શોધખોળ કરો
Advertisement
Vadodara : જમીન દલાલ પરિણીતા સાથે તેના જ ફ્લેટમાં માણી રહ્યો હતો શરીરસુખ ને પતિ જોઇ ગયો, પછી.....
વડોદરાના બાજવા-કરચિયા રોડ પર ગિરિરાજ ફ્લેટમાં રહેતી પરિણીતા સાથે જમીન દલાલ મહેન્દ્ર પઢિયાર(ઉં.વ.40)ને આડા સંબંધો હતા.
વડોદરાઃ શહેરના બાજવા-કરચિયા રોડ પર આવેલા ફ્લેટમાં રહેતી પરિણીતા સાથે જમીન દલાલને લગ્નેત્તર સંબંધ બંધાયા હતા. જમીન દલાલ પરિણીતાના જ ઘરમાં તેની સાથે રંગરેલિયા મનાવતો હતો. એક દિવસ જમીન દલાલ પરણીત પ્રેમિકા સાથે ફ્લેટમાં શરીરસુખ માણી રહ્યો હતો, તે જ સમયે પરણીતાનો પતિ આવી જતાં બંનેનું લફરું પકડાઇ ગયું હતું. પત્નીને જમીન દલાલ સાથે જોઇ જતાં પતિ ઉશ્કેરાઇ ગયો હતો અને તેની હત્યા કરી નાંખી હતી.
આ અંગેની વિગતો એવી છે કે, વડોદરાના બાજવા-કરચિયા રોડ પર ગિરિરાજ ફ્લેટમાં રહેતી પરિણીતા સાથે જમીન દલાલ મહેન્દ્ર પઢિયાર(ઉં.વ.40)ને આડા સંબંધો હતા. સોમવારે રાતે મહેન્દ્ર પરણીતા સાથે ફ્લેટમાં હતો, ત્યારે જ પતિ બંનેને સાથે જોઇ જતાં ઉશ્કેરાઇ ગયો હતો અને તેને ઢોર માર માર્યો હતો. આ પછી પરણીતાને પતિએ જ કંટ્રોલમાં ફોન કરીને પોલીસ બોલાવી હતી.
આથી જવાહરનગર પોલીસ જમીન દલાલની અટકાયત કરીને પોલીસ સ્ટેશન લઈ ગઈ હતી. દરમિયાન જમીન દલાલને બાજવાના સરકારી દવાખાને લઈ ગઈ હતી. જોકે, અહીં હાજર ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો. જમીન દલાલનું મોત થતા પરિવારજનો હોસ્પિટલ પહોંચી ગયા હતા અને પોલીસના મારથી મોત થયું હોવાનો આક્ષેપ લગાવ્યો હતો. પરિવારે પોસ્ટમોર્ટમનો રિપોર્ટ ન આવે ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કરી દીધો હતો.
પરિવારના આક્ષેપને પગલે પોલીસે સઘન તપાસ કરી હતી. બીજી તરફ પેનલ પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં કપાળ અને નાકના ભાગે ગંભીર ઇજાઓ થતાં તેનું મોત થયું હોવાનો ઘટસ્ફોટ થયો હતો. પોલીસે પરણીતાના પતિની પૂછપરછ કરતાં તેણે જમીન દલાલને માર માર્યા બાદ મોત થયાનું ખૂલ્યું હતું. જવાહર નગર પોલીસે મૃતકના ભત્રીજાની ફરિયાદને આધારે હત્યાનો ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
સમાચાર
ગુજરાત
દેશ
Advertisement