Vadodara: સ્ટન્ટબાજ યુવક ઝડપાયો, મંગેતરને બાઇકની ટાંકી પર બેસાડીને રસ્તાં પર કરતો હતો જોખમી સવારી
વડોદરામાં થોડાક સમય પહેલા જાહેર રસ્તાં પર સ્ટન્ટબાજી કરતો એક યુવકનો વીડિયો સામે આવ્યો હતો, હવે પોલીસે આ ઘટના અંગે એક્શન લેતા સ્ટન્ટબાજ યુવકને ઝડપી પાડ્યા છે.
Vadodara Video News: વડોદરામાં થોડાક સમય પહેલા જાહેર રસ્તાં પર સ્ટન્ટબાજી કરતો એક યુવકનો વીડિયો સામે આવ્યો હતો, હવે પોલીસે આ ઘટના અંગે એક્શન લેતા સ્ટન્ટબાજ યુવકને ઝડપી પાડ્યા છે. વડોદરાના ન્યૂ વીઆઇપી રૉડ પર સ્ટન્ટબાજ યુવક કલ્પેશ દરબાર પોતાની મંગેતરને તેની બાઇકની ટાંકી પર બેસાડીને રસ્તાં પર જોખમીભર્યા સ્ટન્ટ કરીને સવારી કરતો હતો, આ અંગે પોલીસે ગુનો નોંધ્યા હતો, અને હવે તેને ઝડપી પાડવામાં આવ્યો છે.
મળતી માહિતી પ્રમાણે, વડોદરામાં થોડાક સમય પહેલા પોતાની મંગેતરને પોતાની બાઇકની ટાંકી પર બેસાડીને જોખમી સવારી કરીને સ્ટન્ટ કરતા યુવકે ઝડપી પાડવામાં આવ્યો છે. હરણી પોલીસે બાઈકના નંબરના આધારે તપાસ કરીને ગુનો દાખલ કર્યો હતો. શહેરના ન્યૂ વીઆઇપી રૉડ પર મિલન પાર્ટી પ્લૉટ પાસે કલ્પેશ દરબાર નામનો યુવક બાઈક ચલાવી રહ્યો હતો, કલ્પેશે તેની મંગેતરને બાઇકની પેટ્રોલની ટાંકી પર બેસાડી હતી અને જોખમી સ્ટન્ટ કરતો હતો, આ ઘટના છઠ્ઠ પૂજાની રાતની છે, આનો વીડિયો સોશ્યલ મીડિયા પર ખુબ જ વાયરલ થયો હતો. જે બાદ હરણી પોલીસે તપાસ કરી બાઈક નંબરના આધારે કલ્પેશ દરબાર સામે આઈપીસી કલમ 279 તથા એમ.વી એક્ટ મુજબ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. જોકે, હવે આરોપી કલ્પેશ દરબારને પોલીસે ઝડપી પાડ્યો છે. બાઈક ચાલક પાસે લાયસન્સ પણ ના હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે.
આ પહેલા વડોદરામાં યુવકે ધૂમ સ્ટાઈલમાં મંગેતરને બાઈકની ટાંકી પર બેસાડી કર્યો હતો સ્ટન્ટ
સંસ્કારી નગરીની લાજ દુભાવે તેવો કિસ્સો સામે આવ્યો છે. વડોદરામાં ધૂમ સ્ટાઈલમાં યુવતીને બાઇક પર આગળ બેસાડીને સ્ટંટ કરતા યુવકનો વીડિયો વાયરલ થયો છે. શહેરના વીઆઈપી રોડ પર નવયુવાન યુવતીને બાઈક પર આગળ ઊંધી બેસાડી રોમાન્સ કરતા નજરે પડ્યો હતો. યુવક કોણ છે તે હજુ સ્પષ્ટ થયું નથી. યુવક પોલીસ સામે પડકાર ફેંકી રહ્યો હોય તેવું સ્પષ્ટ નજરે પડી રહ્યું છે.
લખનઉમાં પણ આવો જ વીડિયો થયો હતો વાયરલ
થોડા મહિના પહેલા લખનઉના વીઆઈપી વિસ્તારના લોહિયા પથ રોડ પર કારનું સન રૂફ ખોલીને રોમાંસ કરતાં યુવક, યુવતીનો વીડિયો વાયરલ થયો હતો. વાયરલ વીડિયોમાં કારમાં સવાર યુવક અને યુવતી બેશર્મીની તમામ હદો પાર કરતાં જોવા મળ્યા હતા. આ પહેલા લખનઉના હઝરતગંજનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. હઝરતગંજના એક વ્યસ્ત રોડ પર સ્કૂટી પર સવાર એક યુવક-યુવતી પોતાનો જીવ જોખમમાં મુકીને અશ્લીલ હરકતો કરતું જોવા મળ્યું હતું. વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ પોલીસ એક્શનમાં આવી ગઈ હતી વીડિયો મુજબ એક કપલ ચાલતી સ્કૂટી પર એકબીજાને કિસ કરી રહ્યું છે. યુવતી યુવકના ખોળામાં બેઠી હતી. આ કેસમાં યુવકની ધરપકડ કરવામાં આવી હતી. મોટર વ્હીકલ એક્ટ અને અશ્લીલતા ફેલાવવાના આરોપમાં યુવક વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે. આ કપલનો વીડિયો તેમને ફોલો કરતા લોકોએ બનાવ્યો હતો અને સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો હતો. વીડિયો વાયરલ થયા બાદ પોલીસ એક્શનમાં આવી ગઈ હતી અને સીસીટીવી કેમેરાની મદદથી યુવકને શોધી કાઢવામાં સફળ રહી હતી. હઝરતગંજ ઈન્ટરસેક્શન પાસે એક યુવક અને યુવતી સ્કૂટી પર ટ્રાફિકના નિયમોનો ભંગ કરી રહ્યાં છે. સ્કૂટી ચલાવતા યુવકના ખોળામાં બેઠેલી યુવતી યુવકને કિસ કરતી જોવા મળે છે. મંગળવારે મોડી સાંજે વીડિયો વાયરલ થયા બાદ યુપી પોલીસના ટ્વિટર હેન્ડલ પરથી સ્કૂટી સવાર યુવકો સામે કાયદેસરની કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી હતી.