વધુ ભયાનક, રશિયાના ભીષણ મિસાઈલ હુમલામાં 21 લોકોના મોત, મચ્યો હાહાકાર

જેલમાં બંધ મોટા ભાઈને મળવા જતા અતિક અહેમદના પુત્રનું અકસ્માતમાં મોત, કાર ડિવાઈડર સાથે અથડાઈ

બાંગ્લાદેશના પૂર્વ કેપ્ટન શાકિબના ઘર પર બોમ્બથી હુમલો, શેખ હસીનાની પ્રેસ કોન્ફરન્સમાં સામેલ હતા

Embed widget