શોધખોળ કરો
Advertisement
નોર્વેમાં ફાઇઝર વેક્સિનની પહેલી ડોઝ લીધા બાદ 23 લોકોના મોત, 13 લોકોના આડઅસરથી મૃત્યુ
નોર્વેમાં ફાઇઝર વેક્સિનના ડોઝ બાદ 23 લોકોના મોત થયાની પુષ્ટી થઇ છે. જેમાંથી મોટાભાગના લોકો વૃદ્ધ હતા. ન્યૂયોર્ક પોસ્ટે હેલ્થ ડિપાર્ટમેન્ટના હવાલાથી આ જાણકારી આપી છે.
નોર્વે:કોરોના મહામારી સામે લડવા માટે દુનિયાભરમાં હાલ વેક્સિનેશન ચાલી રહ્યું છે. જો કે હાલ સ્થિતિ એવી સર્જાઇ છે કે, ફાઇઝરની રસી પર સવાલ ઉઠી રહ્યાં છે. કારણ એ છે કે, ફાઇઝરના ડોઝ લીધા બાદ 23 લોકોના મોત થઇ ગયા છે. જેમાંથી મોટાભાગના લોકો 80 વર્ષની આસપાસના હતા.
13 લોકોને રસીની થઇ આડઅસર
ન્યૂયોર્ક પોસ્ટ હેલ્થ ડિપાર્ટમેન્ટના હવાલાથી મળેલી જાણકારી મુજબ, 23માંથી 10 લોકો ગંભીર બિમારીથી પીડિત હતા તો અન્ય 13 લોકોનું મૃત્યુ વેક્સિનના રિએક્શનના કારણે થયું હોવાનું સામે આવ્યું છે. આ તમામ નર્સિગ હોમમાં સારવાર લઇ રહ્યાં હતા. ઉલ્લેખનિય છે કે, નોર્વેમા ન્યૂ ઇયરના 4 દિવસ પહેલા જ વેક્સિનેશન શરૂ થઇ ગયું હતું. અત્યાર સુધીમાં 33 હજારથી વધુ લોકોને વેક્સિન અપાઇ ગઇ છે.
વેક્સિન મુદ્દે બદલાઇ ગાઇડલાઇન
નોર્વે મેડિસિનના મુખ્ય ડોક્ટર સિગર્ડ હોર્ટમોએ શુક્રવારે જણાવ્યું કે, “ફાઇઝર વેક્સિન આપ્યા બાદ 13 લોકોનું મૃત્યું થતા. ડોક્ટર્સે વેક્સિન આપતા પહેલા સતર્ક રહેવાની જરૂર છે. જે લોકો કોઇ ગંભીર બિમારીથી પીડિત હોય અને જેમની હાલત નાજુક હોય તેવા દર્દીની સંપૂર્ણ તપાસ કર્યાં બાદ જ વેક્સિન આપવી” નોર્વેમાં આ મૃતક સિવાય 21 મહિલા અને 8 પુરૂષોમાં વેક્સિનની સાઇડ ઇફેક્ટ જોવા મળી હતી.
નોર્વે મેડિસિન્સ એજન્સી સાથે કામ કરે છે ફાઇઝર કંપની
રિએક્શન મુદ્દે વાત કરતા ફાઇઝર કંપનીના પ્રતિનિધિએ જણાવ્યું કે, કંપની વેક્સિન બાદ થયેલા મૃત્યુઆંકથી વાકેફ છે.આ મુદ્દે કંપની તમામ મહત્વપૂર્ણ જાણકારી મેળવી રહી છે. જોન્સ હોપકિન્સ યૂનિવર્સિટીના જણાવ્યાં મુજબ નોર્વેમાં કોરોના સંક્રમિતોની કુલ સંખ્યા 58,202 છે. જ્યારે મૃતકોની સંખ્યા 517 છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
ક્રિકેટ
બોલિવૂડ
ટેકનોલોજી
Advertisement