Sweety Patel Murder Case: સ્વીટી પટેલ હત્યા કેસમાં પોલીસે માટી ચાળતાં શું પુરાવા મળ્યાં ? અજય દેસાઈનો શું આવ્યો પોલિગ્રાફિક ટેસ્ટ
વડોદરાના પીઆઇ અજય દેસાઈએ પત્ની સ્વીટી હત્યા કરી લાશને હિન્દુ રીતરિવાજ પ્રમાણે અંતિમવિધી કરી હતી. ક્રાઈમબ્રાંચે જગ્યા ઉપર ત્રીજી વખત તપાસ કરી ખોદકામ કર્યું. 12 કલાક સુધી ખોદકામ કરીને માટી ચાળી હતી.
વડોદરાઃ વડોદરાની સ્વીટી પટેલ ચકચારી હત્યા કેસમાં ક્રાઇમ બ્રાન્ચને મહત્વના પુરાવા મળી આવ્યાં છે. ક્રાઈમ બ્રાન્ચે સ્વીટીને સળગાવી ત્યાંની માટી ચાળી તો બળેલું મંગળસૂત્ર અને હાથની વીંટી મળી આવી હતી. ઉપરાંત સ્વીટીના પાંચ દાંત મળી આવ્યા હતા તથા અજય દેસાઈનો પોલિગ્રાફિક ટેસ્ટ પોઝિટીવ આવ્યો હતો.
12 કલાકના ખોદકામમાં શું શું મળ્યું
વડોદરાના પીઆઇ અજય દેસાઈએ એની પત્ની સ્વીટી હત્યા કરી લાશને હિન્દુ રીતરિવાજ પ્રમાણે અંતિમવિધી કરી હતી. ક્રાઈમ બ્રાંચે જગ્યા ઉપર ત્રીજી વખત તપાસ કરી ખોદકામ કર્યું. લગભગ 12 કલાક સુધી ખોદકામ કરીને માટી ચાળી હતી. જેમાં સ્વીટીના હાથની આંગળીઓના હાડકા,મણકા ભાગ સહીત 43 અસ્થીઓ અને પાંચ દાંત મળી આવ્યા હતા. ઉપરાંત સ્વીટીનું બળેલું મંગળસૂત્ર અને હાથની વીંટી મળી આવી હતી. બીજી તરફ સ્વીટીની લાશના નિકાલ બાદ એફએસએલ દ્વારા કરવામાં આવેલો પોલિગ્રાફ ટેસ્ટ અને SDS પણ પોઝિટિવ આવ્યો છે. હાલ આ અનેક કડીઓ મળી આવતા ક્રાઇમ બ્રાન્ચ સ્વીટી લાશ અને તેની હત્યાના સંયોગિક પુરાવા મળ્યા છે.
અગ્નિદાહ માટે ઘી, દૂધ, દહીની વ્યવસ્થા કરનારનું નિવેદન લીધું
ક્રાઈમ બ્રાંચના પીઆઈ ડીબી બારડે કહ્યું, હત્યારા અજય દેસાઈએ સ્વીટીની હત્યા કરી ગુનો છુપાવવા અનેક પ્રયાસ કર્યા પણ ગુનેગાર ગમે તેટલો હોશિયાર હોય પણ પોતાની એક ભુલને કારણકે તે પકડાઈ જાય છે..આ કેસમાં પણ આવુ જ કઈક થયુ. જેમાં ક્રાઇમ બ્રાંચને અજય દેસાઈ સામે સજ્જડ પુરાવા મળ્યા છે...સ્વીટી હત્યા કર્યા બાદ અજય દેસાઇએ લાશ હિન્દુ રીતરિવાજ મુજબ અગ્નિદાહ કર્યો હતો તે માટે ઘી અને દૂધ,દહીંની વ્યવસ્થા કરનારનું ક્રાઇમ બ્રાંચે કોર્ટ સમક્ષ 164 મુજબ નિવેદન લીધુ..આ સાથે ચાર સાક્ષીઓના પણ 164 મુજબના નિવેદન લીધાં છે..આ સમગ્ર પ્રકરણ કેસમાં ક્રાઇમ બ્રાંચ મજબૂત પુરાવા મળી આવ્યાં છે.
પોલીસને પહેલેથી જ અજય દેસાઈ પર શંકા હતી ત્યારે તેનો પોલિગ્રાફ ટેસ્ટ કરવામાં આવ્યો હતો, જે રિપોર્ટ પણ હવે આવી જતાં અજય દેસાઈ સામે વધુ પુરાવા મજબૂત થઈ રહ્યા છે. બીજી તરફ અજયની બીજી પત્ની પૂજા પોતાની દીકરી અને અજયના બાળકને લઈને ઉત્તર ગુજરાતના એક ગામમાં રહે છે બંને બાળકોને સાથે ઉછેરી રહી છે.
શર્લિન ચોપડાએ રાજ કુંદ્રા સાથે શૂટિંગ કર્યાનો આપ્યો પુરાવો, જાહેર કર્યો આ ફોટો