International Dance Day 2023: શા માટે 29 અપ્રિલે મનાવાય છે ઇન્ટરનેશનલ ડાન્સ ડે, જાણો શું છે ઇતિહાસ અને આ વર્ષની થીમ
International Dance Day 2023: શારીરિક અને માનસિક વિકાસ માટે નૃત્ય ખૂબ જ ફાયદાકારક છે. તે આપણા મૂડને સુધારવામાં મદદ કરે છે. ડોકટરો પણ તેની સલાહ આપે છે.
International Dance Day 2023: શારીરિક અને માનસિક વિકાસ માટે નૃત્ય ખૂબ જ ફાયદાકારક છે. તે આપણા મૂડને સુધારવામાં મદદ કરે છે. ડોકટરો પણ તેની સલાહ આપે છે.
નૃત્યની શરૂઆત ક્યારથી થઇ?
એવું કહેવાય છે કે 2000 વર્ષ પહેલા ત્રેતાયુગમાં દેવતાઓની વિનંતી પર બ્રહ્માજીએ નૃત્યવેદ તૈયાર કર્યો હતો, ત્યારથી જ વિશ્વમાં નૃત્યની ઉત્પત્તિ માનવામાં આવે છે. આ નૃત્યવેદમાં સામવેદ, અથર્વવેદ, યજુર્વેદ અને ઋગ્વેદની ઘણી વસ્તુઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો. જ્યારે નૃત્યવેદની રચના પૂર્ણ થઈ ત્યારે ભરતમુનિના સો પુત્રો દ્વારા નૃત્યની પ્રેક્ટિસ કરવામાં આવી હતી. આ વર્ષે ‘નૃત્ય –દુનિયાની સાથે સંવાદ કરવાની રીત’ આ થીમ પર વર્લ્ડ ડાન્સ ડેની ઉજણવી થઇ રહી છે.
આંતરરાષ્ટ્રીય નૃત્ય દિવસો ઇતિહાસ
યુનેસ્કોની ઈન્ટરનેશનલ થિયેટર ઈન્સ્ટિટ્યૂટની ઈન્ટરનેશનલ ડાન્સ કમિટીએ 29 એપ્રિલ 1982ના રોજ મહાન નૃત્યાંગના જીન-જ્યોર્જ નાવારેના જન્મદિવસે આ દિવસની ઉજવણી કરવાની જાહેરાત કરી હતી. ત્યારથી દર વર્ષે આ દિવસ સમગ્ર વિશ્વમાં ડાન્સ ડે ધામધૂમથી ઉજવવામાં આવે છે. તમને જણાવી દઈએ કે, નવેરા એક ફ્રેન્ચ બેલે ડાન્સર હતી જેણે 'લેટર્સ ઓન ધ ડાન્સ' નામથી ડાન્સ પર એક પુસ્તક લખ્યું હતું જેમાં ડાન્સ આર્ટ સાથે જોડાયેલી દરેક સ્ટેપને ખૂબજ ઝીણવટ પૂર્વક ઉલ્લેખવામાં આવ્યાં છે. આ વાંચીને કોઈપણ ડાન્સ શીખી શકે છે.
ડાન્સ કોને પસંદ નથી, ઘણીવાર લોકો કોઈ પણ પ્રસંગ કે પાર્ટીમાં ડાન્સ કરે છે..પણ શું તમે જાણો છો કે જો તમે રોજ 30 મિનિટ ડાન્સ કરો છો તો તમને કેટલા ફાયદા થઈ શકે છે..જાણો તેના વિશે
મસલ્સ મજબૂત કરવા માટે જરૂરી નથી કે તમે જિમ જાવ, જો તમે ઇચ્છો તો ઘરે દરરોજ અડધો કલાક ડાન્સ કરીને મસલ્સને મજબૂત બનાવી શકો છો.
ડાન્સ કરવાથી થાય છે આ અદભૂત લાભ
- ડાન્સ કરવાથી વેઇટ લોસમાં મદદ મળે છે
- ડાન્સ કરવાથી માંસપેશી મજૂબત બને છે.
- બોડીમાં ફ્લેક્સિબિલિટી આવી જાય છે
- ડાન્સથી 130થી 225 કેલેરી બર્ન થાય છે
- ડાન્સ કરવાથી સ્ટેમિન પણ વધે છે
- ડાન્સ કરવાથી કાર્યક્ષમતામાં થાય છે વધારો
- ડાન્સ આપને એનર્જેટિક રાખે છે
- ડાન્સ કરવાથી આળસ દૂર થાય છે.
- ડાન્સ કરવાથી મૂડ સારો રહે છે
- તણાવ ડિપ્રેસન પણ દૂર થાય છે
- ડાન્સ તન-મનને પુલકિત કરી દે છે.